SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતકવિરા - બળભદ્વાર રતિ ( ૨૮ ) અથવા જેઓ અપુનબંધકઆદિ છે. તેથી જ તેઓ ભવનું બહુમાન કરનાર નથી. અને ભવનું બહુમાન કરનારા નથી તેથી જ તેઓ વિશુદ્ધ નિર્મલતમ) આશય વાળાઓ છે અને વિશુદ્ધ આશયવાળા હોવાથી જ તેઓ કર્મના ક્ષક્ષયોપશમ ઉપશમવાળાઓ છે. જે કર્મના ક્ષક્ષયોપશમ ઉપશમવાળાઓ છે તેથી જ તેઓ મહાપુરૂષો છે. એ પ્રમાણે પશ્ચાનુપૂર્વથી પરસ્પર કાર્ય કારણભાવ ઘટાવવો અને તે મહાપુરૂષોએ આ શ્રેયમાર્ગ પોતે જીવનમાં અપનાવેલ છે ને પરને ઉપદેશેલ છે. અતઃ સ્વયં પ્રતિષ્ઠિત છે. એ નિર્વિવાદ છે. अन्येषा पुनरिहानधिकार एव. અર્થ-પૂર્વે કહેલ અપુનબંધક આદિ સિવાય, સકૃત બંધકાદિ મિથ્યાદ્રષ્ટિઓને ચૈત્યવંદનાદિ ઘર્મમાર્ગમાં અધિકાર (યોગ્યતા) નથી. કારણ કે; અપુનર્લંઘકાદિ જીવદલગતપરીણામવિશેષથી અથવા ગુણસ્થાનક વિશેષજન્ય પ્રમોદરૂપ ભાવથી, જધન્યાદિ પ્રકારવાળી ચૈત્યવંદનના ત્રણ પ્રકાર છે. (૧) અપુનબંધકને જઘન્ય ચૈત્યવંદના, કારણ કે; વિશુદ્ધિની અપેક્ષાએ તેનો પરીણામ જઘન્યકોટીનો (૨) અવિરત-સમ્યવ્રુષ્ટિને મધ્યમ ચૈત્યવંદના, કારણે કે; વિશુદ્ધિની અપેક્ષાએ તેના પરીણામ મધ્યમ કોટીનો છે. (૩) વિરતિવંતને ઉત્કૃષ્ટ ચૈત્યવંદના, કારણ કે; વિશુદ્ધિની અપેક્ષાએ તેના પરીણામ ઉત્કૃષ્ટકોટીનો છે તો અપુનબંધક આદિ સિવાયના સબંધક પ્રમુખ ભવાભિનંદિ મિથ્યાવૃષ્ટિજનોને શાસ્ત્રમાં ચૈત્યવંદનાની યોગ્યતા (અધિકાર) વગરના માનેલ હોવાથી ચૈત્યવંદનાદિરૂપ ધર્મમાર્ગમાં અપુનર્બઘકાદિ સિવાયના બીજાઓને અધિકાર નથી. શા કારણથી ? તો કહે છે કે, શુદ્ધવેશનાર્દતાતુ અર્થ-સમૃબંધક, દૂર્ભવ્ય વિગેરે મિથ્યાવૃષ્ટિઓનો આ ચૈત્યવંદનમાં અધિકાર છે જ નહીં કારણ કે; તેઓ (દૂર્ભવ્ય આદિ) શુદ્ધદેશના (વિશુદ્ધ પ્રરુપણા-વિધિ ઉપદેશ) ને અયોગ્ય છે. જેઓ શુદ્ધદેશનાને યોગ્ય છે. તેઓ ચૈત્યવંદનાના અધિકારી છે. જેઓ શુદ્ધદેશનાને અયોગ્ય છે. તેઓ ચૈત્યવંદનાના અનધિકારી છે તે વિષયની સુચારૂ ચર્ચા કરે છે કે, __'शुद्धदेशना हि क्षुद्रसत्त्वमृगयूथसन्त्रासनसिंहनादः । અર્થ-ચરમ (છેલ્લા) પુદ્ગલપરાવર્ત (કાલ વિશેષ વર્તી અપુનબંધકાદિ, શુદ્ધ દેશનાને યોગ્ય છે અને ચરમ પુદ્ગલપરાવર્તના ઉપરના કાલમાં (બાલ્યકાલમાં) વર્તનારા ભવાભિનંદી દૂર્ભવ્ય આદિરૂપસુદ્રસત્ત્વો, શુદ્ધદેશનાને અયોગ્ય છે કારણ કે; શુદ્ધદેશના, ક્ષુદ્રપ્રાણીરૂપી મૃગના ટોળાને ભયભીત કરનાર સિંહનાદ ૧ સમૃદ્ધ (એક વખત) જે યશા પ્રવૃત્તકરણથી ગ્રંથિદેશ સુધી આવેલો, જે અભિન્ન ગ્રંથિવાળો છે. તે એક વાર મિથ્યાત્વમોહનીયકર્મની ઉત્કૃષ્ટ સિત્તેર કોડાકોડીસાગરોપમ પ્રમાણ સ્થિતિને બાંધશે તે સકૃબંધક કહેવાય છે. અસર ગુજરાતી અનુવાદક - " ભામિ . સા. નાના
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy