________________
સૂત્ર-૫
શ્રી તત્ત્વાષિગમસૂત્ર અધ્યાય-૧
૬૧
સહસ્રાક્ષ=ઇન્દ્ર નથી, શૂલપાણી=શંકર નથી, મયૂરવાહન=કૃષ્ણ નથી, તેનાથી અત્યંત ભિન્ન સ્વરૂપવાળી અન્ય પણ નથી જ, કિંતુ તેની સમાન સ્વરૂપવાળી છે તેવી પ્રતીતિ થાય છે.
ઇન્દ્ર=દેવોનો અધિપતિ, રુદ્ર=શંકર, સ્કંદ=સ્કંદકુમાર, વિષ્ણુ= મહાદેવ(કૃષ્ણ).
રુદ્ર આદિને શાસ્ત્રમાં દેવો કહ્યા નથી. અહીં લોકરુઢિથી(=લોકમાં દેવ તરીકે મનાય છે તેથી) દેવ તરીકે ઉલ્લેખ કર્યો છે. જેવી રીતે ઇન્દ્ર આદિની સ્થાપિત કરાયેલી મૂર્તિ ઇન્દ્ર છે (આ ઇન્દ્ર છે) એમ વ્યવહાર કરાય છે તેમ કાષ્ઠ આદિમાં સ્થાપિત કરેલી જીવની આકૃતિ પણ જીવ છે(=આ જીવ છે) એવો વ્યવહાર કરાય છે.
દ્રવ્યજીવ
હવે દ્રવ્યજીવને કહે છે- બુદ્ધિથી(=સ્વમતિ કલ્પનાથી) સ્થાપિત કરાયેલ, ગુણપર્યાયોથી રહિત અને અનાદિ પારિણામિક ભાવથી યુક્ત જીવ દ્રવ્યજીવ કહેવાય છે.
દ્રવ્યનીવ રૂતિ એ સ્થળે રહેલ કૃતિ પદ પ્રકાર અર્થમાં છે. પૂર્વે જે (દ્રવ્ય) પ્રકારનો ઉલ્લેખ કર્યો છે તે કહેવાય છે.
ગુણ— જીવની સાથે રહેનારા ચૈતન્ય અને સુખ વગેરે ગુણો છે. પર્યાય—જીવની સાથે ક્રમથી રહેનારા તિર્યંચ, મનુષ્ય વગેરે પર્યાયો છે. પ્રશ્ન– દ્રવ્ય અને ગુણ આદિનો અભેદ માનવામાં આવ્યો છે. તો જીવ ગુણ-પર્યાયોથી રહિત કેવી રીતે હોઇ શકે ?
ઉત્તર– ગુણાદિનો ભેદ બુદ્ધિથી કલ્પેલો છે. (૫૨માર્થથી ભેદ નથી.)
જીવના જ વિશેષણને કહે છે- અનાદિ માસિક ભાવથી યુક્ત. ઔયિક આદિ ભાવ પણ હોય છે. તેની વચ્ચેટ કરવા અહીં પારિણામિક એવા શબ્દનું ગ્રહણ કર્યું છે