SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ : - કિવિ ખાવા ના કારણો " (૩૪૬) (વિચાર-પરામર્શ-સમીક્ષા-મીમાંસા) પૂર્વક જ કાર્ય કરવાવાળા હોય છે તેથી તેમનું સૂત્રનું બોલવું મૃષાવાદરૂપ નથી. શંકા-કોઈ વખત પ્રેક્ષાવંત પુરૂષ (વિચારીને પ્રવૃત્તિ કરનાર) પણ શ્રદ્ધાદિના અભાવવાળો થતો સૂત્રને બોલતો દેખાય છે તેનું શું ? સમાઘાન-(૧) મદ (મૃદુ-જઘન્યકોટીના) (૨) તીવ્ર ઉત્કૃષ્ટકોટીના (૩) આદિ શબ્દથી મધ્યમ કોટીના એમ ત્રણ ભેદ-પ્રકારવાળા આ શ્રદ્ધા વિગેરે છે. (૧) જાન્યકોટીના શ્રદ્ધાદિની ઓળખ (ઓળખાણ-પરિચય-પરીક્ષા) જાન્યકોટીના આદર વિગેરે લિંગથી થાય છે. | (૨) મધ્યમકોટીના શ્રદ્ધાદિની ઓળખ-જ્ઞાન, મધ્યમકોટીના આદર લિંગથી થાય છે. (૩) ઉત્કૃષ્ટકોટિના શ્રદ્ધા વિગેરેની ઓળખ-સમજણ-જ્ઞાન ઉત્કૃષ્ટકોટીના આદર વિગેરે લિંગથી થાય છે. અર્થાત્ સારાંશ કે પ્રેક્ષાવંત પુરૂષ, સર્વથા શ્રદ્ધા વિગેરેના અભાવવાળો હોતો કદાચિત સૂત્રને બોલતો નથી પરંતુ મન્દ આદરને જોઈ એમ કદાચ કહેવામાં આવે કે, “આ શ્રદ્ધા વગરનો છે પરંતુ ત્યાં સર્વથા શ્રદ્ધાદિનો અભાવ નથી પરંતુ મન્દ શ્રદ્ધાદિ છે એમ સમજવું. શંકા-શ્રદ્ધાદિના પ્રત્યે આદર વિગેરેનું લિંગપણું (ગમકપણું-બોધકપણું-હેતુપણું) કેવી રીતે સિદ્ધ સાબિત છે ? સમાઘાન-શ્રદ્ધા વિગેરેના અભાવવાળા પુરૂષમાં આદર વિગેરેનો અભાવ દેખાતો હોય છે. અર્થાતુ જ્યાં શ્રદ્ધા વિગેરેનો અભાવ છે ત્યાં આદર વિગેરેનો અભાવ છે અને આદર વિગેરેના સદ્ભાવથી શ્રદ્ધા વિગેરે છે. એમ જ્ઞાન થાય છે. તથાચ શ્રદ્ધા વિગેરેનું આદર વિગેરે, કારણ હોવાથી લિંગ કહેવાય છે. જ્યારે શ્રદ્ધા વિગેરે કાર્ય છે. ત્યારે તેનું કારણ આદર વિગેરે છે. આદર આદિની સત્તામાં જ શ્રદ્ધાદિની સત્તા છે. આદર આદિની સત્તાના અભાવમાં શ્રદ્ધાદિની સત્તાનો અભાવ છે. એટલે અન્વયવ્યતિરેકથી શ્રદ્ધાદિરૂપ કાર્ય પ્રત્યે આદર આદિ કારણ છે એમ કાર્યકારણભાવ સમજવો. અતએવ કાયોત્સર્ગમાં શ્રદ્ધાદિરૂપ કાર્યના કારણ (લિંગ) ભૂત આદર વિગેરેની સત્તા (વિદ્યમાનતાહાજરી - હૈયાતી) હોવાથી જ, અનાભોગવાળા પુરૂષમાં પણ ચિત્ત - પરિણામની ચંચલતા હોઈ પ્રકૃતસ્થાન વિષયક - વર્ણાદિ વિષયક ઉપયોગનો અભાવ-ગેરહાજરી હોવા છતાંય, (પ્રકૃતસ્થાનાદિ વિષયક ઉપયોગ હોય તો પૂછવું જ શું ? એ અપિ-પણ શબ્દનો અર્થ સમજવો) આ શ્રદ્ધા વિગેરેની સત્તા-હૈયાતી છે. કારણ કે, કાર્યની સાથે (કોઈ એક) કારણનું અવિનાભાવિપણું (અવિનાભાવવ્યાપ્તિ-સબંધ-વ્યાપ્તપણું) હોય છે. જેમકે, પ્રદીપનું પ્રકાશ સાથે, વૃક્ષનું છાયા સાથે અવિનાભાવપણું ચાલી થવાવીને આ અપરણિત, ખાન dowser
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy