SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે જે છવાયત ૩૬૨ સર્વથા કાર્યોત્સર્ગ દશામાં સ્થાન-મન-ધ્યાન રૂપ ક્રિયાને છોડી, બીજા તમામ કાયવ્યાપાર વિષયક અયથાર્થજ્ઞાન મિથ્યાજ્ઞાનજન્યતાદાભ્યને વોસિરાવું છું અર્થાત સ્થાનાદિક્રિયાત્રયભિન્નસર્વકામક્રિયા, કાયામાં છે એવો જે અધ્યાસ-મિથ્યાજ્ઞાનજન્યતાદાત્મ છોડી દેવું જોઈએ એ અપેક્ષાએ સર્વથા કાયાને છોડું છું એમ કહેવાય છે. સર્વથા કાયોત્સર્ગ દશામાં અથવા સ્થાન-મૌન-ધ્યાનરૂપ ક્રિયાત્રયભિન્ન સર્વ કાયવ્યપારોને અપેક્ષીને કાયાનો હું સર્વથા ત્યાગ કરૂં છું અર્થાત ક્રિયાઘારરૂપ શરીરમાંથી સ્થાન-મન-ધ્યાન સિવાય તમામ કાયવ્યાપારોને કાઉસગ્નમાં દેશવટો આપવામાં આવે છે. એ અપેક્ષાએ હું મારી કાયાને તજી દઉં છું એમ કહેવાય છે. સારાંશ કે જ્યાં સુધી ‘નમો અરિહંતાણં' એ પદને બોલીને ન પાછું ત્યાં સુધી બંને ભુજાઓને લટકતી રાખીને, વાણીવ્યાપારના પ્રચારને સદંતર રોકીને, પ્રશસ્ત ધ્યાનમાં પરોવાયેલો એવો હું ઉભો છું ઈતિ-પ્રથમ પ્રશ્નનો પ્રત્યુત્તર પુરો થાય છે. ત્યારબાદ તરત જ તે કાઉસગ્ગને કરે છે ઈતિ-કાઉસગ્નના સ્વરૂપ આદિનું વર્ણન પુરું થાય છે. જઘન્ય કાઉસગ્ગ પણ આઠ ૧ઉચ્છવાસ પ્રમાણવાળો હોય છે. હવે શાસ્ત્રકાર, કેવલ બંને ભુજાઓને લટકતી રાખવા પૂર્વક જ કાઉસગ્ગ હોય છે. જઘન્યથી પણ ચાર પ્રકારનું ઘર્મધ્યાન કહ્યું છે.” મૈત્રીભાવના-પર જીવના હિતનો વિચાર કરવો તે. કરૂણાભાવના-પરના દુઃખનો વિનાશ કરવાની ચિન્તા, પ્રમોદ ભાવના-પરના સુખમાં સંતોષ માનવો તે. ઉપેક્ષા-મધ્યસ્થ ભાવના-પરના દોષોની ઉપેક્ષા કરવી તે આ ભાવનાઓ, ધર્મધ્યાનને પુષ્ટ કરવા માટે રસાયણ સરખી છે. આજ્ઞાવિચયજિનેશ્વરની આજ્ઞાના ચિંતન સ્વરૂપ. અપાય વિચય-સાંસારિક કષ્ટોના ચિંતનરૂપ વિપાક વિચકર્મફલના ચિંતનરૂપ. સંસ્થાનવિચ=લોકાકૃતિના ચિંતનરૂપપિંડ સ્થધ્યાન=પ્રભુના જીવ સહિત સાક્ષાત્ શરીરના આલંબની જે ધ્યાન, પદસ્થ ધ્યાન અરિહંત ઈત્યાદિ પદનું ધ્યાન. રૂપDધ્યાન શ્રી અરિહંત શ્વેતવર્ણના, સિદ્ધ, રક્તવર્ણના ઈત્યાદિ રીતે શ્વેતવણદિ યુક્ત કોઈપણ આકારે રૂપ કલ્પીને અરિહંતાદિક ધ્યેયનું જે ધ્યાન. રૂપાતીત ધ્યાન રૂપ આકાર ઈત્યાદિ રહિત નિરંજન નિરાકાર સ્વરૂપે ધ્યાન કરવું તે. १ "पायसमा ऊसासा, कालयमाणेण हुंति नायव्वा । एयं काल पमाणेणं, उस्सग्गेण तु नायवं ॥" કાલના પ્રમાણ વડે શ્વાસોશ્વાસને શ્લોકના ચતુર્થ ભાગ પ્રમાણે એટલે એક પાદ સમાન જાણવો. કાલનું આ પ્રમાણે કાર્યોત્સર્ગને વિષે સમજવાનું છે. ઉચ્છવાસનું પ્રમાણ તે એક શ્લોકના ૧ પદના ઉચ્ચાર જેટલું ગણાય છે. માટે અહીં ઉચ્છવાસ એટલે ૧ પાદનો ઉચ્ચાર કાળ જાણવો, પરંતુ નાસિકાઠારા જે શ્વાસોશ્વાસ લેવાય છે. તે પ્રમાણ અહીં ગણવાનું નથી. આ સાકરસૂરિ મ. સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy