________________
૯૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ ઘણા જીવોનું- જ્યારે ઘણા=સાધુઓ રૂપ જીવો સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિમિત્ત બને ત્યારે ઘણા જીવોનું સમ્યગ્દર્શન છે, નહિ કે જેમાં સમવાય સંબંધથી રહ્યું છે તે જીવનું.
ઘણા અજીવોનું– જ્યારે ભગવાનની ઘણી પ્રતિમાઓ જોઈને તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા પ્રગટ થાય ત્યારે પ્રતિમાઓ જ તે સમ્યગ્દર્શનને કરનારી હોવાથી તે સમ્યગ્દર્શન પ્રતિમાઓનું(=ઘણા અજીવોનું) જ છે, આત્માનું નહિ.
૩મયસંયોકોન તિ, જ્યારે સમ્યગ્દર્શન અંતરંગ એવા આત્માનું અને બહિરંગ એવા સાધુનું છે એમ વિચક્ષા કરવામાં આવે ત્યારે તે બંને સમ્યગ્દર્શનના સ્વામી થાય છે. આથી ઉભયસંયોગ કહેવાય છે.
અસંભવિત છ વિકલ્પો અહીં લાઇવિક(=થોડા શબ્દોમાં ઘણું કહેવામાં સમર્થ) આચાર્ય હેય( તજવા યોગ્ય) વિકલ્પોને બતાવે છે, અર્થાત્ સંભવી ન શકે તેવા વિકલ્પોને બતાવે છે. હેય તરીકે ગ્રહણ કરેલા વિકલ્પો સિવાયના વિકલ્પો આદેય( સ્વીકારવા યોગ્ય) છે, અર્થાત્ સંભવી શકે તેવા છે.
જીવનું– અહીં(=ઉભય સંયોગમાં) જીવનું સમ્યગ્દર્શન એ વિકલ્પ સંભવતો નથી. કારણ કે જેના અંતે છઠ્ઠી વિભક્તિ છે એવા જીવ શબ્દથી સમ્યગ્દર્શનના સમવાય સંબંધવાળો આત્મા કહેવાય છે ? (=ગ્રહણ કરાય છે?) કે જેને જોઈને તેવો પરિણામવિશેષ ઉત્પન્ન થયો તે બાહ્ય તીર્થકર વગેરે કહેવાય છે? તેમાં જો સમવાય સંબંધવાળા આત્માનો સંબંધ કરાય છે તો પરનો સંબંધ નથી. (આથી ઉભયસંયોગ નથી.) આ ઉભયસંયોગથી વિચારાય છે અથવા જો તીર્થંકર આદિની સાથે સમ્યગ્દર્શનનો સંબંધ કરાય છે તો આત્માની સાથે સંબંધ નથી. આથી આ વિકલ્પ તજવા યોગ્ય જ છે.
અજીવનું એક પ્રતિમા વિવક્ષિત હોવાથી ઉભયસંયોગનો અભાવ છે. એથી આ વિકલ્પ હેય= ત્યાજ્ય છે.