________________
સૂત્ર-૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૫૯ અર્થમાં છે. “નામનીવ' ઇત્યાદિ નામથી જ જીવ તે નામજીવ, અર્થાત્ જીવ એવો શબ્દ એ નામ જીવ છે. જીવના આકારવાળી તસવીર સ્થાપનાજીવ છે. જીવના ગુણોથી રહિત જીવ દ્રવ્યજીવ છે. જીવના ગુણોથી યુક્ત જીવ ભાવજીવ છે.
આ પ્રમાણે ચારેય તત્ત્વ છે. કેમકે ચારેયથી અર્થની અને અનર્થની સિદ્ધિ થાય છે. અથવા એક જ જીવમાં ચાર ઘટે છે. તેમાં જીવ એવો જે શબ્દ પ્રવર્તે છે તે નામજીવ છે. હાથ આદિ અવયવોની રચના રૂપ આકાર તે સ્થાપનાજીવ છે. વિવલાથી જ્ઞાનાદિ ગુણોથી રહિત જીવ દ્રવ્યજીવ છે. જ્ઞાનાદિ ગુણોના પરિણામવાળો જીવ ભાવજીવ છે.
હવે જીવના વિશેષણ તરીકે ગ્રહણ કરેલા નામ આદિના પોતાના અર્થને લક્ષ્યમાં નામ ઈત્યાદિથી બતાવે છે. નામ કોને કહે છે? સંજ્ઞા અને નામકરણ એકાWક છે, અર્થાત્ આ શબ્દથી આ વસ્તુ કહેવાય છે એ પ્રમાણે કોઈ પણ વસ્તુની સંજ્ઞા એ નામ છે. આ જ વિષયને વેતનવત: ઇત્યાદિથી ભાષ્યકાર કહે છે- ચેતના એટલે જ્ઞાન. ચેતના જેને હોય તે ચેતનાવાળો. તેનાથી વિપરીત =ચેતનાથી રહિત) અચેતન છે. ગુણ અને ક્રિયામાં પણ નામ આદિ ચાર પ્રવર્તે છે ઘટે છે માટે અહીં
દ્રવ્યનો” એમ બતાવ્યું છે કહ્યું છે. અથવા દ્રવ્ય વિના ગુણક્રિયા ન હોય આથી દ્રવ્યની પ્રધાનતા બતાવવા માટે “દ્રવ્યનો” એમ કહ્યું છે. આથી અહીં દ્રવ્યની વિચારણા નથી કરાતી. વ્યવહાર ચલાવવા માટે જીવ એવો સંકેત કરાય છે. નવ રૂતિ એ સ્થળે રહેલા રૂતિ શબ્દથી પોતાના સ્વરૂપમાં રહેલો (ગ, વ, એવો) જીવ શબ્દ સ્થાપિત કરાય છે. જીવ એવો જે ધ્વનિ, એ ધ્વનિથી વાચ્ય અર્થ, દ્રવ્યના નામ તરીકે જોડવામાં આવે તે નામજીવ છે. સ એવા પ્રયોગથી ચેતન દ્રવ્યમાં કે અચેતન દ્રવ્યમાં સ્વેચ્છાથી જે જીવ શબ્દ નામ તરીકે જોડવામાં આવ્યો હોય તેને બતાવે છે. તે શબ્દ “નામજીવ’ એમ કહેવાય છે. અર્થ=વસ્તુ (પદાર્થ). અભિધાન=વસ્તુનું નામ. પ્રત્યય જ્ઞાન. આ ત્રણે સમાન