________________
સૂત્ર-૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૨૩ ન હોય, સત્તા=હોવાપણું) જણાઇ ગયું હોય તો આનું(સત્ પદનું) કથન અયુક્ત થાય. આથી ભાષ્યકાર આશંકા વાક્યને બતાવે છે“સગર્ણનં મિતિ નતિ’ તિ, સમ્યગ્દર્શન છે કે નહિ? અહીં ભાવાર્થ આ છે- સમ્યગ્દર્શન પદથી વાચ્ય પદાર્થ છે કે નહિ ? આ સંશય છે. આ સંશય થવાનું કારણ એ છે કે- બાહ્યપદાર્થ ન હોય તો પણ શબ્દપ્રવૃત્તિ જોવામાં આવે છે. જેમ કે સસલાના શિંગડા વગેરે. બાહ્ય વસ્તુ હોય તો પણ શબ્દપ્રવૃત્તિ જોવામાં આવે છે. જેમકે ઘટ વગેરે. તેથી પ્રશ્નકાર સમ્યગ્દર્શન શબ્દ વિદ્યમાન બાહ્યપદાર્થમાં પ્રવૃત્ત થયો છે કે અવિદ્યમાન બાહ્યપદાર્થમાં પ્રવૃત્ત થયો છે? એમ પ્રશ્ન કરે છે. આચાર્ય ઉત્તરને કહે છે- મસ્તિ, સમ્યગ્દર્શન શબ્દથી વાચ્ય પદાર્થ ઘટાદિ શબ્દના વાની જેમ વિદ્યમાન છે. એ પદાર્થ આપ્તપુરુષે કહેલો છે અને પ્રશમ વગેરે લિંગથી જાણી શકાય છે.
સમ્યગ્દર્શન જીવમાં છે ફરી શંકા કરે છે. વાસ્તીતિ રે, ક્યાં છે એવી જો આશંકા હોય, આવી આશંકા થવાનું કારણ એ છે કે, સમ્યગ્દર્શન ગુણ છે, ગુણ ગુણી વિના ન રહી શકે. આચાર્ય આશંકાનો જવાબ કહે છે- ધર્માસ્તિકાય આદિ અજીવોમાં સમ્યગ્દર્શન નથી. કેમ કે સમ્યગ્દર્શન જીવનો ગુણ છે. સમ્યગ્દર્શન કોને હોય? એવા સ્વામિત્વકારમાં અજીવ પ્રતિમા આદિને સમ્યગ્દર્શન હોય એમ જે કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે. અહીં તો (ઉપચાર વિના) મુખ્ય સમ્યગ્દર્શનની વિચારણાનો પ્રારંભ છે. આથી અહીં ઔપચારિક અજીવ સમ્યગ્દર્શન નથી સ્વીકારતું.
ગતિ આદિ તેર દ્વારોમાં સમ્યગ્દર્શનની વિચારણા હવે જીવોમાં સમ્યગ્દર્શનની સત્તા છે કે નહિ? એવા પ્રશ્નના ઉત્તરને કહે છે- “વીપુ તુ માન્ય” જીવોમાં સમ્યગ્દર્શનની ભજના જ છે. બધા જ જીવોમાં સમ્યગ્દર્શન હોય જ એવું નથી. તાથા અતીન્દ્રિય ઈત્યાદિથી ભજનાને કહે છે- સમ્યગ્દર્શનની ભજના આ રીતે છે- ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, કષાય, વેદ, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર,