________________
૯૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ અને કેવળી જીવોને કર્મસમૂહનો ઉપરાગ હોય તો પણ આત્મા સ્વભાવને છોડતો નથી. જેમ વાદળ વગેરે ચંદ્રને મલિન કરી શકે નહિ તેમ આગંતુક કર્મરજ આત્માને મલિન કરી શકતી નથી. સિદ્ધો તો સર્વથા અરૂપી જ છે.
તે જ સમ્યગ્દષ્ટિ હમણાં આશંકા કરાય છે કે તે સ્કંધ છે? ગ્રામ છે? તેના નિરાકરણ માટે કહે છે- સમ્યગ્દષ્ટિ રૂપરહિત હોવાથી જ પુદ્ગલાદિ સ્વરૂપ સ્કંધ નથી. આત્માના પ્રદેશોની અપેક્ષાએ સ્કંધ રૂપ છે અથવા સમુદિત પાંચ અસ્તિકાય સ્કંધ છે. નો શબ્દ દેશ વાચી હોવાથી સમ્યગ્દષ્ટિ નોસ્કંધ છે. (કારણ કે સમ્યગ્દષ્ટિજીવ પંચાસ્તિકાય રૂપ સ્કંધના એકદેશ રૂપ છે, અર્થાત પાંચ સ્કંધમાનો એક સ્કંધ છે). એ પ્રમાણે નોગ્રામ અંગે પણ કહેવું, અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ નોગ્રામ છે. (કેમકે સમ્યગ્દષ્ટિ “ચૌદભૂતગ્રામના એક દેશરૂપ છે, અર્થાત્ ચૌદભૂતગ્રામમાનો એક સંજ્ઞી પંચેન્દ્રિય ગ્રામ છે.)
(૨) સ્વામિત્વ- હવે સ્વામિત્વ એવા શબ્દોચ્ચારમાં રહેલા સ્વામી એવા શબ્દથી સમ્યગ્દર્શન કયા સ્વામીનું છે? એવું ઉદેશવાક્ય કરીને પ્રશ્ન થાય કે પ્રવર્તેલું(થયેલું) સમ્યગ્દર્શન શું જેમાં સમવાય(=અભેદ) સંબંધથી રહેલું છે તેનું જ થાય કે વ્યવહારથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિમિત્ત બનનાર અન્યનું પણ થાય ? આ પ્રશ્નનો ઉત્તર કહેવાય છેમુખ્યવૃત્તિથી તો જે સમ્યગ્દર્શન જેમાં સમવાય સંબંધથી રહેલું છે તે સમ્યગ્દર્શન તેનું જ છે. વ્યવહારથી ઉત્પત્તિમાં નિમિત્ત બનનારનું પણ ૧. એક વસ્તુના ગુણો બીજી વસ્તુમાં આવે તે ઉપરાગ કહેવાય. જેમકે સ્ફટિકની પાસે લાલ
પુષ્પ મૂકવામાં આવે તો સ્ફટિકમાં થયેલ લાલરંગ ઉપરાગ છે. ૨. ચૌદભૂતગ્રામ-એકેન્દ્રિયસૂક્ષ્મ-બાદર, બેઇન્દ્રિય, ત્રેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય,
સંજ્ઞી પંચેન્દ્રિય આ સાતેય પર્યાપ્તા અને અપર્યાપ્તા=૧૪. ૩. સમવાયસંબંધ એટલે અભેદ સંબંધ. જેમકે સમ્યગ્દર્શનાદિ ગુણો આત્મામાં સમવાય સંબંધથી રહેલા હોવાથી આત્મા અને ગુણો એ બંનેનો અભેદ સંબંધ છે. બંનેને એકબીજાથી જુદા ન કરી શકાય. સંયોગસંબંધ એટલે ભેદ સંબંધ. જેમ કે વૃક્ષ ઉપર બેઠેલા વાનરનો વૃક્ષની સાથે સંયોગ સંબંધ છે. આથી તે બંને જુદા કરી શકાય છે. એમ સોય-દોરો, આત્મ-કર્મ વગેરે સંબંધમાં પણ જાણવું.