SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ વાત રજુ લિત વિEારા વાવવાથી (૩પ૯ (૪) સર્વથા કાયોત્સર્ગમાં અતિચારજાતિરૂપ શરીરના અંગોનું સૂક્ષ્મ સ્કૂરણ, સૂક્ષ્મ રીતે કફનું સ્કૂરણ, સૂક્ષ્મ નેત્રનું ફુરણ એ ત્રણ, નિયમથી-અવશ્ય-ચોક્કસરૂપે થનાર અને અલ્પ-સૂક્ષ્મ અગોચર છે. કારણ કે; પુરૂષમાત્રમાં સકલ નરનારીમાં અવશ્ય સમ્ભવિત છે. (૫) સર્વથા કાયોત્સર્ગમાં અતિચારજાતિરૂપ, “એવમાદિ રૂપ ઉપલક્ષણ પદથી ઉપલલિત-સંગ્રહ કરેલ અગ્નિ ઉપદ્રવ, પંચેન્દ્રિયનું આડું ઉતરવું, ચોર વિ. નો ભય, સર્પ વિ. નો ઉપદ્રવ એ ચાર, સ્વશરીરથી બહારના પદાર્થો મૂળ કારણ હોવાથી બાહ્ય છે કારણ કે; બહારના પદાર્થો (અગ્નિઆદિ) દ્વારાએ જ અગ્નિ ઉપદ્રવ આદિ ચાર આગારોનો જન્મ થાય છે. ઉપાધિ (મિથ્યાત્વાસંયમાદિ દોષ કે અતિચાર) થી શુદ્ધ રહિત અર્થાત ઉપાધિરૂપ મલ રહિત-નિર્મલનિર્દોષ-નિરતિચાર, પરલોક માટેનું અનુષ્ઠાન-સમ્યગુ અનુષ્ઠાન, મોક્ષનું મૂળ કારણ છે. આમ જણાવવા સારૂ અપવાદો (ઉત્સર્ગ વિશેષરૂપ) આગારો અતિચાર જાતિઓનો ઉપન્યાસ-સૂત્રરૂપ ગુંથણી કરેલ છે. વળી આગમમાં કહ્યું છે કે; (આગારોનો અપવાદોનો સ્વીકાર કર્યા સિવાય) વ્રતના ભંગમાં (સર્વથા ત્યાગે) ગુરૂ (મહા) દોષ છે. (આગારો અપવાદો રાખીને) થોડી પણ વ્રત (મહાવ્રત) ની પાલના ગુણ કરી-લાભ કરનારી છે. લાભાલાભનો-ગુણ દોષનો પૂરતો વિચાર કરવો જોઈએ. ગુરૂલાઘવનો પુખ્ત વિચાર કરીને જ ઘર્મમાં-ધર્મ શાસ્ત્રોમાં આગારોનું-અતિચાર જાતિઓનું અપવાદ પ્રકારોનું પ્રતિપાદન કરેલ છે. શંકા-અરિહંત ભગવંતનું ચૈત્યવંદન કરવા માટે ઉજમાલ બનેલ પુરૂષને, ઉચ્છવાસ વિ. ની અપેક્ષા, શોભન-સારી-વ્યાજબી નથી. કારણ કે; ભક્તિનો અભાવ છે. ભક્તિપરાયણ પુરૂષને ક્યાંય અપેક્ષા-દરકાર, યુક્તિયુક્ત ઠરતી નથી. ભક્તિ તે જ કે જે અપેક્ષા વગરની હોય. ૧ આંખના પોપચાંનું ફરકવું, ગાલનું ફરકવું હાથપગના સ્નાયુઓનું ફરકવું રૂંવાડાં ચડી આવવાં વિ. ક્રિયાઓ આપણી ઈચ્છા કે પ્રયત્નને આધીન ન હોઈ શરીરમાં ગમે ત્યારે થવાનો સંભવ હોય છે તેથી તેનો સમાવેશ અપવાદમાં કરેલો ૨ આ ક્રિયા શરીરમાં નિરંતર ચાલ્યા જ કરે છે. વાયુ કફને જુદા જુદા સ્થાને લઈ જાય છે અને કોઈ વખત તેનો વેગ વધારે હોય તો આપણને ખબર પડે છે કે અંદર કફનું હલન-ચલન થઈ રહ્યાં છે. આ પણ એક જાતનો સૂમકાયવ્યાપાર છે. પણ તે કાબૂ બહારનો હોઈ તેનો સમાવેશ અપવાદમાં થયેલો છે. ( ૩ આંખનું મટકું મારવું આંખનો પલકારો થવો વિ. આ પણ એક પ્રકારનો સૂકમાય વ્યાપાર છે. પણ તે કાબૂ બહારનો હોઈ તેનો સમાવેશ અપવાદમાં કરેલો છે. ४ 'एवमादि' इति पदमुपलक्षणं, अजहत्स्वार्थलक्षणयाऽन्यग्राहकमिति उपलक्षणलक्षणेनाग्न्यायन्यपदार्थानां चतुर्णाग्रहणं बोध्यम् । वाक्यान्वियिमुख्यामिश्रितमुख्यार्थान्यपदार्थोपस्थितिरूपमुपलक्षणलक्षणमपि बोध्यम् । उपलक्ष्यते स्वं स्वेतरचानेनेति व्युत्पत्तिः । करणे ल्युट् । लक्षणं तु लक्ष्यतावच्छेदकरूपेण स्वस्वेतरबोधकपदत्वम् । રાજારાતી નવા હોય
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy