SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ લિત-વિસારા ટકા ભતસાર રચિત ૩૩ (૫) પ્રવર્ધમાન (અતિશય વધતા) અતિ તીવ્રતર સંવેગ (મોક્ષાભિલાષ) અને વૈરાગ્યના શુભ પરીણામ (આશય) વાળા થવું જોઈએ. (૬) ભક્તિના અતિશયથી હર્ષાશ્રુ-હરખના-આનંદના આંસુ ભરેલી આંખોવાળા બનવું જોઈએ. (૭) ભક્તિના પરમરાગથી રોમાંચ (રૂવાંડા ઉભાં થવાં તે) થી યુક્ત ગાત્ર-શરીરવાળા થવું જોઈએ. (૮) મિથ્યાત્વરૂપી જલથી ભરેલા તેમજ અનેક કદાગ્રહ (કુતર્ક-કદાગ્રહી) રૂપ મગરમસ્ય વિગેરે જલજંતુઓના સમુદાયથી ઉછલતા સંસારસાગરમાં, આયુષ્યની અસ્થિરતા (અનિત્યતા) હોવાથી, અત્યંત દુર્લભ, સકલ કલ્યાણના એક (અસાધારણ) કારણ રૂપ, અને જેનાથી ચિંતામણી તેમજ કલ્પવૃક્ષની ઉપમાઓ ઉતરતીતિરસ્કૃત છે. જે જિનેન્દ્રપાદારવિન્દવંદન, ચિંતામણી-કલ્પવૃક્ષની અધિક મનોમનીષિત ફલદાયક છે. એવા આ ભગવંતના ચરણારવિન્દનું વન્દન મહામુશીબતે મળેલું છે. આનાથી (જિનેન્દ્રપાદારવિન્દવંદનરૂપ કાર્યથી) બીજું કોઈ ઉત્તમોત્તમ કર્તવ્ય નથી. એમ ભગવંતના પાદારવિન્દવંદનના અણમોલ અપૂર્વ લ્હાવાથી આત્માને કૃતાર્થ, ધન્ય, પુણ્ય (પવિત્ર) માનતો તથા નયનને અને મનને ભુવનગુરૂ-જગદ્ગુરૂ જિનેશ્વરદેવમાં સ્થાપન કરતો, તથા અતિચારના ભયથી સમ્યગુર અસ્મલિતાદિ ગુણો અને સંપદાઓ સહિત તેના અર્થના સ્મરણપૂર્વક પ્રણિપાતદંડકસૂત્ર (નમોત્થણે સૂત્રને) ભણે ! કહે ! અર્થાત બોલવું જોઈએ. તન્નેવં- (આ પ્રમાણેની વિધિ સાચવીને સાધુ કે શ્રાવક નમોત્થણે સૂત્રને ભણે છે.) તે આ છે -'नमोऽत्थुणं अरिहंताणं १ भगवंताणं २ आइगराणं ३ तित्थयराणं ४ संयसंबुद्धाणं ५ पुरिसुत्तमाणं ६ पुरिससीहाणं ७ पुरिसवरपुंडरीयाणं ८ पुरिसवरगंधहत्थिणं ९ लोगुत्तमाणं १० लोगनाहाणं ११ लोगहियाणं १२ लोगपईवाणं १३ બેસવું અને કરકોરક (હસ્ત કમલનો ડોડો) બંને હાથ ભેગા કરેલા) એમ દેખાડ્યું છે. વળી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે અહીં ક્ષિતિ (જમીન) ઉપર જાનું (ઢીંચણ) સ્થાપન કરી, કરતલ (બે હાથ) મસ્તકે રાખી ભુવનગુરૂને વિષે નયન ને મન સ્થાપન કરીને પ્રણિપાત દંડક (નમોલ્યુ) બોલવું એમ કહ્યું છે. એમ વિવિધ વિધિ દર્શાવેલ છે. તે સર્વે પ્રમાણ છે. કારણ કે તે સર્વે પ્રમાણગ્રંથોમાં કહેલ છે અને વિશેષ પ્રકારે વિનયને સૂચવનાર છે તેથી કોઈપણ વિધિનો નિષેધ કરવો એ યુક્ત નથી. એમ યોગમુદ્રાએ શક્રસ્તવનનું પઠન કરવું એ વિરોધિત નથી. (તિ પ્રતિમા હેત) ૧ ચૈત્યવંદનપ્રમુખ કરતાં કેવળ પ્રભુના મુખારવિન્દ (વદનકમલ) સામે જ નજર ટેકવી જોઈએ-મીટ-માંડવી જોઈએ. પરંતુ બીજી કોઈપણ દિશા તરફ દૃષ્ટિ ફેરવવી ન જોઈએ. ઉંચે નીચે કે આજુબાજુ ક્યાંય પણ નજર ફેરવીને જોવું નહિ અથવા આપણી જમણી કે ડાબી બાજુએ પછાડીના ભાગમાં ક્યાંય નજર દેવી નહિ. એકાગ્રપણે પ્રભુની જ મુખમુદ્રા સામી એકીટસે મીટ માંડી નીરખી જોતાં રહેવું. ત્રણ દિશા તરફ જોવાથી નિવર્તવારૂપ છઠ્ઠા ત્રિકનું સૂચન સમજવું - ૨ પ્રભુ પાસે ચૈત્યવંદનાદિક કરતાં જે જે સૂત્રો બોલવામાં આવે તેના અક્ષર જેવા હસ્વ કે દીર્ઘ હોય તે તેવી રીતે જૂનાધિકરહિતપણે તેનાં પદ, સંપદા પ્રમુખનું લક્ષ રાખીને બોલવાં તે વર્ણાલંબનરૂપ પહેલું આલંબન. ૩ આદિશબ્દથી અમીલિત (વિરામાદિથી સંયુક્ત) અવ્યત્યાગ્રંડિત (પુનરુક્તિ આદિ દોષો વિનાના, કંઠોષ્ઠવિપ્રમુક્તબાલકાદિની જેમ અસ્પષ્ટતાથી રહિત, તથા ગુરૂ વાચનાથી ઉપગત વિગેરે ગુણો લેવા. જ જ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy