________________
સૂત્ર-૮ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
૧૨૫ પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય. મન, વચન, કાયા એ ત્રણે યોગવાળા જીવોમાં બંને હોય.
(૫) કષાય-અનંતાનુબંધી કષાયના ઉદયમાં બંને ન હોય, બાકીના કષાયોના ઉદયમાં બંને હોય.
(૬) વેદ–ત્રણે વેદવાળા જીવોમાં સામાન્યથી બંને હોય. વિશેષથી તો સ્ત્રીવેદમાં બંને હોય. પુરુષવેદમાં બંને હોય. નપુંસકવેદમાં એકેન્દ્રિયથી આરંભી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોમાં પૂર્વ પ્રતિપન્ન કોઈક હોય. પ્રતિપદ્યમાન ન હોય. સંજ્ઞી પંચેન્દ્રિય નારક, તિર્યંચ, મનુષ્ય સંબંધી સંજ્ઞી પંચેન્દ્રિય નપુંસકોમાં બંને હોય.
(૭) વેશ્યા– ઉપરની (ત્રણ) લેશ્યાઓમાં બંને હોય. આદ્ય (ત્રણ) લેશ્યાઓમાં પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય.
(૮) સમ્યકત્વ- સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વ પામે કે મિથ્યાદષ્ટિજીવ સમ્યક્ત્વ પામે? નિશ્ચયનયની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વને પામે, કેમકે નિશ્ચયનયના મતે શશવિષાણ આદિની જેમ જે ન હોય તે ઉત્પન્ન ન થાય. વ્યવહારનયની અપેક્ષાએ મિથ્યાષ્ટિ જીવ સમ્યક્ત્વને પામે છે. કેમકે જે ન હોય તે થાય એ પ્રતિપત્તિનો(=પ્રાપ્તિનો) વિષય છે. તથા કારણમાં જે ન હોય તે ઉત્પન્ન થાય છે એવું જોવામાં આવે છે.
(૯) જ્ઞાન- નિશ્ચયનયની દૃષ્ટિએ જ્ઞાની સમ્યકત્વને પામે છે. વ્યવહારનયની દૃષ્ટિએ અજ્ઞાની સમ્યકત્વને પામે છે.
(૧૦)દર્શન ચક્ષુદર્શની જીવોમાં બંને હોય. માખી વગેરે અસંશી જીવોમાં પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય. સંજ્ઞી પંચેન્દ્રિય ચક્ષુદર્શની જીવોમાં બંને હોય. પૃથ્વીકાય આદિ પાંચ અચક્ષુ દર્શનીઓમાં બંને ન હોય. બાકીના બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અચક્ષુદર્શનીઓમાં પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય. સંજ્ઞી પંચેન્દ્રિય અચક્ષુદર્શનીઓમાં બંને હોય.
(૧૧)ચારિત્ર– ચારિત્રી પૂર્વ પ્રતિપન્ન જ હોય. ચારિત્ર રહિત જીવ પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન હોય.