SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Fવિસરા - હાહરભાવ રાશિત અર્થ-ત્યાં (ચૈત્યવંદનામાં-નમોત્થણે સૂત્ર ભણવામાં) આ વિધિ છે. તથાતિ-ચૈત્યવંદન કરવાની ઈચ્છાવાળો સાધુ કે શ્રાવક (ઉપલક્ષણથી અવિરત સમ્યગદ્ગષ્ટિ, અપુનબંધકાદિ લેવા) જે હોય તેણે ચૈત્યગૃહ વિગેરેમાં (જિનાલય-ઉપાશ્રય વિગેરેમાં) એકાંત (એકાંતમાં-જ્યાં કોઈની અવર જવર ન હોય એવી જગ્યામાં-નિરાંતના ઠેકાણે, અત્યંત, એકરૂપપણાને પામેલ) પ્રયત (પ્રભુસેવા વિગેરેથી પવિત્ર થયેલા, શુદ્ધ, સંયત, પ્રયત્નવાળા) બનવું જોઈએ. (૧) (૨) દહેરાસર સંબંધી પણ કશી ખટપટમાં પડવું નહી. પરંતુ કેવળ પ્રભુની ભક્તિ કરવામાં જ ચિત્ત રાખવું. પ્રભુની અંગપૂજા-અગ્રપૂજા કરી રહ્યા પછી ચૈત્યવંદન કરવાની શરૂઆતમાં જ ત્રીજી નિસિપી કહેવી, અને પ્રભુની સ્તુતિ-સ્તવના કરવામાં જ ખાસ લક્ષ્ય પરોવવું. બીજી કોઈ વાતમાં લગારે લક્ષ રાખવું નહી. નિસિપી ત્રિકમાંથી છેલ્લી નિસિપીના કથન ગર્ભિત વિધાન કરેલ છે કે; “પરિત્યવાર્તવ્યઃ” ચૈત્યવંદના વખતે અન્ય સર્વ કર્તવ્યનો ત્યાગ કરવો જોઈએ. (૩) લાંબા કાલસુધી ચૈત્યવંદનાના ભાવને ધારણ કરીને યથાયોગ્ય, ભુવનના એક ગુરૂ જિનેશ્વરદેવની (જમ સંભવ હોય તે પ્રમાણે, જેમ ઘટતી હોય તેમ) સુંદર પૂજન સામગ્રીઓથી પૂજા સંપાદન કરેલી હોવી જોઈએ. (૪) પછી ચૈત્યવંદના કરવાની ભૂમિ પર બેસીએ તે સ્થાને કોઈ ત્રસજંતુ વિગેરે ન હણાય તે કારણથી પ્રથમ, જિનોક્ત વિધિથી (પહેલાં ઈર્યાપથિકીઈરિયાવહી કરવાપૂર્વક) ભૂમિને વસ્ત્રાદિથી પ્રમાજીને સ્વચ્છ, જંતુરહિત કરવી, ત્યારબાદ ચૈત્યવંદન કરવા બેસવું. ત્યાં ગૃહસ્થ પોષધ વગરનો હોય તો પોતાના ઉત્તરાસંગના (પૂજા કરતી વખતે રાખવા યોગ્ય ખેસના) છેડાથી પ્રમાર્જ, પોષઘધારી શ્રાવક ચરવળાથી પ્રમાર્જ, ને મુનિમહારાજ, ઓઘાથી ભૂમિ પ્રમાર્જન કરે ! કારણ કે; શ્રી જિનેન્દ્રમાર્ગન્સારીની સર્વ ધર્મક્રિયાઓ યતના (જયણા) પૂર્વક જ હોય છે. જ્યાં જયણા નહી તે ધર્મક્રિયા શેની ? આ પ્રમાણેનો સર્વ વિચાર કરી સકલ પ્રાણીને હરકત ન પહોંચે એમ જમીનને જોઈ તીર્થકર ભગવંતે બતાવેલ વિધિથી પ્રમાર્જીને તેના ઉપર બેજાનુ (ઢીંચણ) બે હાથ તથા (ઉપલક્ષણથી એક મસ્તક) એ પાંચે અંગવડે ભૂમિસ્પર્શ કરી નમસ્કાર કરવો જોઈએ. ૧ ભૂમિ પ્રમાર્જન નામનું સાતમું ત્રિક સાચવવાનું સૂચન કરે છે કે જ્યારે આપણે પ્રભુને પંચાંગ પ્રણામ કરતા હોઈએ અથવા ચૈત્યવંદનપ્રમુખ કરવા બેસતા હોઈએ ત્યારે પ્રથમ તે સ્થળે જીવજંતુની રક્ષા ખાતર ત્રણ વખત ભૂમિ શુદ્ધિ કરવી. અર્થાત્ ભૂમિનું ત્રણવાર દૃષ્ટિ આદિથી પ્રમાર્જન કરવું. ૧ અભયદેવસૂરિકત વંદનપંચાશકવૃત્તિ પ્રમાણે પ્રણિપાતદંડક (નમોત્થણ) ની આદિ અને છેવટમાં પંચાંગ મુદ્રાએ પ્રણામ કરવો. પંચાંગ-બેજાનુ, બેહાથ ને મસ્તકે એ જાણવા. એ પંચાંગ મુદ્રા, અંગવિન્યાસવિશેષરૂપપણાથી યોગમુદ્રાવતું જાણવી. અહીં કોઈ શંકા કરે કે; જીવાભિગમસૂત્રને વિષે તો વામજાનુ (ડાબો ઢીંચણ) સમાકુંચિત (સંકોચેલો) દક્ષિણ (જમણો) ઢીંચણ જમીન પર સ્થાપેલો અને લલાટપટ્ટ ઘટિત કરકુહૂમલ (કપાલ સાથે લગાડેલી બે હાથની અંજલી) એ પ્રમાણે રહીને શક્રસ્તવ બોલવાનું કહેલું છે, તેનું કેમ? તો તેઓએ યુક્ત નથી એમ કહેલું ઘટિત નથી. કારણ કે, જ્ઞાતાસૂત્રમાં પર્યકાસને રાતી અનુવાદક - મકરસૂરિ મ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy