________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫ નામવાળા છે. દા.ત. ઘટ પદાર્થ, ઘટ શબ્દ અને ઘટનું જ્ઞાન એ ત્રણેમાં ઘટ એ સમાન અભિધેયથી શબ્દથી વાચ્ય છે.
સ્થાપનાજીવ હવે : વાઇપુત ઇત્યાદિથી સ્થાપનાજીવને કહે છે- કાઇ એટલે લાકડું. પુસ્ત એટલે પુત્રી આદિએ સૂતરના ટુકડા આદિથી બનાવેલી ઢીંગલી, ચિત્રકાર આદિએ આલેખેલું ચિત્ર, ચંદનકની શાસ્ત્રમાં અક્ષ એવી સંજ્ઞા છે. (જૈન સાધુઓ સ્થાપનાચાર્ય તરીકે જેનો ઉપયોગ કરે છે તે ચંદનકને શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે અક્ષ કહેવામાં આવે છે, અર્થાત અક્ષ અને ચંદનક એ બંનેનો સમાન અર્થ છે.) નિક્ષેપ એટલે રચના કે વિન્યાસ. નિક્ષેપવિષ પદમાં રહેલ આદિ શબ્દ 8પુસ્તવિત્રવર્ષ એ સ્થળે પણ જોડવો. તેથી અર્થ આ પ્રમાણે થાય- કાષ્ઠ, પુસ્ત અને ચિત્રકર્મ વગેરે કે જે સદ્દભાવ સ્થાપના રૂપ છે તેમનામાં, અને અક્ષનિક્ષેપ વગેરે કે જે અસદ્દભાવ સ્થાપના રૂપ છે, તે ઘણી વસ્તુઓમાં જીવ એવી સ્થાપના કરવામાં જીવ એ પ્રમાણે જીવનો આકાર રચવામાં આવે તે સ્થાપનાજીવ કહેવાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે- શરીરયુક્ત આત્માનો જે આકાર જોવામાં આવ્યો છે તે આકાર તેમાં(=સ્થાપનામાં) પણ જોવામાં આવે છે એથી તે સ્થાપનાજીવ કહેવાય છે. પ્રશ્ન- અક્ષનિક્ષેપમાં જીવનો આકાર નથી.
ઉત્તર- જો કે બાહ્યરૂપે તેમાં જીવાકાર નથી. તો પણ રચના કરનાર પુરુષ બુદ્ધિથી તેમાં જીવાકારને રચે છે. આથી જ સ્થાપના નામનિક્ષેપાથી અને દ્રવ્યનિક્ષેપાથી ઘણી ભિન્ન છે. કારણ કે નિક્ષેપો કરાતી વસ્તુ(=જેમાં સ્થાપના કરાઈ રહી છે તે વસ્તુ) નથી શબ્દ અને નથી તો ભાવરહિત દ્રવ્ય, કિંતુ તે વસ્તુમાં જે આકાર છે તે આકારમાત્ર વિવક્ષિત છે. - “રેવતાપ્રતિકૃતિવ” ઈત્યાદિથી સ્થાપનાજીવને દૃષ્ટાંતથી વિચારે છે. તેવતાપ્રતિતિવત્ એટલે દેવની મૂર્તિની સમાન. તે મૂર્તિ સાક્ષાત્