________________
સૂત્ર-૮ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૧૩ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ કાળ છે. બહુ જીવોની અપેક્ષાએ સમ્યગ્દર્શનનો સર્વકાળ છે.
અંતર– સમ્યગ્દર્શનનો વિરહકાળ શો (કેટલો) છે? એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અર્ધપુગલપરાવર્ત છે. બહુ જીવોની અપેક્ષાએ અંતર નથી.
ભાવ- પ્રશ્ન– સમ્યગ્દર્શન ઔપશમિક વગેરે ભાવોમાંથી કયા ભાવોમાં છે?
ઉત્તર- ઔદયિક અને પરિણામિક એ બે ભાવોને છોડીને ત્રણ ભાવોમાં સમ્યગ્દર્શન હોય છે.
અલ્પબદુત્વ-પ્રશ્ન-ત્રણ ભાવોમાં વર્તતા સમ્યગ્દર્શનોમાં તુલ્યસંખ્યા છે કે અલ્પબહુત છે?
ઉત્તર– ઔપશમિક સમ્યગ્દર્શનો સર્વથી થોડા છે તેનાથી ક્ષાયિક સમ્યગ્દર્શનો અસંખ્યાત ગુણા છે તેનાથી પણ ફાયોપથમિક સમ્યગ્દર્શનો અસંખ્યાતગુણા છે. સમ્યગ્દષ્ટિઓ તો અનંતગુણા છે. એ પ્રમાણે સર્વભાવોનો નામાદિ વડે નિક્ષેપ કરીને પ્રમાણ વગેરેથી બોધ કરવો જોઈએ. (૧-૮)
टीका- सदादिभिश्चानुयोगद्वारैः तत्त्वावगमः कार्यः इत्यस्य समुदायार्थः, अवयवार्थं तु आह भाष्यकारः, तत्र सच्छब्दं सङ्ख्यादि विशेषणकं कश्चिदाश्रयेदिति विविच्य दर्शयति-'सत् सङ्ख्या क्षेत्र'मित्यादि युतकमेवैतद् द्वारमिति, इतिशब्द इयत्तायाम्, इयद्भिरेव, येऽन्ये ते अत्रैवान्तर्भवन्ति, ‘एतैश्च' सूत्रोक्तैः, एतदेव विशेषयति-'सद्भूतपदप्ररूपणादिभिः' सद्भूतस्य–विद्यमानार्थस्य सम्यग्दर्शनपदस्य प्ररूपकत्वंतत्त्वकथनं-स आदिर्येषां तानि सद्भूतपदप्ररूपणादीनि तैरिति, विवेकेन फलं दर्शयति-'अष्टाभि'रिति, तेषां च व्याख्यानाङ्गतां कथयत्यनुयोगद्वारैरिति, 'सर्वभावाना'मित्यनेनैषां व्यापितां कथयति सदादीनां,