________________
સૂત્ર-૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૯૯ કર્મદલિકોથી(=સમ્યકત્વમોહનીયથી) યુક્ત (તત્ત્વભૂત પદાર્થોની) રુચિ કોનાથી થાય છે? આથી ઉત્તર કહે છે- તે રુચિ નિસર્ગથી કે અધિગમથી થાય છે એમ પૂર્વે (અ.૧ સૂ.૩માં) કહ્યું છે.
અહીં વિશેષ કહે છે- કેવળ નિસર્ગ અને અધિગમ એ બે જ તેવા પ્રકારની રુચિને ઉત્પન્ન કરતા નથી, કિંતુ નિસર્ગ-અધિગમથી કર્મોનો ક્ષયોપશમ વગેરે ઉત્પન્ન કરાય છે. તે ક્ષયોપશમ આદિથી સમ્યગ્દર્શન થાય છે. તે નિસર્ગ–અધિગમ પણ કર્મના ક્ષયોપશમ આદિથી જ થાય છે. ઉત્તરોત્તર અધિક અધિક વિશુદ્ધ ક્ષયોપશમને ઉત્પન્ન કરનારા નિસર્ગઅધિગમથી જ્યારે વિશિષ્ટ કોટિનો ક્ષયોપશમ ઉત્પન્ન કરાય છે ત્યારે તે વિશિષ્ટ કોટિના ક્ષયોપશમથી સમ્યગ્દર્શન થાય છે.
નિસર્ગ અંગે ઘણું કહેવાનું હોવાથી પૂર્વે ત્રીજા સૂત્રમાં) નિસર્ગ અંગે જણાવી દીધું જ છે. તે સઘળું એક વાક્યથી જણાવવાનું શક્ય ન હોવાથી ભલામણ કરે છે. તેમાં નિસર્ગ પૂર્વે કહેલો છે. અધિગમમાં વિચારણા અલ્પ હોવાથી એક વાક્યથી અધિગમનો સંપૂર્ણ ઉપસંહાર થતો હોવાથી કહે છે- ધાતુ સી વ્યાયામઃ તિ, અધિગમ એટલે સમ્યગુ. વ્યાયામ. ગુરુ આદિની પાસે રહેનારની સમ્યગ્દર્શન ઉત્પન્ન કરવામાં સમર્થ એવી શુભક્રિયા સમ્યમ્ વ્યાયામ કહેવાય છે.
૩મયપ તિ, નિસર્ગસમ્યગ્દર્શન અને અધિગમસમ્યગ્દર્શન એ બંનેય કેવી રીતે થાય છે એવા પ્રશ્નના ઉત્તરને કહે છે- “તાવરીય
ત્યાદ્રિ, તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનને રોકનાર જે અનંતાનુબંધી કષાય આદિ કર્મ, તે કર્મના ક્ષયથી, ઉપશમથી અને ક્ષયોપશમથી નિસર્ગ અને અધિગમ સમ્યગ્દર્શન થાય છે.
તલવરીય શબ્દનો અર્થ પૂર્વપક્ષ– ભાષ્યના તાવરણીયી એવા શબ્દથી તત્ત્વાર્થશ્રદ્ધારૂપ ૧. આ પૂર્વપક્ષ શ્રી સિદ્ધસેન ગણિકૃત ટીકામાં પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં વિસ્તારથી જણાવ્યો છે અને સ્વપક્ષનું જુદી-જુદી યુક્તિઓથી સમર્થન કર્યું છે.