________________
સૂત્ર-૭ શ્રી સ્વાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૦૧ આધાર સમ્યગ્દર્શન જેમાં સમવાય(=અભેદ) સંબંધથી રહ્યું છે તે આત્મા છે. ઉપચારથી(=વ્યવહારથી) સમ્યગ્દર્શન પરમાં હોય. સમ્યગ્દષ્ટિ જીવ જે અશ્વ આદિ ઉપર રહેલો છે તે અશ્વાદિમાં પણ સમ્યગ્દર્શન છે. આત્મા અને પર એમ ઉભયની વિવક્ષા કરવામાં આવે તો સમ્યગ્દર્શન આત્મામાં અને પરમાં એમ બંનેમાં રહેલું છે.
આ ત્રણ પ્રકારને જ બતાવવા ભાષ્યકાર કહે છે- આત્મન્નિધાનેર ફત્યાતિ, આત્મસંનિધાનથી સમ્યગ્દર્શન આત્મામાં જ રહેલું છે. પરસંનિધાનથી સમ્યગ્દર્શન બીજામાં રહેલું છે. આ વિકલ્પમાં સમ્યગ્દર્શન આત્મામાં રહેલું હોવા છતાં વિવક્ષિત કરાતું નથી. સંનિધાનથી આત્મામાં અને પરમાં એમ બંનેમાં રહેલું છે. આત્મસંનિધાન એ પદના અર્થને ભાષ્યકાર મિત્ર થઈને કહે છે- આત્મસંનિધાન એટલે અત્યંતરસંનિધાન. આત્મા જ આધાર તે આત્મસંનિધાન. (અહીં સંનિધાન શબ્દનો આધાર અર્થ કર્યો છે તે ખ્યાલ રાખવાની જરૂર છે. એથી ત્રણ આધારનો સીધો અર્થ આત્માધાર, પરાધાર અને ઉભયાધાર એવો થાય.) આત્મસંનિધાનને અતિશય પ્રસિદ્ધ શબ્દથી અત્યંતર સંનિધાન એમ કહ્યું છે. આંતર એટલે સમ્યગ્દર્શનની નજીક. (આથી આત્મસંનિધાન એટલે નજીક એવો આધાર. આત્મા અત્યંત નજીક છે. આથી આત્મસંનિધાન, અત્યંતરસંનિધાન અને આસન્નસંનિધાન એ બધાનો એક જ અર્થ છે. આત્મા સમ્યગ્દર્શનનો નજીકનો આધાર છે.)
પરસંનિધાન એવા શબ્દના અર્થનું વિવરણ કરે છે- વાસન્નિધાનમ, આસન વગેરે બાહ્ય છે. જ્યાં રહેલાને સમ્યગ્દર્શન થાય તે બાહ્યસંનિધાન છે. એ પ્રમાણે ઉભયની વિચારણા કરવી.
આત્મા જ દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ છે હવે ત્રણ પ્રકારના આધારનું વર્ણન કર્યું છતે બીજાને આ જ (-ત્રણ પ્રકારના આધારનું વર્ણન જ) સંદેહનું કારણ થયું કે- તો પછી સમ્યગ્દર્શન ક્યાં છે? આથી પૂછે છે-મિન સીનમ્ ? સમ્યગ્દર્શન શેમાં છે?