________________
૫૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૫
धिगमार्थ'मिति तत्त्वस्य-परमार्थस्य भावस्याधिगमो-ज्ञानं तदर्थं 'न्यासः कार्य' इति, बुद्धिमता मुमुक्षुणा निक्षेपः कार्य इत्यर्थः ॥१-५॥
ટીકાર્થ- નામાદિ વડે જીવાદિનો નિક્ષેપ(સ્થાપન) કરવો જોઈએ. સૂત્રનો આ સંક્ષિપ્ત અર્થ છે. આને જ પ્રગટ કરતા ભાષ્યકાર કહે છે- આ નામાદિ ચાર અનુયોગ દ્વારોથી જીવાદિ તત્ત્વોનો નિક્ષેપ થાય છે. અહીં નામાદિના ઉપલક્ષણનો વ્યવચ્છેદ કરવા ચાર સંખ્યા કહી છે, અર્થાત્ નામ આદિ ઉપલક્ષણ છે એમ સમજીને કોઈ વધારે સંખ્યા ન ગ્રહણ કરે એ માટે “વતુપ ” એ પ્રમાણે ચાર સંખ્યા જણાવી છે. આ ચારથી જ.
અનુયોગદ્વાર– અનુયોગ એટલે સકળગણિપિટકની(=દ્વાદશાંગીની) વ્યાખ્યા. તેનાં દ્વારો એટલે તેને જાણવાના ઉપાયો. નિક્ષેપ થાય છે, અર્થાત્ વિરચના(=વિભાગ) કરવી જોઈએ.
નામાદિ ચારનો નિક્ષેપ પ્રારંભમાં શા માટે કહે છે એવા પ્રશ્નના ઉત્તરને ભાષ્યકાર કહે છેવિસ્તરે રૂઢિ, વિસ્તારપૂર્વક લક્ષણથી અને પ્રકારથી જાણવા માટે નામાદિ ચારનો નિક્ષેપ પ્રારંભમાં કહે છે. લક્ષણથી અને પ્રકારથી આગળ વિસ્તારથી કહીશું. પૂર્વે જે કહ્યું હતું તેમાં લક્ષણ અને પ્રકારથી પણ કહેવામાં પોતાના ભેદો પ્રભેદોથી વિસ્તારથી જાણવા માટે નામાદિ ચારનું પ્રારંભમાં કથન છે. તેમાં પણ ઉપયોગ જીવનું લક્ષણ છે, જીવો સંસારી અને મુક્ત એમ બે પ્રકારના છે. ઈત્યાદિમાં ઉપયોગ, ચાર ભેદ, સંસાર ઇત્યાદિ શબ્દોની નામાદિના નિક્ષેપપૂર્વક વ્યાખ્યા કરવા વડે વિસ્તારથી જાણવા માટે નામાદિ ચારનું પ્રારંભમાં કથન છે. આ (નામાદિ નિક્ષેપ) આદિમાં(=પ્રારંભમાં) કહ્યો હોય તો બધા સ્થળે અવધારી શકાય એવો અહીં ભાવ છે. ન્યાસ શબ્દનો જ ઉલ્લેખ કરીને તેનું પર્યાયથી વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે- ચાસ: રૂત્યવિ, ન્યાસનો શો અર્થ છે? ન્યાસનો નિક્ષેપ અર્થ છે.
નામજીવ આ નામાદિ જેવી રીતે લક્ષ્યમાં અવતરે છે=ઘટે છે તે રીતે જણાવવા માટે કહે છે- તદ્યથા ઈત્યાદિ, તથા પ્રયોગ ઉદાહરણનો પ્રારંભ કરવાના