________________
૪૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૪ બંધ– આશ્રયો દ્વારા ગ્રહણ કરાયેલ કર્મનો આત્માની સાથે (દૂધપાણી જેવો) સંયોગ તે બંધ.
સંવર– ગુપ્તિ આદિથી આશ્રવને રોકવા તે સંવર. નિર્જરા– કર્મોનો વિપાકથી કે તપથી નાશ થાય તે નિર્જરા. મોક્ષ– સઘળાં કર્મોનો ક્ષયથી આત્માનું પોતાનામાં રહેવું તે મોક્ષ.
આ પ્રમાણે આ સાત પ્રકારનો પદાર્થ તત્ત્વ છે. રૂતિ શબ્દ આટલા જ પદાર્થો છે એમ નિશ્ચિત સંખ્યા જણાવવા માટે છે. “આ” એમ કહીને સાત પ્રકારનો પદાર્થ શિષ્યને વચનથી પ્રત્યક્ષ કર્યો.
સવિધ એટલે સાત પ્રકારવાળો. જણાતા હોવાથી અથવા (એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં) જતા હોવાથી અર્થ કહેવાય છે.
તત્ત્વમ્ પદનું ષ સવિથોડર્થ એ ત્રણ પદ વ્યાખ્યાન છે, અર્થાત્ આ સાત પ્રકારનો અર્થ તત્ત્વ છે.
એકવચન-બહુવચનમાં નિર્દેશ અથવા તત્ત્વમ્ એ પદ તસ્ય માવ: તત્ત્વમ્ એવી વ્યુત્પત્તિમાં કહેવું. એવી વ્યુત્પત્તિમાં તત્ત્વનો સબૂત કે પરમાર્થ એવો અર્થ થાય. આ સાત પદાર્થો સદૂભૂત છે અથવા પરમાર્થ છે. આ પ્રમાણેની વ્યુત્પત્તિમાં તત્ત્વ છે એટલે જીવાદિ પદાર્થોનો સ્વભાવ સ્વસત્તા છે એવો અર્થ થાય. જ્યારે સ્વસત્તા એવા અર્થની પ્રધાનતાથી વિવક્ષા કરાય છે ત્યારે તત્ત્વમ્ એમ એકવચનનો નિર્દેશ છે. (કારણ કે સ્વસત્તા બધા પદાર્થોમાં એક સરખી હોવાથી એક જ ગણાય.) સ્વસત્તા વિશેષ ધર્મોથી અનુવિદ્ધ(એકમેક રૂપે જોડાયેલી) હોવાથી સ્વસત્તાને ગૌણ કરવામાં આવે(=વિશેષ ધર્મોને મુખ્ય કરવામાં આવે, ત્યારે બહુવચનમાં નિર્દેશ થાય. આથી ભાષ્યકાર કહે છે- અથવા આ સાત અર્થો( પદાર્થો) તત્ત્વો છે. તે એટલે પૂર્વે પ્રત્યક્ષ કરાયેલા છે તે.વા શબ્દ વિશેષોની પ્રધાનતાની અપેક્ષાએ વિકલ્પ અર્થમાં છે.