________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ થાય. આને જ ભાષ્યકાર કહે છે- આત્મસંયોગેન ઇત્યાદિ, આત્મસંયોગથી એટલે આત્મસંબંધથી. જ્યારે પર પ્રતિમાદિ રૂપ નિમિત્તથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થતું હોય ત્યારે પ્રતિમાદિની અપેક્ષા ન કરવામાં આવે તો એ (સમ્યગ્દર્શનનો) પરિણામ આત્મામાં સમવાય(=અભેદ) સંબંધથી રહ્યો છે. આથી તે જ આત્મા તેવા પરિણામના કારણે તે જીવાદિ તત્ત્વો આ પ્રમાણે જ છે એમ માને. આથી આત્મસંબંધથી સમ્યગ્દર્શન જીવનું છે. તત્ત્વોની રુચિરૂપ સમ્યગ્દર્શનનો સ્વામી જીવ છે. “પસંયોોને તિ, પર સાધુ કે પ્રતિમાદિ વસ્તુના નિમિત્તથી શ્રદ્ધાનો પરિણામ થાય તેથી તે પરિણામના કર્તા સાધુ કે પ્રતિમાદિ છે. એથી તે સમ્યગ્દર્શન સાધુ કે પ્રતિમાદિ પરવસ્તુનું કહેવાય છે. અહીં પરસંયોગમાં જીવનું ઇત્યાદિ છ વિકલ્પો થાય છે. તે આ પ્રમાણે - (૧) જીવનું, (૨) અજીવનું, (૩) બે જીવનું, (૪) બે અજીવનું, (પ) ઘણા જીવોનું અને (૬) ઘણા અજીવોનું.
જીવનું વગેરે છ વિકલ્પો જીવનું– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ એમ પાંચ નિમિત્તોને આશ્રયીને કર્મનો ક્ષયોપશમ થાય છે. જીવને ક્રિયાનુષ્ઠાનથી યુક્ત મુનિનું આલંબન કરીને તત્ત્વરુચિ ઉત્પન્ન થાય તો તે તત્ત્વરુચિ ઉત્પન્ન કરનાર બહાર રહેલા સાધુની કહેવાય છે. જેમકે, ઘડો (વં=)પોતાનો (=માટીનો) હોવા છતાં તેના બનાવનાર કુંભારનો કહેવાય છે.
અજીવનું– એ પ્રમાણે જ્યારે પ્રતિમા વગેરે અજીવ પદાર્થના આલંબનથી ક્ષયોપશમ થાય ત્યારે તે અજીવનું જ સમ્યગ્દર્શન છે, આત્માનું નહિ.
બે જીવોનું– ક્ષયોપશમના નિમિત્ત તરીકે બે સાધુઓ વિવક્ષિત હોય, આત્મા નહિ, ત્યારે બે જીવોનું સમ્યગ્દર્શન છે.
બે અજીવોનું– જ્યારે બે પ્રતિમા રૂપ બે અજીવ નિમિત્ત કર્યા હોય ત્યારે સ્વામિત્વની વિવક્ષામાં તે સમ્યગ્દર્શન બે અજીવોનું છે.