________________
૯૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ (૧) જીવનું-જીવનું- જેને સમ્યગ્દર્શન થયું, સમ્યગ્દર્શનના પરિણામવાળા તે જીવનું અને જે સાધુને નિમિત્ત કરીને સમ્યગ્દર્શન થાય તે જીવનું, એમ ઉભયની વિવક્ષા હોવાથી તત્ત્વથી તે વિકલ્પ સંભવે છે.
(૨) જીવનું-બે જીવોનું– જેને સમ્યગ્દર્શન થયું અને વિવક્ષિત કરાયું તે જીવનું, દર્શન કરાતા જે બે સાધુઓથી સમ્યગ્દર્શન ઉત્પન્ન કરાયું તે બે સાધુઓનું, તે સમ્યગ્દર્શનની બંને સ્થળે વિવક્ષા કરી હોવાથી જીવનું અને બે જીવોનું એવો બીજો વિકલ્પ છે.
(૩) જીવનું-ઘણા જીવોનું– જેને સમ્યગ્દર્શન થયું અને વિવક્ષિત કરાયું તે જીવનું, દર્શન કરાતા ઘણા સાધુઓથી સમ્યગ્દર્શન ઉત્પન્ન કરાયું તે ઘણા જીવોનું, તે સમ્યગ્દર્શનની બંને સ્થળે વિવક્ષા કરી હોવાથી જીવનું અને ઘણા જીવોનું એવો ત્રીજો વિકલ્પ છે.
(૪) જીવનું-અજીવનું– જેને સમ્યગ્દર્શન થયું અને વિવક્ષિત કરાયું તે જીવનું, દર્શન કરાતી અજીવરૂપ પ્રતિમાથી સમ્યગ્દર્શન ઉત્પન્ન કરાયું તેનું સમ્યગ્દર્શન, અહીં જીવનું અને પ્રતિમાનું સમ્યગ્દર્શન છે. આથી જીવનું-અજીવનું આ (ચોથો) વિકલ્પ સંભવે છે.
(૫) જીવનું-બે અજીવોનું – જે જીવને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું અને દર્શન કરાતી જે બે પ્રતિમાઓ વડે તે ઉત્પન્ન કરાયું આ બંનેની વિરક્ષા કરી હોવાથી જીવનું અને બે અજીવોનું એ (પાંચમો) વિકલ્પ સંભવે છે.
(૯) જીવનું-ઘણા અજીવોનું–જે જીવને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું અને દર્શન કરાતી જે ઘણી પ્રતિમાઓથી ઉત્પન્ન કરાયું, અહીંસર્વસ્થળે વિવક્ષા કરી હોવાથી જીવનું અને ઘણા અજીવોનું એ (છઠ્ઠો) ભાંગો સંભવે છે.
આને ભાષ્યકાર કહે છે- શેષા: સતિ બાકીના(=અસંભવિત સિવાયના) છ વિકલ્પો છે સંભવે છે.
(૩) સાધન- હવે ત્રીજા દ્વારની વિચારણા કરતા ભાષ્યકાર કહે છેસાધનમ્ તિ, વસ્તુ જેનાથી ઉત્પન્ન કરાય તે સાધન. અહીં જે પૂછાઈ રહ્યું છે તેને કહે છે- સ
ન મવતિ ? સુવિશુદ્ધ સમ્યકત્વના