SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા ભદ્રસુરિ રચિત इयमत्र भावना - कायं स्थानमौन ध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य व्युत्सृजामि, नमस्कारपाठं 'यावत्प्रलम्बभुजो निरुद्धवाक्प्रसरःप्रशस्तध्यानानु - गतस्तिष्ठामीति, ततः कायोत्सर्गं करोतीति । जधन्योऽपि तावदष्टोच्छ्वासमानः । પ્રશ્ન-(શંકા) ક્યાં સુધી મારે કાઉસગ્ગમાં ઉભા રહેવું ? ૩૬૧ સમાધાન-"જાવ અરિહંતાણંમિત્યાદિ”-જ્યાં સુધી અર્હત ભગવંતના નમસ્કાર વડે અર્થાત્ ‘નમો અરિહંતાણં’ એ પદના ઉચ્ચારણ વડે પારૂં નહિ-પૂર્ણ કરૂં નહિ ત્યાં સુધી મારા-પોતાના શરીરને, સ્થાનથી-ઉભા રહીને, મૌનવડે-વાણી વ્યાપાર સદંતર બંધ કરીને, ધ્યાન વડે વોસિરાવું-તદ્દન તજી દઉં છું. ઈતિ શબ્દાર્થ ભાવાર્થ-જ્યાં સુધી અશોકવૃક્ષ વિ. આઠ મહા પ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય-અર્હતોના-અને ભગ (જેનું સ્વરૂપ પહેલાં કહેવાઈ ગયેલ છે એવા સમગ્રઐશ્વર્ય વિ. રૂપ) વંતોના અર્થાત્ અરિહંત ભગવંત સંબંધી નમસ્કાર વડે, ‘નમો અરિહંતાણં' એ રૂપ પદને બોલીને ન પારૂં (કાઉસગ્ગને પૂર્ણ ન કરૂં) ત્યાં સુધી કાયાને સ્થાનવડે-ઉભા રહેવા પૂર્વક મૌન વડે-બોલવારૂપ વાગ્યાપારને બીલકુલ બંધ કરવા પૂર્વક, ધ્યાન વડે-ધર્મધ્યાન વિ. પ્રશસ્ત ધ્યાનવડે ‘અપ્પાણં’તિ પ્રાકૃત શૈલીથી આત્મીય-પોતાની (પોતાની) કાયાને (કેટલાક આ આલાવાને-‘અપ્પાણં' એ પદને બોલતા નથી) હું વોસિરાવું છું-છોડું છું. १. “ प्रलम्बित भुजद्वन्द्वमूर्ध्वस्थस्यासितस्य वा । स्थानंकायानपेक्षं यत् कायोत्सर्गः स कीर्तितः ॥ “બંને ભુજાઓને નીચે લટકતી રાખીને ઉભેલા અથવા બેઠેલા માણસનું કાયાની અપેક્ષા વિનાની સ્થિતિમાં રહેવું તે ‘કાયોત્સર્ગ' કહેવાય છે. ૨ આઠ મહા પ્રાતિહાર્યનું સ્વરૂપઃ-(૧) હે પ્રભુ ! આપના શરીરમાં માનથી બાર ગુણો આ ચૈત્યવૃક્ષ, ભમરાના શબ્દવડે જાણે ગાયન કરતો હોય, વાયુથી ચલાયમાન થતાં પાંદડાઓવડે જાણે નૃત્ય કરતો હોય અને આપના ગુણોવડે જાણે રક્ત (રાતો) થયો હોય તેમ હર્ષ પામે છે. (૨) હે પ્રભુ ! આપની દેશનાભૂમિ (સમવસરણ) માં દેવતાઓ એક યોજન સુધી નીચા ડીંટવાળા જાનુપ્રમાણ પુષ્પોને વિખેરે છે. વરસાવે છે. (૩) હે પ્રભુ ! વૈરાગ્ય દીપનકરનારા માલવકૌશિકી વિગેરે ગ્રામપર્યંત રાગોવડે પવિત્ર થયેલો આપનો દિવ્ય ધ્વનિ, હર્ષથી ઉંચી ડોકવાળા મૃગોએ પણ પીધો છે. (૪) હે પ્રભુ ! ચંદ્રના કિરણો જેવી ઉજ્જવલ ચમરાવલી (ચામરની શ્રેણી) જાણે કે આપના મુખકમલની સેવામાં તત્પર થયેલી હંસની શ્રેણી હોય તેમ શોભે છે. (પ) હે પ્રભુ ! જ્યારે આપ સિંહાસન ઉપર આરૂઢ થઈને દેશના આપો છો ત્યારે આપની દેશના સાંભળવા માટે મૃગલાઓ પણ આવે છે. તે જાણે કે મૃગેન્દ્ર (પોતાના સ્વામી) ની સેવા કરવા આવતા હોય તેમ લાગે છે. (૬) હે પ્રભુ ! જ્યોત્સનાવડે પરિવરેલો ચંદ્ર જેમ ચકોર પક્ષીના નેત્રોને આનંદ આપે છે તેમ ભામંડલવડે પરિવરેલા આપ સજ્જનોના નેત્રોને અત્યંત આનંદ આપો છો. (૭) હે સર્વ વિશ્વસ્વામિન્ ! વિહારમાં આપની આગળ આકાશમાં રહીને શબ્દ કરતો દેવદુંદુભિ જાણે કે જગતમાં આપ્તપુરૂષોમાં આપનું જ મોટું સામ્રાજ્ય કહેતો હોય તેમ શોભે છે. (૮) હે પ્રભુ ! (સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, તીર્થંકરનામકર્મ ઉપાર્જન સ્વર્ગગમન, પુનઃ મનુષ્યભવમાં સર્વવરિત; અપૂર્વકરણ. ક્ષપશ્રેણી, શુક્લધ્યાન, ધાતિકર્મ ક્ષય, કેવલજ્ઞાનની પ્રાપ્તિ, તીર્થંકરની સંપદાનો ભોગ અને છેવટ મોક્ષગમનઆ પ્રમાણે) પૂર્ણ સમૃદ્ધિના અનુક્રમની જેવા આપના મસ્તક ઉપરઉપરી રહેલા ત્રણ છત્રો ત્રણ જગતના પ્રભુપણાની મોટાઈને કહેતા હોય તેમ શોભે છે. ૩ મૈત્રી આદિ ભેદવડે ચાર પ્રકારનું તથા આજ્ઞા વિચયાદિ ભેદવડે ચાર પ્રકારનું તેમજ પિંડસ્થાદિ ભેદવડે પણ ગુજરાતી અનુવાદક કરસૂરિ મ.સા. આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy