SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત-વિરારા આ હરિભાર રાશિત ૬ ૩૫ સંપદાઓ છે. અથવા અરિહંત ભગવંતરૂપ પદય યુક્ત સ્તોતવ્ય સંપદાઓ છે અથવા અરિહંત બીજમૂલ-આલબન છે-આધાર છે.) અરિહંતભગવંતોના આત્માઓ સદા સ્તોતવ્ય જ છે. (સ્તુતિ કરવા યોગ્ય જ છે.) એમાં અહત્તાભગવત્તા જ મુખ્યત્વે ભાવ ભજવે છે. સારાંશ કે; સ્તુતિ કરવાને યોગ્ય (પાત્ર) અરિહંત ભગવંતોનો નિર્દેશ, આ સંપદામાં હોઈ એને સ્તોતવ્ય સંપદા કહેલ છે. હવે હેતુસંપદાનો નિર્દેશ કરે છે. (२) तदन्यैस्तु त्रिभिः स्तोतव्यसम्पद एव प्रधाना, साधारणा साधारणरूपा हेतुसम्पत्, यत आदि-करण-शीला एव तीर्थकरत्वेन स्वयंसम्बोधितश्चैते भवन्ति. અર્થ-સ્તોતવ્ય સંપદાના પદોથી બીજા-જુદા ત્રણ આલાપકોથી-પદોથી (“મારા નિત્યરા સાંદ્રા એ ત્રણ પદોથી) સ્તોતવ્ય સંપદાની જ (અરિહંત ભગવંતરૂપ સ્તોતવ્ય સંપદા સંબંધી જ) પ્રધાન-શ્રેષ્ઠ એવી સાઘારણ-અસાધારણ રૂપ (ગુણરૂપ) હેતુ સંપદા સમજવી. (આનું બીજું નામ “ઓઘ હેતુ સંપદા' એમ પણ કહેવાય છે. અરિહંત ભગવાનની ખાસ સ્તુતિ કરવાના સામાન્ય હેતુ જણાવવા ત્રણ પદની ઓઘ-સામાન્ય હેતુ સંપદા કહેલ છે.) - સાધારણ અસાધારણ હેતુ ઘટના-(૧) સર્વજીવોમાં આદિ કરત્વ વર્તતું હોવાથી સાધારણ (સામાન્ય) છે. કારણ કે, મોક્ષની અપેક્ષાએ આદિ-ભવમાં સર્વ જીવોને જન્માદિરૂપ પ્રપંચ કરવાનો સ્વભાવ હોય છે. તેથી આદિકરત્વ સર્વજીવ સાધારણ છે. (૨) તીર્થકરત્વ અને સ્વયંસમ્બોધ આ બંને ઘર્મો ગુણો અસાધારણ છે. વ્યક્તિગત છે, કારણ કે, (અરિહંત ભગવંતરૂપ આત્મવ્યક્તિગતજ છે.) અતઃ આ સંપદાને સાધારણાસાઘારણ રૂપ હેતુ સંપદા કહે છે. હવે અસાધારણ હેતુ સંપદાને વર્ણવે છે. (३) तदपरैस्तु चतुर्भिः स्तोतव्यसम्पद एवासाधारणरूपा हेतुसम्पत्, पुरुषोत्तमानामेव सिंहपुण्डरीकगन्धहस्तिधर्मभाक्त्वेन तद्भावोपपत्तेः, અર્થ-હેતુસંપદા (સાધારણાસાઘારણ હેતુ સમ્મદા) ના પદોથી જુદા-બીજા ચાર પદોથી (પુરિસુત્તરમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરીયાણ, પુરિસંવરગંધહસ્થીર્ણ' એ રૂપ ચાર પદવાળી) સ્તોતવ્ય સંપદાની જ અસાધારણરૂપ હેતુસંપદા જાણવી. કારણ કે; પુરૂષોત્તમો જ સિંહના ઘર્મને (નિર્ભયતા વિગેરે સમાન ઘર્મને) ભજનારા છે તથા પુંડરિક (શ્વેતકમલ) ના ઘર્મને (નિર્લેપતા, મુક્તિ, મનોહરતા વિગેરે સમાન ઘર્મને) ભજનારા છે તેમજ ગંધહસ્તીના ધર્મને (ગંધહાથી જ્યાં વિચરે છે ત્યાં એના મદથી તીવ્ર વાસનાને લીધે એ ઓળખાય છે અને એથી સામાન્ય હાથીઓ એના આગમનથી પલાયન કરી જાય છે. શ્રી તીર્થંકર દેવ પણ એ જ રીતે જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં એમના પવિત્ર જીવનની સુવાસ ફેલાય છે. અને પવિત્રતાની ૧ એ સામાન્ય હેતુઓને વધારે સ્પષ્ટ કરવા “પુરિસુત્તરમાણે પ્રમુખ ચાર પદની ત્રીજી ઈતરહેતુ (વિશેષહેતુ) સંપદા પણ કહેલ છે. તથાચ આ સંપદામાં શ્રી તીર્થકરનું વિશેષરૂપથી સ્તવન કર્યું છે. અને એથી એને ઓઘસંપદાથી ઈતરસંપદા એટલે વિશેષગુણ બતાવનારી સંપદા કહી છે. રાતી અનુવાદક આ મકરસૂરિ મ.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy