SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ૪૭ ભાવાર્થ– દરેક પદાર્થમાં સામાન્ય-વિશેષ ઉભય રહેલા છે. આથી જ્યારે સામાન્યની મુખ્યતા રાખવામાં આવે ત્યારે તત્ત્વમ્ એ પ્રમાણે એકવચનમાં નિર્દેશ સમજવો. વિશેષોની મુખ્યતા રાખવામાં આવે ત્યારે તાનિ એમ બહુવચનમાં નિર્દેશ સમજવો. પુણ્ય-પાપનો બંધતત્ત્વમાં સમાવેશ થઈ જતો હોવાથી અહીં તે બેનું અલગ કથન નથી કર્યું. બે જ તત્ત્વમાં સર્વ તત્ત્વોનો સમાવેશ થવા છતાં સાતનો નિર્દેશ કેમ? પૂર્વપક્ષ– જો એમ છે તો આશ્રવ વગેરે પાંચ તત્ત્વો જીવ-અજીવ તત્ત્વથી ભિન્ન નથી. તેથી તે પાંચ તત્ત્વોને પણ અલગ ન કહેવા જોઇએ. પાંચ તત્ત્વોનો બેમાં સમાવેશ આ પ્રમાણે થાય- આશ્રવ જીવનો મિથ્યાદર્શનાદિ રૂપ પરિણામ છે. તે આત્માને અને પુદ્ગલોને છોડીને બીજો કોણ છે? આત્મપ્રદેશોમાં (દૂધ-પાણીની જેમ) જોડાયેલું કર્મ એ બંધ છે અને તે પુદ્ગલરૂપ છે. સંવર પણ દેશથી અને સર્વથી આશ્રવ નિરોધ રૂપ છે અને તે આત્માનો નિવૃત્તિ રૂપ પરિણામ છે. નિર્જરા તો કર્મવિનાશ રૂપ હોવાથી સ્વશક્તિથી જીવ-કર્મોના ભેદને જણાવે છે. મોક્ષ પણ સર્વકર્મોથી સર્વથા રહિત આત્મ સ્વરૂપ છે. આથી નીવાળીવી તત્ત્વમ્ એટલું જ કહેવું જોઇએ. ઉત્તરપક્ષ આ પ્રમાણે આ સત્ય છે. પણ અહીં શિષ્યની મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય એ મુખ્ય વિષય પ્રસ્તુત છે. કોનો શેમાં સંગ્રહ થાય એ કથન અહીં પ્રસ્તુત નથી. તેથી જ્યારે એમ કહેવામાં આવે કે આશ્રવ-બંધ એ બંનેય મુખ્ય તત્ત્વો સંસારનું કારણ છે, અને સંવર-નિર્જરા એ બે મોક્ષનું કારણ છે, ત્યારે શિષ્ય સંસારના કારણનો ત્યાગ કરીને મોક્ષના કારણમાં પ્રવૃત્તિ કરે, બીજી રીતે નહિ. આથી આશ્રવ આદિ ચારનો ઉલ્લેખ કર્યો છે. મોક્ષ મુખ્ય સાધ્ય છે એ જણાવવા માટે મોક્ષનો ઉલ્લેખ કર્યો છે. અહીં પુણ્ય-પાપને કહેવામાં આ પ્રમાણે જરા પણ પ્રયોજન નથી. આનાથી જીવાદિના ક્રમનું પ્રયોજન કહેલું જાણવું.
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy