SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ભાલવા FENAS ૩૪૭ સારાંશ કે-મજકૂર વિવેચનથી શ્રદ્ધા વિગેરેની મદતા (અલ્પતા) શ્રદ્ધા વિગેરે માલુમ ન પડે છતાં આદર વિગેરેનો સદ્ભાવ હોય છતે સૂત્રનું ઉચ્ચારણ (પાઠ-પઠન) કરનાર પુરૂષમાં પ્રેક્ષાવત્તા. (બુદ્ધિમત્તાવિચારકપણા) ની ક્ષતિ-હાનિ આવી શકતી નથી. હવે બીજાઓના મતથી (સિદ્ધાંતથી) શ્રદ્ધા વિગેરેનું મન્દપણું-તીવ્રપણું-મધ્યપણું સાધતા બતલાવે છે. इक्षुरसगु खण्डशर्करोपमाश्चित्तधर्मा इत्यन्यैरप्यभिधानात्, इक्षुकल्पं च तदादरादीति भवत्यतः क्रमेणोपायवतः शर्करादिप्रतिम श्रद्धादीति, कषायादिकटुकत्वनिरोधतः शममाधुर्यापादनसाम्येन चेतस एवमुपन्यास इति, एतदनुष्ठानमेव चैवमिहोपायः तथा तथा सद्भावशोधनेनेति परिभावनीयं, ભાવાર્થ-(૧) શેલડી (૨) શેલડીનો રસ (૩) ગોળ (૪) ખાંડ (૫) સાકર એ પાંચેના સરખા, મનના ચિત્તના-આત્માના પરિણામો (ભાવો-આશયો) હોય છે. એમ બીજા દર્શનકારોનું પણ માનવું છે. (અમે તો માનીએ છીએ પણ બીજામતાનુયાયીઓ માને છે. એમ અપિ-પણને અર્થ સમજવો.) હવે પ્રકૃત ઉપમાન અને ઉપમેયની યોજના-ઘટના-સંકલન-સમન્વય કરતા કહે છે કે; તથાચ શેલડી (ઉપમાન) સરખા તે કાઉસગ્નમાં આદર વિગેરે (ઉપમેય) છે, તે કાઉસગ્નનો આદરઉપાદેયભાવ-બુદ્ધિ, અનાદિકાલીન મલિન વાસનાને લઈ આ જીવ પૌગલિક વસ્તુ તરફ એટલો બધો ટેવાઈ ગયો છે કે, તે વસ્તુને જ ઉપાદેય તરીકે ગણે છે અને તેજ વસ્તુ મેળવવાને રાત-દિવસ પ્રવૃત્તિ કર્યા કરે છે, પણ જ્યારે આ જીવને તથા ભવ્યતાના પરિપાકથી તથા કર્મના ક્ષયોપશમથી કંઈક સત્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે પૌગલિક સર્વ વસ્તુમાં ઉપાદેયભાવનો ત્યાગ કરી, જગતમાં સારભૂત અંગીકાર કરવા લાયક, મોક્ષમાર્ગનું બીજ આ કાયોત્સર્ગ જ છે. આવા પ્રકારની કાયોત્સર્ગ પ્રત્યે ઉપાદેય બુદ્ધિ તેજ અહીં આદર સમજવો. આદિ શબ્દથી જે આગળ ઉપર સવિવેચન કહેવામાં આવશે તે કરવામાં પ્રીતિ વિગેરે લેવા. એવંચ ઈશુકલ્પ-શેલડી સરખા આદરાદિના પ્રકર્ષના ક્રમથી અર્થાત્ ક્રમશઃ પ્રકર્ષવાળા આદરાદિરૂપ હેતુવાળા પુરૂષમાં ૧ શુદ્ધ સાકરના ચોસલાની-ખડી સાકરની બનાવટમાં તેની આગલી આગલી અવસ્થાઓ પણ કામની છે. કારણ કે, તે ખડી સાકર બને છે, તે કાંઈ એમને એમ- બની જતી નથી. શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી તેને પસાર થવું પડે છે, ત્યારે જ ખડી સાકરની પ્રાપ્તિ થાય છે. તે આ પ્રકારે - (૧) પ્રથમ તો શેરડી હોય (૨) પછી તેનો રસ કાઢવામાં આવે (૩) તેને ઉકાળીને કાવો બનાવાય (૪) તેમાંથી ગોળ બને (૫) ત્યાર પછી તેને શુદ્ધ કરતાં કરતાં તેમાંથી બારીક ખાંડ થાય (૬) પછી શર્કરા-ઝીણી સાકર બને (૭) અશુદ્ધ સાકરના ગઠ્ઠાપિંડા થાય (૮) અને છેવટે શદ્ધ સાકરના ચોસલા-ખડી સાકર બને. આમ શબ્દ સાકરની અવસ્થાએ પહોંચતા પહેલાં જુદી જુદી પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે. સરકારક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy