________________
૬૨
સૂત્ર-૫
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ આકાશમાં ઈન્દ્રધનુષ્ય આદિમાં રહેલા સાદિપારિણામિકનો વ્યવચ્છેદ કરવા અહીં અનાદિ શબ્દનું ગ્રહણ કર્યું છે. ગુણ-પર્યાયોથી રહિત અને અનાદિ પારિણામિક ભાવથી યુક્ત જીવ કલ્પનાથી કલ્પિત હોવાના કારણે માત્ર દ્રવ્યથી હોવાથી દ્રવ્ય કહેવાય છે. પરમાર્થથી આવી કલ્પનાનો કોઈ વિષય નથી. કેમકે ગુણ-પર્યાયથી રહિત જીવનો વંધ્યાપુત્રની જેમ સંભવ નથી.
ભૂતપર્યાય અને ભાવિપર્યાયની યોગ્યતા જેનામાં હોય એ દ્રવ્ય છે એવું દ્રવ્યનું લક્ષણ અહીં ઘટતું નથી એમ માનતા ભાષ્યકાર કહે છેઅથવા આતદ્રવ્યજીવ એ) ભાંગો શૂન્ય છે, અર્થાત્ વિષયથી રહિત છે. આ જ વિષયને ભાષ્યકાર સ્પષ્ટ કરે છે- જે પદાર્થ અજીવ હોવા છતાં ભવિષ્યમાં જીવ થાય છે( જીવ થવાની યોગ્યતા ધરાવતું હોય) તે દ્રવ્યજીવ છે. કારણ કે તે ભાવિજીવનું કારણ છે. જો આ પ્રમાણે હોય તો પણ તેમાં શો દોષ છે? એવા પ્રશ્નનો ઉત્તર કહે છે. આ અનિષ્ટ જ છે. કારણ કે જો અજીવ જીવ બની જતો હોય તો જીવ પણ અજીવ બને. આમાં સિદ્ધાંતવિરોધ છે. (ક્યારેય જીવ અજીવ બનતો નથી અને અજીવ જીવ બનતો નથી.)
પૂર્વપક્ષ આ પ્રમાણે પણ વિરોધ જ છે. કારણ કે કહ્યું છે કે- “જ્યાં જે નિક્ષેપાને જાણે ત્યાં બધા નિક્ષેપાને કહે અને જ્યાં બધા નિક્ષેપાને ન જાણે ત્યાં પણ ચાર નિક્ષેપાને કહે.” (અનુયોગદ્વાર ગાથા-૧)
આ પ્રમાણે ચાર નિક્ષેપાની જે વ્યાપકતા કહી છે તેનો વિરોધ છે. ઉત્તરપક્ષ–એ વ્યાપકતા બહુલતાની(=મોટા ભાગે થવાની) અપેક્ષાએ છે. અન્ય સર્વ પદાર્થોમાં પ્રાયઃ સંભવે છે. અહીં પણ જે જીવ જીવ પદાર્થને જાણનાર છે અને તેનામાં ઉપયોગથી રહિત છે તે જીવ દ્રવ્યજીવ છે એમ દ્રવ્યજીવ ઘટી શકે છે. અજીવમાં જીવરૂપે બનવાની યોગ્યતા રૂપ દ્રવ્યત્વને આશ્રયીને ભાષ્યકારે દ્રવ્યજીવનો નિષેધ કર્યો છે.