________________
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ (૩) સાધન– જેનાથી જીવ સિદ્ધ કરાય તે સાધન. જીવ કોનાથી સિદ્ધ કરાય છે? એવા પ્રશ્નનો ઉત્તર કહેવાય છે- જીવ બીજા વડે સિદ્ધ કરાતો નથી. કારણ કે સદાય રહેલો છે. અથવા બાહ્ય (કર્મરૂપ) પુગલોની અપેક્ષાએ દેવ આદિ જીવ પુદ્ગલોથી સિદ્ધ કરાય છે, અર્થાત્ પુદ્ગલો વડે જીવ સ્વસ્થાને લઈ જવાય છે.
(૪) અધિકરણ અધિકરણ એટલે આધાર. આત્મા શેમાં રહે છે? નિશ્ચયનયથી આત્મા આત્મામાં રહે છે. કારણ કે પોતાનામાં રહેલો છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્મા શરીર-આકાશ આદિમાં રહેલો છે. આત્મા શરીર આદિમાં રહેવા છતાં પોતાના સ્વરૂપથી રહિત બનતો નથી.
(૫) સ્થિતિ– આત્મા જીવસ્વરૂપે કેટલો કાળ રહે છે? ભવચક્રની અપેક્ષાએ સર્વકાળે જીવસ્વરૂપે રહે છે. દેવાદિના ભવોને આશ્રયીને જ્યાં જેટલી આયુષ્યની સ્થિતિ હોય ત્યાં તેટલો કાળ રહે છે.
(૬) વિધાન– વિધાન એટલે પ્રકાર. જીવો કેટલા પ્રકારના છે? જીવના ત્ર-સ્થાવર આદિ ભેદો છે, એ પ્રમાણે બાકીના ભેદો પણ સિદ્ધાંતને અનુસરનારી બુદ્ધિથી પરમ ઋષિઓના પ્રવચનને જોઈને કહેવા. ગ્રંથ ગૌરવના ભયથી ભાગ્યકારે બતાવ્યા નથી.
સમ્યગ્દર્શનમાં નિર્દેશ આદિ દ્વારોથી વિચારણા (૧) નિર્દેશ-તથા જેના માટે (સમ્યગ્દર્શનાદિ માટે) શાસ્ત્રની પ્રવૃત્તિ છે તેમાં (સમ્યગ્દર્શનાદિમાં) પણ નિર્દેશ આદિની યોજનાને કરતા ભાષ્યકાર કહે છે - “સમ્પર્શનપરીક્ષાયામ્' ઇત્યાદિ, જ્યારે સમ્યગ્દર્શનનું નિરીક્ષણ કરાય છે ત્યારે પણ સમ્યગ્દર્શન શું ગુણ છે? શું ક્રિયા છે? શું દ્રવ્ય છે? એમ પ્રશ્ન કર્યો છતે નિર્દેશો થાય છે. અહીં ઉત્તર કહેવાય છે- સમ્યગ્દર્શન દ્રવ્ય છે. પ્રશ્ન- કેવી રીતે?
ઉત્તર– જીવવડે શુભાધ્યવસાય વિશેષથી જે પુદ્ગલો વિશુદ્ધ કરીને દરેક સમયે ભોગવાય છે તે (કર્મના) પુદ્ગલો સમ્યગ્દર્શનનું નિમિત્ત છે.