SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ • ::: લલિતવિહિલિકા સર્વદર્શનોને પોતાની કુક્ષીમાં સમાવેશ કરે છે. જેટલા વચનોના પ્રકારો છે તેટલા જ નયવાદ છે. એથી જ સંપૂર્ણદર્શન, નયવાદમાં ગર્ભિત થાય છે-જે સમયે આ નયવાદ, અરસપરસ નિરપેક્ષ થઈને વસ્તુનું પ્રતિપાદન કરે છે, તે સમયે આ નયવાદ પરસમય અર્થાત્ જૈનેતર દર્શન કહેવાય છે. માટે જ અન્ય ઘર્મોનો નિષેધ કરનાર વકતવ્યનું પ્રતિપાદન કરનાર જૈનેતરદર્શન અને સંપૂર્ણ દર્શનોનો સમન્વય કરનાર જૈનદર્શન એટલે જૈનદર્શનની વ્યાપ્તિ (એટલે સર્વ નયસમન્વય) છે. જૈનેતર દર્શનની અવ્યાપ્તિ (સર્વ નયસમન્વયનો અભાવ) છે. તથાચ વ્યાપ્તિ અને અવ્યાપ્તિના (વિભાગની વિશેષની, વહેચણી-વિવેકની) અપેક્ષા રાખો !! આ વિષયનું જ્ઞાન સંપાદન કરવા બેદરકાર ન રહો ! (૩) બૌદ્ધ=મેચકમણિના જ્ઞાનને એક અનેકાકાર માને છે. પંચવર્ણ-રંગસ્વરૂપ રત્નને મેચક કહે છે. આ મેચકમણિનું જ્ઞાન, એક પ્રતિભાસરૂપ નથી, ચિત્ર જ્ઞાનત્વનો વિરોધ છે. કેમકે; નીલ પીતાદિ નાના પ્રકારનું જ્ઞાન જ ચિત્રજ્ઞાન છે. ન કે એકાકારજ્ઞાન અને મેચકજ્ઞાન, અનેક પદાર્થ વિષયક પણ નથી. કેમકે; આ એક મેચકનું જ્ઞાન આ અનુભવથી વિરૂદ્ધ અનેક જ્ઞાન છે અને અનેક જ્ઞાન હોવાથી મેચકનું અનેક જ્ઞાન એવો અનુભવ થઈ જશેઆ કારણથી આ એક જ અનેકસ્વરૂપ ચિત્રજ્ઞાન બૌદ્ધોને સંમત છે. (૪) મીમાંસક–પ્રમાતા-પ્રમિતિ તથા પ્રમેયાકાર એક જ જ્ઞાન થાય છે. આ જ્ઞાનમાં હું ઘડાને જાણું છું આ અનુભવ તથા જ્ઞાનોનું સ્વતઃ પ્રકાશકત્વ હેતુ છે. આમાં પ્રમાતા-પ્રમિતિ તથા પ્રમેયરૂપ અનેકપદાર્થનિરૂપિતવિષયતાસહિત એક જ જ્ઞાનનો સ્વીકાર કરેલ છે. પ્રમાતા-પ્રમિતિ-પ્રમેયવિષયનિષ્ઠવિષયતાઓને પણ જ્ઞાનસ્વરૂપ માનવાથી તાદ્રશ ત્રણ વિષયતારૂપ એક જ જ્ઞાનનો સ્વીકાર કરેલ છે. 9. “નવાનશેષાવિશાબેઝનું પક્ષપાતી સવિસ્તથા તે” “સર્વ નયોને એક સમાન જોનાર આપના શાસ્ત્રોમાં પક્ષપાત નથી' જેમ વિખરાયેલ જુદા જુદા મોતીઓને એક દોરીમાં પરોવવાથી મોતીઓની સુંદર એક માલા તૈયાર થાય છે. તેમ જુદા જુદા નયોને સ્યાદ્વાદરૂપ સૂત્રમાં દોરીમાં) ગુંથવાથી સંપૂર્ણ નય “શ્રુતપ્રમાણ” વ્યવહારને ભજે છે. શંકા-જો પ્રત્યેક નયો પરસ્પર વિરૂદ્ધ છે. તે નયોને એક ઠેકાણે એકઠા કરવાથી તેઓનો વિરોધ કેવી રીતે નાશી જાય ? સમાધાન જેમ પરસ્પર ઝઘડો (વિવાદ) કરનાર વાદીલોક, કોઈ મધ્યસ્થ ન્યાયાધીશ (જજ) દ્વારા કરાયેલ ન્યાયને પામીને વિવાદ કરવાનું બંધ કરીને પરસ્પર સંપીને રહે છે. તેમ પરસ્પર વિરૂદ્ધ નયો, સર્વજ્ઞ ભગવાનનું શરણું સ્વીકારી “ચાત્' શબ્દથી વિરોધ કે વિવાદ શાંત થવાથી પરસ્પર દોસ્તી રાખી એક ઠેકાણે રહે છે. એ પ્રમાણે ભગવંતનું શાસન સર્વ નાયરૂપ હોવાથી સર્વદર્શનમય તરીકે જૈનદર્શનને નવાજવામાં કોઈ જાતનો વિરોધનો અવાજ નથી. શંકા=જો જૈનશાસન, સર્વદર્શનમય છે. તો આ શાસન સર્વદર્શનોમાં કેમ દેખાતું નથી ? સમાધાનઃ “ઉઘાવિ સર્વસિન્થવઃ સમુરીસ્વયિ નાથ ! હૃદયઃ | न च तासु भवान् विलोक्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ 'ઈતિ શ્રી સિદ્ધસેનદિવાકર પાદાઃ | અર્થ-જેમ અનેક નદીરૂપ સમુદ્ર, હોવા છતાં ય જુદી જુદી નદીઓમાં સમુદ્ર નથી દેખાતો તેમ જુદા જુદા દર્શનોમાં જૈનદર્શન નથી દેખાતું. વક્તા અને વચનને અભિન્ન માની સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ કહે છે કે, હે નાથ ! જેમ નદીઓ સમુદ્રમાં જઈ મળે છે તેમ દર્શનોનો આપમાં (જૈનદર્શનમાં) સમાવેશ, અનુગમ, વ્યાપ્તિ થાય છે. જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્ર નથી રહેતો (દેખાતો) તેમ જુદા જુદા દર્શનોમાં આપ (જૈનદર્શન) નથી દેખાતા. રાતી અનુવાદક - આ મકરસૂરિ મ.સા, બાબુ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy