SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ લલિન-વિસ્તરા આ પરિભરિ રચિત ૩૬ બલવતી વર્ગણાઓથી દુકાળ, મરકી, શત્રુની ચડાઈ વિગેરે ઉપદ્રવો નાશી જાય છે. તે રૂપ સમાન ધર્મને) ભજનારા હોય છે. તેથી જ પુરૂષોત્તમોમાં જ સ્તોતવ્યભાવ બરોબર ઘટમાન થાય છે. હવે સામાન્યોપયોગ સંપદાને કહે છે. (४) तदन्यैस्तु पञ्चभिः स्तोतव्यसम्पद एव सामान्येनोपयोगसम्पत्, लोकोत्तमत्वलोकनाथत्वलोकहितत्वलोकप्रदीपत्वलोकप्रयोतकरत्वानां परार्थत्वात्, અર્થ-અસાધારણરૂપ હેતુસંપદાના પદોથી ભિન્ન બીજા પાંચ પદોથી (લોગુત્તમાણં, લોગનાહાણું, લોગહિયાણું, લોગપઈવાણું, લોગપજ્જોઅગરાણું આ પાંચ પદવાળી) સ્તોતવ્ય સંપદાની જ સામાન્યથી ઉપયોગ સંપદા કહેવાય છે. કારણ કે; અરિહંત ભગવંતમાં રહેલ લોકોત્તમત્વ, લોકનાથત્વ, લોકહિતત્વ, લોકપ્રદીપત્વરૂપ ધર્મો કે ગુણો, એ, પરાર્થ (પરમાર્થરૂપ-પરોપકારરૂપ-લોકકલ્યાણ ફલરૂપ) છે. આ સંપદામાં શ્રી તીર્થંકરદેવ પોતાની શક્તિઓનો લોકના જુદા જુદા ક્ષેત્રમાં કેવો ઉપયોગ કરનારા હોય છે તે જણાવે છે. એથી એને ઉપયોગ સંપદા કહે છે. (લોગુત્તમાાંથી લોગપોઅગરાણ સુધીનાં પાંચ પદમાં પહેલી જ સંપદાનો સામાન્ય ઉપયોગ (સામાન્યથી સર્વ લોકોને પરમાર્થ કરવારૂપ સમાયેલો હોવાથી તે પાંચ પદની ચોથી સામાન્યોપયોગ સંપદા છે.) હવે પાંચમી ઉપયોગ સંપદાની હેતુ સંપદા કહે છે. (५) तदपरैस्तु पञ्चभिरस्या एवोपयोगसम्पदो हेतुसम्पत्, अभयदानचक्षुर्दानमार्गदानशरणदानबोधिदानैः परार्थसिद्धेः । અર્થ-સામાન્યથી ઉપયોગ સંપદાના પદોથી ભિન્ન-બીજા પાંચ પદોથી (અભયદયાણું, ચખ્ખુદયાણં, મગદયાણું, સરણદયાણું, બોહિદયાણું આ પાંચ પદવાળી) આ સામાન્યોપયોગ સંપદાની જ હેતુસંપદા છે. કારણ કે; અભયનું દાન, ચક્ષુનું દાન, માર્ગનું દાન, શરણનું દાન, બોધિનું દાન-આ દાનોથી પરાર્થની (પૂર્વ કહેલ ઉપયોગની) સિદ્ધ થાય છે. વળી આ સંપદામાં શ્રી તીર્થંકર દેવની શક્તિઓનો હેતુ વિશેષ ઉપયોગ બતલાવ્યા છે. હવે સ્તોતવ્ય સંપદાની જ વિશેષથી ઉપયોગ સંપદા કહે છે. ( ६ ) तदन्यैस्तु पञ्चभिः स्तोतव्यसम्पद एव विशेषेणोपयोगसम्पत्, धर्म्मदत्वधम्मदेिशकत्वधर्म्मनायकत्वधर्म्मसारथित्वधर्म्मवरचातुरन्तचक्रवर्त्तित्वेभ्यस्तद्विशेषोपयोगात् ૧ પહેલી સ્ત્રોતવ્ય સંપદાના અર્થને સુસ્પષ્ટ કરવા માટે આ ઉપયોગ સંપદા છે. પ્રભુ તીર્થંકર સામાન્યપણે સર્વ લોકને પરમાર્થ કરવા માટે ઉપકારી હોવાથી લોકનાથ લોકોત્તમ ઈત્યાદિ પાંચે વિશેષણો છે, માટે એ પાંચે પદોમાં પરાર્થપણારૂપ ઉપયોગ સમાયેલો હોવાથી આ સામાન્યોપયોગ સંપદા છે. ૧ આ સામાન્યોપયોગ સંપદાનું કારણ, ‘અભયદયાણ ઈત્યાદિ પાંચ પદોમાં દર્શાવેલું હોવાથી તે પાંચ પદવાળી તદ્વેતુ સંપદા અથવા સામાન્યોપયોગ હેતુ સંપદા જાણવી. (ઉપયોગ સંપદાના જ અર્થને હેતુ સદ્ભાવે કરી દીપાવે તે હેતુ સંપદા.) ગુજરાતી અનુવાદક આ કામસા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy