________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮
પ્રશ્ન– કેવી રીતે વિસ્તારથી બોધ થાય છે એમ તમે પૂછતા હો તો (અમારાથી) કહેવાય છે.
૧૧૨
સત્— શું સમ્યગ્દર્શન છે કે નથી ? છે એમ કહેવાય છે. ક્યાં છે એમ પૂછતા હો તો કહેવાય છે. અજીવોમાં સમ્યગ્દર્શન નથી, જીવોમાં તો વિકલ્પ કરવા યોગ્ય છે, અર્થાત્ ભજના છે. તે આ પ્રમાણે- ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, કષાય, વેદ, લેશ્યા, સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આહાર અને ઉપયોગ એ તેર અનુયોગદ્વારોમાં યથાસંભવ સદ્દ્ભૂત પ્રરૂપણા કરવી.
સંખ્યા— સમ્યગ્દર્શનની સંખ્યા કેટલી છે ? શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત સમ્યગ્દર્શન છે ? ઉત્તર કહેવાય છે. સમ્યગ્દર્શનો અસંખ્યાતા છે. સમ્યગ્દષ્ટિઓ તો અનંતા છે.
ક્ષેત્ર– સમ્યગ્દર્શન કેટલા ક્ષેત્રમાં હોય ? સમ્યગ્દર્શન લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય.
સ્પર્શન– સમ્યગ્દર્શન વડે શું (કેટલું) સ્પર્શાયું છે ? સમ્યગ્દર્શન વડે લોકનો અસંખ્યાતમો ભાગ સ્પર્શાયો છે. સમ્યગ્દષ્ટિ વડે તો સંપૂર્ણલોક સ્પર્શાયો છે.
પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શન એ બેમાં શી વિશેષતા છે ?
ઉત્તર– બંનેમાં અપાય અને સદ્રવ્યની અપેક્ષાથી અંતર છે. અપાય આભિનિબોધિક રૂપ છે તેના યોગથી સમ્યગ્દર્શન છે. સમ્યગ્દષ્ટિ સદ્રવ્યરૂપ છે, અર્થાત્ અપાય આત્મામાંથી દૂર થઇ શકે છે. પરંતુ સમ્યગ્દષ્ટિમાં આ પ્રમાણે નથી. કેવલી સદ્રવ્ય રૂપ છે એથી એમને સમ્યગ્દષ્ટિ કહી શકાય છે પણ સમ્યગ્દર્શની કહી શકાતા નથી. કેમકે એમનામાં અપાયનો યોગ જોવામાં આવતો નથી.
કાળ— પ્રશ્ન— સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી રહે છે ? અહીં ઉત્તર કહેવાય છે. કાળદ્વારનું નિરીક્ષણ એક જીવની અપેક્ષાએ અને બહુ જીવોની અપેક્ષાએ કરાય છે. તે આ પ્રમાણે- એક જીવની અપેક્ષાએ