________________
૧ ૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ આહાર અને ઉપયોગ આ તેર અનુયોગદ્વારોમાં જે પ્રમાણે સંભવ હોય તે પ્રમાણે સદ્ભૂત પ્રરૂપણા કરવી. ગતિ આદિ અનુયોગદ્વારોને આવશ્યક સૂત્ર વગેરે ગ્રંથોમાં વિસ્તારથી કહ્યાં છે. અહીં સ્થાન શૂન્ય ન રહે એ માટે કંઈક બતાવવામાં આવે છે- ગતિ આદિમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન એમ બે રીતે સમ્યક્ત્વ વિચારાય છે. (જે જીવ પૂર્વે સમ્યકત્વ પામ્યો હોય તે પૂર્વપ્રતિપન્ન કહેવાય. જે જીવ હમણાં સમ્યક્ત્વ પામી રહ્યો હોય તે પ્રતિપદ્યમાન કહેવાય.)
(૧) ગતિ– નરક વગેરે ચારેય ગતિઓમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન જીવો છે. નરકગતિમાં ક્ષાયિક અને ક્ષાયોપથમિક એ બે સમ્યગ્દર્શન હોય. તિર્યંચગતિમાં પણ આ બે સમ્યકત્વ હોય. મનુષ્યગતિમાં ક્ષાયિક વગેરે ત્રણે સમ્યગ્દર્શન હોય. દેવગતિમાં ક્ષાયિક અને ક્ષાયોપથમિક એ બે સમ્યગ્દર્શન હોય.
(૨) ઇન્દ્રિય- સામાન્યથી વિચારાય તો ઇન્દ્રિયદ્વારમાં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન જીવો હોય. અલગ અલગ ઈન્દ્રિયોની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન એ બંને ન હોય. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં સાસ્વાદન સમ્યકત્વની અપેક્ષાએ પૂર્વપ્રતિપન્ન જીવો ભાજ્ય છે=ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય. પ્રતિપદ્યમાન જીવો તો ન જ હોય. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં બંને પ્રકારના જીવો હોય.
(૩) કાય- કાયદ્વારમાં પૃથ્વીકાય આદિને આશ્રયીને સામાન્યથી બંને હોય. વિશેષથી પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિમાં બંને ન જ હોય. બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પૂર્વપ્રતિપન્ન હોય. પ્રતિપદ્યમાન ન હોય. સંજ્ઞીપંચેન્દ્રિય રૂપ ત્રસકાયમાં બંને હોય.
(૪) યોગ- યોગદ્વારમાં મન, વચન, કાયા એ ત્રણ યોગોમાં સામાન્યથી બંને હોય, વિશેષથી કેવળ કાયયોગવાળા પૃથ્વીકાયથી આરંભી વનસ્પતિકાય સુધીના જીવોમાં બંને ન હોય. કાય-વચન યોગવાળા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયોમાં