________________
૯૧
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ અર્થાત્ દરેક પદાર્થની સત્તા અવશ્ય હોય છે, તો પણ બીજી ક્રિયાનો અધ્યાહાર ન કરવો જોઇએ. તેથી મતિ એ પ્રમાણે કહે છે.
આટલા વર્ણનથી સૂત્રના સમુદિત અર્થનું વ્યાખ્યાન કર્યું. હવે સૂત્રના અવયવાર્થનું વ્યાખ્યાન કરતાં ભાષ્યકાર કહે છે- “તથા' ઇત્યાદિ, નિર્દેશ વગેરે વ્યાખ્યાદ્વારો જે રીતે વિચારાય છે તે રીતે કહેવાય છે.
(૧) નિર્દેશ– નિર્દેશ એ પદ વ્યાખ્યાન કરવા યોગ્ય અવયવનો ઉલ્લેખ છે. 'નિર્દેશ ઉદ્દેશ પૂર્વક હોય છે. આથી પ્રશ્ન થાય તો નિર્દેશ ઘટે. આથી નિર્દેશનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી જ ભાષ્યકાર ઉદ્દેશને કહે છે- જે નીવઃ તિ, જીવ શું દ્રવ્ય છે? ગુણ છે? ક્રિયા છે? એવો પ્રશ્ન થયે છતે નિર્દેશને કહે છે- સૌપમાવિ ઇત્યાદિ, હવે કહેવાશે તે ઔપશમિક વગેરે ભાવો છે. કેમકે આત્મા તે પ્રમાણે (ઉપશમ આદિ રૂપે) થાય છે. ઔપશમિક આદિ ભાવોથી યુક્ત જીવ દ્રવ્ય છે. જીવમાત્ર દ્રવ્ય જ છે એમ નહિ, તથા કેવળ ભાવસ્વરૂપ પણ નથી, કિંતુ દ્રવ્ય અને ભાવ એમ ઉભયસ્વરૂપ છે, અર્થાત્ જીવ દ્રવ્ય છે અને ઔપશમિક આદિ ભાવોથી યુક્ત પણ છે. આ રીતે જ જીવમાં સ્વામિત્વ વગેરે અનુયોગદ્વારો વિચારવા યોગ્ય છે. આથી ભાષ્યકારે જીવમાં સ્વામિત્વ વગેરે અનુયોગદ્વારો બતાવ્યા નથી. પણ અમે બતાવીએ છીએ.
(૨) સ્વામિત્વ- સ્વામી એટલે માલિક. સ્વામીનો ભાવ તે સ્વામિત્વ. જીવ કોનો સ્વામી છે? અથવા જીવના કોણ સ્વામી છે? એવા પ્રશ્નનો ઉત્તર કહેવાય છે. પ્રસ્તુત એક જીવ ધર્મ વગેરે અસ્તિકાયોનો સ્વામી છે. કારણ કે જીવ બધામાં મૂછ કરે છે, બધાને પ્રાપ્ત કરે છે, બધાનો પરિભોગ કરે છે, અથવા બધાને શરીરરૂપે ગ્રહણ કરે છે, આથી જીવ બધાનો સ્વામી છે. જીવના પણ તેના પ્રત્યે મૂછી કરનારા જીવો સ્વામી થાય છે. ૧. નિર્દેશ એટલે વસ્તુનું વિશેષથી વર્ણન કરવું. ઉદ્દેશ શબ્દના કેવળ નામથી ઉલ્લેખ કરવો, પ્રશ્ન કરવો વગેરે અનેક અર્થો છે. તેમાં અહીં ઉદ્દેશ શબ્દ પ્રશ્ન અર્થમાં છે. ઉદ્દેશને કહે છે એટલે પ્રશ્નને કહે છે