________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૯૭
બે જીવનું– બે જીવોનું સમ્યગ્દર્શન એ વિકલ્પ ન સંભવે. કારણ કે મારું સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું અને આનું સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું એમ સમ્યગ્દર્શનની સાથે સમવાય સંબંધવાળા બે પુરુષો સ્વામી તરીકે વિવક્ષિત છે. આમાં જેના આલંબનથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું. તેની સ્વામી તરીકે વિવક્ષા કરી નથી. અહીં ઉત્પત્તિ(=ઉપાદાન) અને નિમિત્ત એ ઉભયનો સંયોગ વિવક્ષિત છે. આથી આ વિકલ્પનો ત્યાગ કરવામાં આવે છે.
બે અજીવોનું– બે અજીવોનું સમ્યગ્દર્શન એ વિકલ્પમાં આલંબન કરાયેલી બે પ્રતિમાઓનું ભેદથી સમ્યગ્દર્શન વિવક્ષિત છે, પણ જેમાં સમ્યગ્દર્શન સમવાય સંબંધથી રહેલું છે તેની વિવક્ષા નથી. આથી આ વિકલ્પ પણ તજવામાં આવે છે.
જીવોનું— તથા જીવોનું સમ્યગ્દર્શન એ પાંચમો વિકલ્પ પણ તજવા યોગ્ય છે. આમાં આનું સમ્યગ્દર્શન, આનું સમ્યગ્દર્શન અને આનું સમ્યગ્દર્શન એમ સમ્યગ્દર્શનના સમવાય સંબંધવાળા ઘણા જીવો વિવક્ષિત છે. જે આલંબનથી તેમને સમ્યગ્દર્શન થયું તેનું સમ્યગ્દર્શન વિવક્ષિત નથી તેથી આ વિકલ્પ પણ તજવા યોગ્ય છે.
અજીવોનું– અજીવોનું સમ્યગ્દર્શન એ છઠ્ઠો વિકલ્પ પણ તજવામાં આવે છે. આમાં આલંબન કરવા યોગ્ય ઘણી પ્રતિમાઓનું આ સમ્યગ્દર્શન વિવક્ષિત છે. જેનામાં સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું તેનું સમ્યગ્દર્શન વિવક્ષિત નથી. એથી આ છઠ્ઠો વિકલ્પ તજવા યોગ્ય છે.
આ પ્રમાણે ઉભયસંયોગની વિવક્ષામાં આ છએ ભાંગા તજી દીધા. સંભવિત છ વિકલ્પો
આદેય વિકલ્પો પણ છ જ છે તે આ પ્રમાણે- (૧) જીવનું-જીવનું, (૨) જીવનું-બે જીવોનું, (૩) જીવનું-ઘણા જીવોનું, (૪) જીવનુંઅજીવનું, (૫) જીવનું-બે અજીવનું, (૬) જીવનું-ઘણાં અજીવોનું.