________________
સૂત્ર-૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૭૭ અરૂપી છે. પંચાસ્તિકાય સ્કંધ સ્વરૂપ છે. સમ્યગ્દર્શન નોસ્કંધ, નોગ્રામ છે. નો શબ્દ દેશવાચી છે, અર્થાત્ સમ્યગ્દર્શન સ્કંધ પણ નથી અને સ્કંધ રહિત પણ નથી. તેમ ગ્રામમાં સમજવું.
સ્વામિત્વ- પ્રશ્ન સમ્યગ્દર્શન કોને હોય ? ઉત્તર- સમ્યગ્દર્શન આત્મસંયોગથી, પરસંયોગથી અને ઉભય સંયોગથી થાય છે એમ કહેવું. આત્મસંયોગથી સમ્યગ્દર્શન જીવનું છે. પરસંયોગથી સમ્યગ્દર્શન જીવનું, અજીવનું, બે જીવોનું, બે અજીવોનું અને ઘણાં જીવોનું, ઘણાં અજીવોનું એવા વિકલ્પો છે. ઉભય સંયોગથી જીવનું, નો જીવનું. બે જીવનું, બે અજીવનું. ઘણાં જીવોનું અને ઘણાં અજીવોનું એવા વિકલ્પો નથી. બાકીના વિકલ્પો છે. સાધન– પ્રશ્ન– સમ્યગ્દર્શન કોનાથી થાય ?
ઉત્તર– સમ્યગ્દર્શન નિસર્ગથી કે અધિગમથી થાય છે એમ પૂર્વે કહ્યું છે. તેમાં નિસર્ગ પૂર્વે કહેવાઈ ગયો છે. અધિગમ એટલે સમવ્યાયામ. ઉભય (નિસર્ગ અને અધિગમ એમ ઉભય) પણ દર્શનાવરણીયકર્મના ક્ષયથી, ઉપશમથી કે ક્ષયોપશમથી થાય છે.
અધિકરણ- આત્મસશિયાન, પરસમિયાન અને ઉભયસન્નિધાનની અપેક્ષાએ અધિકરણ ત્રણ પ્રકારનું કહેવું. આત્મસન્નિધાન એટલે અત્યંતરસન્નિધાન. પરસન્નિધાન એટલે બાહ્યસન્નિધાન. ઉભયસન્નિધાન એટલે બાહ્ય અને અત્યંતર એમ બંને સક્રિયાનોનું મિશ્રણ. પ્રશ્ન- સમ્યગ્દર્શન કોનામાં હોય? ઉત્તર– સમ્યગ્દર્શન આત્મસન્નિધાનમાં, પરસન્નિધાનમાં અને ઉભયસરિધાનમાં હોય છે. આત્મસરિધાનમાં એટલે જીવમાં સમ્યગ્દર્શન હોય, એ રીતે જ્ઞાન જીવમાં હોય છે, ચારિત્ર જીવમાં હોય છે વગેરે જાણવું. બાહ્યસન્નિધાનની અપેક્ષાએ જીવમાં સમ્યગ્દર્શન હોય, નોજીવમાં સમ્યગ્દર્શન હોય. આ વિકલ્પોને પહેલા કહ્યું તેમ જાણી લેવા.
૧૧
૭.