________________
૧૦૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭
જ્ઞાનને રોકનાર કર્મ ગ્રહણ કરવા જોઈએ. કેમકે જ્ઞાનાવરણીય કર્મ સિવાય બીજા કોઈ કર્મમાં પ્રાયઃ આવરણીય એવા શબ્દનો પ્રયોગ થતો નથી. એથી જ દર્શન એ જ્ઞાન છે.
ઉત્તરપક્ષ- આ યુક્ત નથી. કારણ કે જ્ઞાનાવરણીયકર્મનો ઉપશમ થતો નથી.
પૂર્વપક્ષ– જ્ઞાનાવરણીયકર્મનો ઉપશમ થતો નથી એ સત્ય છે પણ અમારું એ કહેવું છે કે મોહનીયના ઉપશમથી જ્ઞાનાવરણીયનો જે ક્ષય વગેરે થાય તેનાથી સમ્યગ્દર્શન થાય.
ઉત્તરપક્ષ– આ પણ યુક્ત નથી. કારણ કે અન્યપક્ષ(=વિકલ્પ) તરીકે ૩૫શમેન(=ઉપશમથી) એમ જે ઉલ્લેખ કર્યો છે તે ન ઘટી શકે. તથા હેતુનું કાર્યની પૂર્વે ગ્રહણ કરવામાં આવે છે. “તાવરીય’ શબ્દથી જ્ઞાનાવરણીયકર્મને લેવામાં કાર્યની પૂર્વે હેતુ રહેતો નથી. પહેલા મોહનીયનો ઉપશમ (વગેરે) થાય. તેનાથી જ્ઞાનાવરણીયનો ક્ષય વગેરે થાય. તેનાથી સમ્યગ્દર્શન થાય. આમ કાર્ય જે સમ્યગ્દર્શન તેની પૂર્વે દર્શનમોહનો ઉપશમરૂપ હેતુ નથી. કાર્ય અને હેતુની વચ્ચે જ્ઞાનાવરણીયનો ક્ષય રહેલ છે, તથા અનિષ્ટ પ્રસંગરૂપ દોષ આવે છે.
તે આ રીતે ક્યારેક સાતવેદનીયના ઉદયથી પણ (=સાતાવેદનીયના ઉદયરૂપ નિમિત્તથી પણ) જ્ઞાનાવરણીય આદિનો ક્ષય થાય. તે જ્ઞાનાવરણીયનો ક્ષય વગેરે ઔદયિક ભાવથી થયો એમ માનવાનો પ્રસંગ આવે. આમ ઉક્ત કથનમાં કોઈ સાર નથી. તેથી તદ્દાવરીયમ્ એટલે સમ્યગ્દર્શનને રોકનારું કર્મ અને તે અનંતાનુબંધી આદિ જ છે. આમ માનવામાં કોઈ દોષ નથી.
અધિકરણના ત્રણ ભેદ (૪) અધિકરણ– હવે અધિકરણ દ્વારને વિચારે છે- “મધર રૂતિ, જયાં રહેવાય તે અધિકરણ. અધિકરણ એટલે આધાર કે આશ્રય. સમ્યગ્દર્શનનો આધાર આત્મા, પર અને ઉભય એમ ત્રણ છે. મુખ્ય