SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ કરી હતી હાલન વિણ જો તમારી કાર શીતલ ૩૬૦) - સમાઘાન-ઉપર કરેલ પ્રતિપાદનથી શંકાનું નિરસન થઈ જાય છે. એટલે અભક્તિરૂપ હેતુનો યોગ ટકી શકતો નથી કારણ કે, ભક્તિ યોગનો સદ્ભાવથી ભક્તિ યોગ કેવી રીતે ? તે વસ્તુનું યથાર્થ વર્ણન કરે છે કે પહેલાં એ સમજવું જોઈએ કે અહીં કઈ અપેક્ષા છે? કારણ કે; અભિળંગ-ભૌતિકલાલસાઆસક્તિ જેવું અનિષ્ટ તત્ત્વ નથી. અને તેવું જ આગમનું પ્રામાણ્ય-પુરાવો-સાક્ષી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “આભિગ્રહિક, (કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરી શરીરની બધી ચેઝ રોકવાવાળો) ઉચ્છવાસને રોકી શકતો નથી તો ચેષ્ટાવાળાની તો વાત જ શી ? જે કારણથી ઉચ્છવાસ નિરોધમાં શીઘૂમરણ છે. તેથી યતના પૂર્વક સૂક્ષ્મ ઉચ્છવાસને ગ્રહણ કરવો.' શંકા-ઉચ્છવાસની અપેક્ષા રાખ્યા સિવાય ઉચ્છવાસ નિરોધમાં મરણ થાય તો શો વાંધો ? સમાધાન-અવિધિ પૂર્વકનું (વિરોધનાવાળું) મરણ, પ્રશંસાપાત્ર ગણાતું નથી. કારણ કે, અર્થ (મોક્ષ પુરૂષાર્થ-ઈષ્ટ-ફલ) ની હાનિનો પ્રસંગ છે. શુભ ભાવનાના યોગનો અભાવ છે. સ્વ પ્રાણોનો નાશ (આપઘાત) નો પ્રસંગ છે. વળી અવિધિપૂર્વકના મરણનો શાસ્ત્રમાં પ્રતિષેધ છે. શાસ્ત્રમાં કથન છે કે; “બધી રીતે સંજમનું જતન-રક્ષણ કરો ! સંજમ કરતાંય આત્માને સંભાળી ? કોઈ પણ રીતે જો અવિધિ મરણરૂપ અતિપાતથી બચી જાય છે તો ફરીથી (પ્રાયશ્ચિત દ્વારા) શુદ્ધ થાય છે. જો અવિરત થઈ જાય તો પ્રાયશ્ચિત આદિથી તેની શુદ્ધિ થતી નથી.” તથાચ મૂલ (મૂલમંડી) ની પ્રાપ્તિની રક્ષા કરવા ખાતર અપવાદ સેવન થવા છતાંય વિરાધના થતી નથી. સારાંશ કે ઉચ્છવાસ આદિની અપેક્ષા તે રાગમિશ્રિત અપેક્ષા નથી. કારણ કે, આસક્તિરૂપ અભિવૃંગનો અભાવ છે, અને તેમાં આગમનો પુરાવો છે અને તે તે આગારોથી અભક્તિના પ્રસંગનો અભાવ છે. વિ. ના નિરૂપણરૂપ ચર્ચા અહીં સમાપ્ત થાય છે. હવે શાસ્ત્રકાર, “જાવ અરિહંતાણંથી “ન પારેમિ' સુધીના ૪ પદમાં કાઉસગ્નમાં કેટલી વાર સુધી રહેવું તેની કાળનિયમ દર્શાવેલો હોવાથી એ ચાર પદવાળી ૭ મી કાયોત્સર્ગવધિ (કાઉસગ્નની મર્યાદા રૂપ) સંપદા છે. ત્યારબાદ “તાવકાર્યથી વોસિરામિ સુધીનાં ૬ પદમાં કાઉસગ્ગ કેવી રીતે કરવો ? તેનું સ્વરૂપ દર્શાવ્યું છે. માટે તે ચાર પદની ૮ મી કાયોત્સર્ગ સ્વરૂપ સંપદાનું સ્વરૂપ બતાવતાં કહે છે कियन्तं कालं यावत्तिष्ठामीत्यत्राह-"जाव अरहंताणमित्यादि" यावदिति-कालावधारणे, अशोकायष्टमहाप्रातिहार्यलक्षणां पूजामर्हन्तीत्यर्हन्तस्तेषांमर्हतां, भगः-समग्रैश्वर्यादिलक्षणः स विद्यते येषां ते भगवन्तः तेषां सम्बन्धिना नमस्कारेण 'नमो अरहन्ताणन्ति' अनेन “न पारयामि" न पारं गच्छामि, तावत्किमित्याह-"ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि" तावच्छब्देन कालनिर्देशमाह, 'कार्य' देहं “स्थानेन" ऊर्ध्वस्थानेन हेतुभूतेन, तथा 'मौनेन' वाग्निरोधलक्षणेन, तथा 'ध्यानेन' धर्मध्यानादिना 'अप्पाणंति' प्राकृतशैल्या आत्मीयम्, अन्ये न पठन्त्येवैनमालापकं 'व्युत्सृजामि' परित्यजामि, ગરાતી ગાનવીe , ope u તો
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy