________________
૯૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭ ટીકાર્થ– કેવળ નિર્દેશ આદિને જ કહે છે એમ નહિ, કિંતુ સંબંધવાળા વાક્યનું પણ સમર્થન કરે છે. મિશ્ર ઈત્યાદિ, આ નિર્દેશ આદિથી અને
શબ્દથી પ્રમાણ, નય, સત્ આદિથી તત્ત્વોનો વિસ્તારથી બોધ થાય છે. પશ્ચ(=એમનાથી) એમ સામાન્ય શબ્દનો નિર્દેશ કરવામાં વિશેષનો બોધ ન થાય. આથી વિશેષ અર્થ માટે કહે છે- નિર્વેશામિક
તિ, નિર્દેશાદિ શબ્દથી સામાન્ય સ્વરૂપ કહેવા છતાં નિયતસંખ્યાનું જ્ઞાન થતું નથી. સમાસમાં કથન અસ્પષ્ટ જ હોય એ પ્રસિદ્ધ છે. (એથી) સૂત્રથી પણ નિયતસંખ્યાની સંભાવના થઈ શકતી નથી. આથી પબિ: એમ કહ્યું. મિએમ કહેવા છતાં શું આ છ વ્યાખ્યાના દ્વારો છે કે નહિ એવી જે આશંકા તેને દૂર કરવા માટે કહે છે- અનુયોદિ: આ છ વ્યાખ્યાના દ્વારો(=ઉપાયો) છે, અર્થાત્ વ્યાખ્યાના અન્ય પ્રકારો છે. આ અનુયોગદ્વારો બધાં જ તત્ત્વોનાં છે કે નહિ? એવી આશંકાને દૂર કરવા માટે કહે છે“સર્વેષામ્' તિ, બધાય તત્ત્વોના અનુયોગદ્વારો છે. “બધાયના” એમ કહેવા છતાં સર્વ શબ્દથી ભાવનું ગ્રહણ કર્યું નથી. તેથી તેનું નિરાકરણ કરવાની ઇચ્છાથી કહે છે- “માવાનામ્ તિ, અભાવમાં પ્રયત્ન કરવો એ વ્યર્થ છે. આથી આ વિવરણ અભાવ સંબંધી નથી એમ કહે છે. ભાવો પણ અન્યદર્શનોને અભિમત છે, પણ અતત્ત્વ રૂપ છે. આથી ગીવાનાં તસ્વીનામ્ એ બે વિશેષણોનો ઉલ્લેખ કર્યો છે. નિર્દેશ આદિથી જીવાદિ તત્ત્વોનું નિરૂપણ સંક્ષેપથી છે કે વિસ્તારથી છે? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે- “
વિન્ધશ: તિ, પ્રત્યય બધા કારકમાં લાગે છે. અહીં ત્રીજી વિભક્તિમાં છે, અર્થાત્ વિવિધ રીતે. વિસ્તરે એવા પદથી આને કહે છે, અર્થાત્ વિવિધ રીતે વિસ્તારથી જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે.
નિર્દેશ આદિ છ દ્વારોથી તત્ત્વોનો બોધ નિર્દેશાદિક અનુયોગ દ્વારોથી ભાવસ્વરૂપ જીવાદિ સર્વતત્ત્વોનો વિવિધ રીતે વિસ્તારથી એમ કહેવા છતાં જો પૂર્વસૂત્રથી અધિગમ એ પદની અનુવૃત્તિ ન હોય તો વાક્ય અધૂરું જ રહે. આથી પૂર્વસૂત્રથી અધિગમપદની અનુવૃત્તિ હોવાથી કહે છે- “ધામ:”રૂતિ. પદાર્થ સત્તા વિના હોતો નથી,