________________
૬૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-પ
દીધું છે. મુક્ત એટલે કર્મના સંબંધથી છૂટી ગયેલા. મુક્ત જીવો એક સમયસિદ્ધ વગેરે અનેક પ્રકારના છે. આ બે પ્રકારના જીવો પ્રભેદોથી સહિત બીજા અધ્યાયમાં કહેવાશે.
આ પ્રમાણે જીવમાં નામાદિ ન્યાસ બતાવીને અજીવ આદિમાં નામાદિ ન્યાસની ભલામણ કરતા ભાષ્યકાર કહે છે- વં ઇત્યાદિ, જેવી રીતે જીવમાં નામાદિન્યાસનું પ્રતિપાદન કર્યું તેવી રીતે અજીવાદિમાં પણ જાણી લેવું.
અપિ શબ્દથી તેના ધર્માસ્તિકાય આદિ ભેદોમાં પણ તેવી રીતે જાણવું. આથી જ કહે છે- બધામાં વ્યાપકરૂપે જાણવું, અર્થાત્ બધા પદાર્થોમાં નામાદિ ચારને કહેવા. જેમકે નામઅજીવ, નામધર્માસ્તિકાય વગેરે. આ પ્રમાણે સંક્ષેપથી નામાદિના સ્વરૂપનું વ્યાખ્યાન કર્યું. નામ આદિ પણ વસ્તુનો ધર્મ છે એ વિષયને સૂક્ષ્મયુક્તિઓથી સંમતિતર્ક આદિ ગ્રંથોથી જાણી લેવો.
સંક્ષેપથી અહીં બતાવવામાં આવે છે- નામ વસ્તુધર્મ છે, કારણ કે નામ વસ્તુની પ્રતીતિનું કારણ છે, લોકમાં તે રીતે(=પ્રતીતિનું કારણ છે એમ) સિદ્ધ થયેલું છે, નામની સ્તુતિ આદિમાં સુખ આદિ થાય છે, અર્થાત્ સુખાદિની અનુભૂતિ થાય છે. સ્તવનના ફળની સંગતિ થાય છે=સ્તવનનું ફળ ઘટે છે.
એ પ્રમાણે સ્થાપના પણ વસ્તુધર્મ છે. કેમકે સ્થાપના મૂળવસ્તુના ઉદ્દેશથી કરવામાં આવે છે, અર્થાત્ મૂળ વસ્તુને લક્ષમાં રાખીને કરવામાં આવે છે, મૂળ વસ્તુના ભેદથી પ્રવૃત્તિ થાય છે, અર્થાત્ સ્થાપના મૂળ વસ્તુથી જુદી છે એ રીતે સ્થાપનામાં પ્રવૃત્તિ થાય છે. (ધર્મ ધર્મીથી કથંચિત્ ભિન્ન છે.) મૂળ વસ્તુના આકારની આરાધનાથી તેના(=આકારના) નિમિત્તથી કલ્યાણની સિદ્ધિ થાય છે.
દ્રવ્ય અને ભાવ એ બે નિક્ષેપા સહેલાઇથી સમજી શકાય તેવા છે. મૂળ વસ્તુ જ દ્રવ્યરૂપ અને ભાવરૂપ બને છે. જેમકે સાધુ જ ભાવસાધુ છે. ભાવસાધુ જ દ્રવ્યદેવ છે.