SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિખરા Rભદ્રશારિરવિ { ૨૫ એમ (૫) જૈનદર્શનનો સ્યાદ્વાદ રૂપ સિદ્ધાંત, સાર્વતાંત્રિકસર્વદર્શનાનુગામી છે. કારણ કે; નિયાયિક આદિ તમામને સ્યાદ્વાદનું શરણ લેવું જ પડેલું છે. આથી જ જૈનદર્શનની વ્યાપ્તિ છે-વ્યાપકતા છે. અને જૈનેતર દર્શનની અવ્યાપ્તિ-અવ્યાપકતા છે. અર્થાત્ જૈનદર્શન, સર્વનયસ્વરૂપ છે. અને બીજા શાસ્ત્રો-જૈનેતરદર્શનો એક-યરૂપ હોવાથી તેમાં અનેક દર્શનોની અવ્યાપ્તિ-(અનનુગમ-અસમાવેશ-સમન્વયનો અભાવ) છે. જૈનદર્શન, ૧ ફુચ્છસ્ પ્રથાને સત્તાવર્તિાિં ગુઃ | સાડ-હ્યઃ સડ-ધ્યાવત મુહ્યો નાનેવાન્ત પ્રતિક્ષિત છે (વી. સ્તો.) चित्रमेकमनेकं च रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वाऽपि नानेकान्तं प्रतिक्षिपेत् ॥ प्रत्यक्षं भिन्नमात्रंशे मेयांशे तद्विलक्षणम् । गुरुर्ज्ञानं बदन्नैकं नानेकान्तं प्रतिक्षिपेत् ॥ जातिव्यक्त्यात्मकं वस्तु वदन्ननुभवोचितं । भट्टो वापि मुरारिर्वा नानेकान्तं प्रतिक्षिपेत् ॥ अबद्धं परमार्थेन बद्ध च व्यवहारतः ब्रुवाणो ब्रह्म वेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ब्रुवाणा भिन्नभिन्नार्थान्नयभेदविवक्षया । प्रतिक्षिपेयु! वेदाः स्याद्वादं सार्वतान्त्रिकम् ॥ અધ્યાત્મસાર ૪૬-૫૧(૧) સત્ત્વ રજો અને તમો પ્રમુખ વિરૂદ્ધ ગુણો વડે મિશ્ર એવી પ્રકૃતિને ઈચ્છતો વિદ્વર્ય સાંખ્ય પણ સ્યાદ્વાદને ઉત્થાપી શકે નહી. (૨) અનેક આકારમય એક ચિત્રરૂપને પ્રમાણ સિદ્ધ પ્રરૂપતો યોગ અને વૈશેષિક પણ અનેકાંતને ઉત્થાપી શકે નહીં. (૩) જે ભિન્નમમાતા અંશમાં પ્રત્યક્ષ, પ્રમેયાંશમાં તે કે તેનાથી વિલક્ષણ છે છતાં ગુરૂ પ્રભાકર, એક જ્ઞાનને બોલતો અનેકાંતને ન ઉત્થાપી શકે ! (૪) અનુભવોચિત, જાતિવ્યક્તિ સ્વરૂપ વસ્તુને વદતો ભટ્ટ કે મુરારિ અનેકાંતને ઉત્થાપી શકે નહીં. (૫) પરમાર્થથી બંધવગરના અને વ્યવહારથી બંધવાળા બ્રહ્મને બોલતો વેદાંતી અનેકાંત ઉત્થાપી શકે નહીં. (૬) નયભેદની વિવક્ષાથી ભિન્નભિન્ન અર્થોને બોલતા, વેદો, સાર્વતાંત્રિકસ્યાદ્વાદને ઉત્થાપી શકે નહીં. વસ્તુતત્ત્વ એવું છે કે; અનેકાંત પ્રક્રિયામાં તમામ વાદીઓની સંમતિ છે. કેમકે; - એક તેમજ અનેકસ્વરૂપ વસ્તુ બધાને સંમત છે. તથાતિ- (૧) સાંખ્યવાદી=સત્ત્વ, રજસ, તમોગુણની સામ્ય અવસ્થાને પ્રધાન અથવા પ્રકૃતિ એમ બોલે છે. તેઓના મતમાં પ્રસાદ, લાધવ, શોષ-તાપ તથા વારણ વિગેરે ભિન્નભિન્ન સ્વભાવવાળા અનેક સ્વરૂપવાળા પદાર્થોનું એક પ્રધાનસ્વરૂપ સ્વીકારવાથી જ એક અનેક સ્વરૂપ પદાર્થનો સ્વીકાર અચૂક થઈ જાય છે. (૨) નૈયાયિક=દ્રવ્ય-ગુણ-કર્મ આ ત્રણ પદાર્થોને તૈયાયિક, સામાન્યવિશેષાત્મક માને છે. અનુવૃત્ત (અનેકમાં એક પ્રકારની બુદ્ધિ થાય તેને અનુગત બુદ્ધિ કહે છે. જેમ પૃથ્વી-જલ વિગેરેમાં દ્રવ્ય વિષયક બુદ્ધિ) તથા વ્યાવૃત્ત (જે અન્ય પદાર્થોથી એકને પૃથગુ-અલગ કરે તે બુદ્ધિને-વ્યાવૃત્તબુદ્ધિ કહે છે. જેમ ગુણ, દ્રવ્ય નથી-કર્મ નથી.) સ્વભાવવાળા હોવાથી દ્રવ્યત્વ વિગેરે સામાન્ય તથા વિશેષમય છે. પૃથ્વી-જલ તથા વાયુ વિગેરેમાં "દ્રવ્ય દ્રવ્ય” પૃથ્વી દ્રવ્ય છે, જલ દ્રવ્ય છે, વાયુ દ્રવ્ય છે આવી રીતે દ્રવ્યત્વ, સર્વત્ર અનુગત બુદ્ધિનો વિષય થવાથી સામાન્યરૂપ છે. તથા ગુણ, દ્રવ્ય નથી. કર્મી દ્રવ્ય નથી. આવી રીતે બુદ્ધિનો વિષય થવાથી વિશેષરૂપે પણ છે. આ રીતથી એક વસ્તુને સામાન્ય વિશેષરૂપે તૈયાયિકો માને છે. એમ ગુણત્વ-કર્મત્વ પણ સામાન્યવિશેષરૂપ છે એમ સમજવું.. અરજીસ્ટર નવા જરુષ્ટિ કરી
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy