________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ કેમકે તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધાનો પરિણામ તે પુગલોની સહાયથી થાય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી સમ્યગ્દર્શન દ્રવ્ય છે. મુખ્યવૃત્તિથી તો સમ્યગ્દર્શન તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ આત્મપરિણામ છે. તે આત્મપરિણામ પણ આત્માથી ભિન્ન નથી. આથી સમ્યગ્દર્શન દ્રવ્ય છે એમ કહ્યું છે.
જો યથોક્ત પુદ્ગલો કે પુગલોની સહાયથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામ સમ્યગ્દર્શન છે તો જેમનું દર્શનમોહનીય ક્ષીણ થયું છે તે છદ્મસ્થ, કેવલી અને સિદ્ધજીવને સમ્યગ્દર્શન ન હોય એમ કહ્યું છતે ભાષ્યકાર કહે છે-સાષ્ટિર્નીવલ તિ, સમ્ય એટલે શુભ(=સુંદર). શુભ એટલે સર્વપદાર્થો સતુ-અસતુ રૂપ છે એમ જોનારી, જેના દર્શનમોહનીયનો ક્ષય થઈ ગયો છે એવા જે જીવની દૃષ્ટિ શુભ છે તે સમ્યગ્દષ્ટિ.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- દર્શનમોહનીય કર્મ ક્ષીણ થયે છતે જીવ સમ્યગ્દર્શની નથી કહેવાતો, કિંતુ સમ્યગ્દષ્ટિ જ કહેવાય છે. (સમ્યગ્દર્શન જેને હોય તે સમ્યગ્દર્શની. આ વ્યાખ્યા પ્રમાણે ક્ષણ દર્શનમોહનીય જીવમાં સમ્યગ્દર્શન ન હોય. પણ સમ્યગૂ છે દૃષ્ટિ જેની એવી વ્યાખ્યાના આધારે સમ્યગ્દર્શન હોય. કેમકે દૃષ્ટિ અને દર્શન એ બંને શબ્દનો અર્થ એક જ છે. આથી સમ્યગ્દર્શની શબ્દ અને સમ્યગ્દષ્ટિ શબ્દમાં માત્ર વ્યુત્પત્તિનો ભેદ છે. પદાર્થમાં ભેદ નથી.) આથી પૂર્વપક્ષીના કથનમાં સિદ્ધસાધ્યતા છે. (જે સિદ્ધ થયેલું હોય એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો તે ન્યાયશાસ્ત્ર પ્રમાણે સિદ્ધસાધ્યતા નામનો દોષ છે.)
ક્ષીણ દર્શનમોહ જીવ શું રૂપી છે? ના, એમ ઉત્તર કહે છે- (રૂપી નથી) અરૂપી છે.
જેને રૂપ ન હોય તે અરૂપી. આ પ્રમાણે સર્વ (રસ-ગંધ-સ્પર્શ આદિ) ધર્મ આદિમાં પ્રશ્નોત્તરી કરવી અને (રસ આદિનો) નિષેધ કરવો. આત્મા રૂપ આદિ ધર્મથી યુક્ત નથી. આત્મા અરૂપી છે. જો કે છબસ્થ ૧. બાદિ શબ્દથી પર્યાયો સમજવા.