SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કોલરશીપ લલિતા ૨૭. यतितव्यमुत्तमनिदर्शनेष्विति श्रेयो मार्गः । (૬) અર્થ-વીતરાગ વચનના અનુસાર કે અણસારે પ્રવૃત્તિ કરનાર મહાપુરૂષોના ઉત્તમ દૃષ્ઠતો, આદર્શ સન્મુખ રાખી પ્રયત્નશીલ કે પ્રગતિકારી બનો ! આ પ્રમાણેનો બતલાવેલ વિધિમાર્ગ, એ શ્રેયમાર્ગ: મંગલમાર્ગપવિત્ર પંથ કે અમ્યુદય-મહોદયનો મહાન્ રાહ કે નિરવઘ રસ્તો છે. શંકા-પ્રવચનની ગંભીરતાનું નિરૂપણ કરો ! વિગેરે વિધિકારક વાક્યો, ઉત્સર્ગ-અપવાદના સ્વરૂપના જ્ઞાનકારણભૂત શ્રેયમાર્ગ ભલે હો ! પરંતુ જ્વર (તાવ) ને હરનાર-તક્ષક જાતિના સાપના માથામાં રહેલા મણિરૂપ અલંકારના ઉપદેશની માફક, આ શ્રેયમાર્ગનું વિધાન કે અનુષ્ઠાન અશક્ય (કોઈથી સાધ્ય ન થઈ શકે એવું) જ થશે, અને અશક્ય અનુષ્ઠાન (જે પ્રયત્નથી સાધ્ય ન બને એવા અનુષ્ઠાન) વાળા શ્રેયમાર્ગમાં પ્રવૃત્તિ કોઈ નહિ કરે ! માટે કોઈ આ માર્ગને આરાધી કે જીવનમાં ઉતારી શકે છે કે નહિ ? કોણ કોણ આ માર્ગના આરાધક કે સાધક હોઈ શકે છે ? તેનું વિગતવાર કે સત્તાવાર સ્પષ્ટીકરણ રજુ કરી સમજાવો ? 'व्यवस्थितश्चायं महापुरुषाणां क्षीणप्रायकर्मणां विशुद्धाशयानां भवाबहुमानिनां 'अपुनर्बन्धकादीनामिति.' અર્થ-સમાધાન–વળી આ શ્રેયમાર્ગ-મંગલમાર્ગ (કૃતિસાધ્યપણાએ) સ્વયમેવ પોતે જ પ્રતિષ્ઠાને (કીર્તિગૌરવસ્થિરતાને) પામેલ છે. કારણ કે; યથાનિયમ કર્મક્ષય (ક્ષયોપશમ આદિ) જેઓનો થયેલો છે તેવા, તથા વિશુદ્ધ આશયવાળા, તથા જેઓને સંસાર (વિષય કષાય) ના તરફ બહુમાન (મનની પ્રીતિ) નથી એવો અપુનબંધક આદિ (આદિ શબ્દથી અવિરત સમ્યગુદ્રષ્ટિ, દેશવિરત, સર્વવિરતિધર આદિ લેવા) મહાપુરૂષોનો આ શ્રેયો-મોક્ષમાર્ગ આચરેલ (આરાધકોની આરાધનારૂપ વ્યવસ્થાનો વિષય) છે. એટલે સાધકકૃતિ પ્રયત્ન સાધ્ય હોઈ અશક્ય અનુષ્ઠાનવાળો નથી. અતઃ આ માર્ગનો વિધિરૂપ ઉપદેશ નિરર્થક નથી. પરંતુ અચૂક અમોધસફલ છે. ૧ જે તીવભાવથી પાપ કરતો નથી તે અપુનર્ધધક કહેવાય છે. તેને એક પુદ્ગલ પરાવર્તથી અધિક સંસાર હોતો નથી. મુદ્રપણું વિગેરે ભવાભિનંદી દોષોનો ક્ષય થવાથી શુકલપક્ષના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામતા ગુણવાળો અપુનબંધક છે. માર્ગપતિત અને માર્ગાભિમુખ એ અપુનબંધકની અવસ્થા વિશેષ છે. માર્ગ એટલે સાપને દરમાં પેસવાની જેમ ચિત્તનું સરલ પ્રવર્તન, વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિને યોગ્ય સ્વાભાવિક ક્ષયોપશમવિશેષ, તેને પ્રાપ્ત થયેલો તે માર્ગપતિત (માર્ગમાં આવેલો) અને માર્ગમાં પ્રવેશ કરવાને યોગ્યભાવને પામેલો તે માગભિમુખ (માર્ગમાં આવવાની યોગ્યતાવાળો) કહેવાય છે. (જુઓ અપુનબંધકાત્રિશિકા.) ૨ અપુનબંધક શબ્દનો અર્થ - “ર પુર જો-મોહનીય રિવન્ય પશુ સોડપુનર્જન્યઃ જેને ફેર મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ નથી. તે અપુનર્ધધક સમજવો. તથાચ જે યથાપ્રવૃત્તકરણથી ગ્રંથિપ્રદેશ સુધી આવેલો જેનો હજુ સુધી ગ્રંથિનો ભેદ નથી થયેલો તે સિત્તેર (૭૦) કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વમોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવતો (ક્ષયભાવને પમાડતો) ફેર તે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધશે નહીં અને જરૂર ગ્રંથિને ભેદશે તે અપુનબંધક જાણવો. કક્ષાનું ફારુકા ગજરાતી અનુવાદક - કરસૂરિ મા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy