________________
સૂત્ર-૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૬૩
ભાવજીવ હવે ભાવજીવને આશ્રયીને કહે છે- જે ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદયિક અને પારિણામિક ભાવથી યુક્ત હોય અને ઉપયોગ રૂપ લક્ષણવાળા હોય તે ભાવજીવો છે.
પ્રશ્ન- ઉદ્દેશ માવગીવ એ પ્રમાણે એકવચનમાં કર્યો અને નિર્દેશ નીવા: એમ બહુવચનમાં કર્યો તેનું શું કારણ છે ?
ઉત્તર– એક પુરુષવાદનું ખંડન કરવા માટે આમ કર્યું છે. કેટલાકો કહે છે કે પુરુષ પ્રવેવમ્ ઈત્યાદિ, “આ પ્રત્યક્ષ જણાતું ચેતન અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયું છે અને જે ભવિષ્યકાળમાં થવાનું છે તે સર્વ આત્મા જ છે.”
માવતઃ એ સ્થળે ત{ પ્રત્યય ત્રીજી વિભક્તિના અર્થમાં છે. ભાવોની સાથે જ રહે છે તે ભાવજીવો છે. આથી જ પમિ ઇત્યાદિથી કહે છે- ઔપથમિક, ક્ષાયિક, લાયોપશમિક, ઔદયિક અને પરિણામિક ભાવવાળા તથા ઉપયોગ લક્ષણવાળા ભાવજીવો છે. ભાવજીવો સંસારી અને મુક્ત એમ બે પ્રકારના આગળ કહેવાશે.
ઔપથમિક આદિ ભાવોનું લક્ષણ અને આવા ક્રમથી કહેવાનું પ્રયોજન બીજા અધ્યાયના પ્રથમ સૂત્રમાં મૌમિક્ષાયિૌ ભાવૌ એ સ્થળે કહીશું.
ઔપથમિક આદિ ભાવોથી યુક્ત એમ કહીને સ્વભાવરહિત જીવવાદનો છેદ કર્યો. કેટલાકો કહે છે કે- “નિઃસ્વભાવ: ગીવા: સંવૃતૈ: સન્ત:' આવરણવાળા થયા છતાં જીવો (જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ) સ્વભાવથી રહિત બને છે. બીજાઓ કહે છે કે- જીવો અકાર્ય કરવાના સ્વભાવવાળા છે. ઉપયોગ રૂપ લક્ષણવાળા એટલે સાકાર અને નિરાકાર જ્ઞાનરૂપ લક્ષણવાળા. તે જીવો એક જ પ્રકારના નથી, કિંતુ સંસારી અને મુક્ત એમ બે પ્રકારના છે. જેમને સંસાર હોય તે નારક વગેરે જીવો સંસારી છે. સંસારનું લક્ષણ પૂર્વે (ત્રીજા સૂત્રના ભાષ્યની ટીકામાં) કહી