________________
४८
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૪ જીવાદિના ક્રમનું પ્રયોજન જિગતમાં મુખ્ય દ્રવ્યો જીવ અને અજીવ એ બે જ છે. જીવ અને અજીવ એ બેમાં મુખ્ય દ્રવ્ય જીવ છે. આથી પહેલાં જીવદ્રવ્યનો અને પછી અજીવદ્રવ્યનો ઉલ્લેખ કર્યો છે. જીવતત્ત્વમાં અજીવન=કમ) તત્ત્વનો આશ્રવ=પ્રવેશ થાય છે. જીવતત્ત્વમાં અજીવ-કર્મ તત્ત્વનો આશ્રય થવાથી બંધ થાય છે, એટલે કે અજીવ કર્મયુગલો ક્ષીરનીરવત્ એકમેક બની જાય છે. માટે અજીવતત્ત્વ પછી આમ્રવનો અને આશ્રવ પછી બંધનો ઉલ્લેખ કર્યો છે. કર્મનો બંધ થવાથી કર્મનો ઉદય થાય છે. કર્મના ઉદયથી સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ અને દુઃખનો અનુભવ થાય છે, આમ દુઃખનું મૂળ કારણ આશ્રવ તત્ત્વ છે. આથી દુઃખ દૂર કરવા આશ્રવનો નિરોધ કરવો જોઈએ. આશ્રવનો નિરોધ એટલે સંવર. આથી આશ્રવ પછી સંવરનો ઉલ્લેખ કર્યો છે. કર્મથી સર્વથા મુક્ત બનવા જેમ આશ્રવનો નિરોધ કરવો જોઈએ તેમ પૂર્વે બંધાયેલાં કર્મોની નિર્જરા પણ કરવી જોઇએ. આથી સંવર પછી નિર્જરા તત્ત્વનો ઉલ્લેખ કર્યો છે. સંવરનિર્જરાથી આત્મા સર્વથા કર્મરહિત બને છે. આત્માની સર્વથા કર્મરહિત અવસ્થા એ મોક્ષ છે. માટે નિર્જરા પછી મોક્ષતત્ત્વનો ઉલ્લેખ કર્યો છે.]
હવે જીવાદિના લક્ષણ આદિને કહેવાનો અવસર છે. આથી ભાષ્યકાર કહે છે- જીવ-અજીવ આદિ તત્ત્વોને લક્ષણથી અને ભેદ-પ્રભેદથી વિસ્તારપૂર્વક નજીકમાં આગળ કહીશું. (૧-૪).
टीकावतरणिका- एते च जीवादयः नामादिभेदैरनुयोगद्वारैः तथा प्रत्यक्षपरोक्षाभ्यां प्रमाणाभ्यां नैगमादिभिश्च वस्त्वंशपरिच्छेदिभिर्नयैः तथा निर्देशस्वामित्वादिभिः सत्संख्याक्षेत्रादिभिश्च प्रकारैरधिगन्तव्याः, तत्र व्यापकत्वान्नामादीनामादावेभिर्निरूपयन्नाह
ટીકાવતરણિકાર્થ– આ જીવાદિ તત્ત્વોને અનુયોગના દ્વાર એવા નામાદિ ભેદોથી, પ્રત્યક્ષ-પરોક્ષ એ બે પ્રમાણોથી વસ્તુના અંશનો નિર્ણય કરનારા નયોથી, નિર્દેશ-સ્વામિત્વ આદિ અને સતુ–સંખ્યા-ક્ષેત્ર આદિ