SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરી Adare Fia ત્રણ (૩) નિમિત્ત કારણો છે. આ પ્રમાણે એક સ્વભાવવાળી એક વસ્તુથી, જુદા જુદા ઉપાદાનહેતુથી અને જુદા જુદા સહકારિકારણરૂપ નિમિત્ત કારણોની સહાયથી અનેક કાર્યનો ઉદય (ઉત્પત્તિ) સર્વ સામગ્રીઓમાં જોડવો-યોજવો-ઘટાવવો એ વાસ્તવિક છે. જેથી એક સ્વભાવવાળી એક વસ્તુથી અનેક વિચિત્ર કાર્ય-વ્યવહારની ઉત્પત્તિ, બરોબર ઘટી શકે છે. માટે આપે આપેલ આપત્તિ અમોને લાગુ પડશે જ નહિ. ૨૯૯ ઉત્તરપક્ષ=ઉપાદાનભેદથી અને નિમિત્તભેદથી સર્વથા (એકાંતે) એક સ્વભાવવાળી એક વસ્તુથી ઐહિક (આલોકના) અને પારલૌકિક (પરલોકના) અનેક ફલ-કાર્યની ઉત્પત્તિ થતી જ નથી. આ નિયત-નિશ્ચલ નિયમ છે જો આ મુદ્દો નહીં સ્વીકારવામાં આવે તો અર્થાત્ એક વસ્તુથી અનેક કાર્યનો ઉદય (ઉત્પત્તિ) માનવામાં આવે તો, કારણ વગર જ કાર્યો પેદા થાય ! અર્થાત્ આકસ્મિક કાર્યની ઉત્પત્તિની આપત્તિ આવશે ! મતલબકે એક કાર્ય સિવાયના તમામ બીજા કાર્યો, કારણ વગર જ પેદા થવા લાગશે. કારણ કે; એક હેતુ સ્વભાવનો એક ફલ કાર્યમાં જ ઉપયોગ (વપરાશ, ખર્ચ ભોગવટો) જ થઇ જતો હોવાથી બીજા કાર્યમાં ઉપયોગ-વ્યાપારનો અભાવ છે. પૂર્વપક્ષ= અમારી આવી માન્યતા છે કે; ‘એક એવો પણ વસ્તુસ્વભાવ, અનેક કાર્ય કરવાના સ્વભાવવાળો છે' આવી વિશિષ્ટ કલ્પના હોઇ કેટલાએક કાર્યો, કારણ વગરના થશે' એવી આપત્તિ અમને આવશે જ નહીં સબબકે એક વસ્તુસ્વભાવ ૪ એવો છે કે અનેક કાર્ય કરવામાં વ્યાપાર-ઉપયોગ કરનાર થાય છે જ. ઉત્તરપક્ષ=અરે ભાઈ ! આ માન્યતા તો અમારા મતને અનુસરનારી જ છે કાંઇ ફરક કે તફાવત દેખાતો જ નથી. જરી તુલના કરો ! જેમકે; (૧) અમારી માન્યતા-‘મને સ્વભાવ’(એક વસ્તુ, અનેક સ્વભાવવાળી છે.) (૨) તમારી માન્યતા-‘જોષિ વસ્તુસ્વભાવોનેવાર્યવળસ્વભાવઃ' (એક પણ વસ્તુનો સ્વભાવ, અનેક કાર્ય કરવાના સ્વભાવવાળો છે.) અહીં કેવલ ઉપલકદ્રષ્ટિથી શબ્દભેદ છે, તો પણ અર્થનો અભેદ હોવાથી અમારી માન્યતાને અનુસરનારી જ તમારી માન્યતા છે. તત્વચિંતનમાં શબ્દની મારામારી યોગ્ય લેખાતી નથી. પરંતુ અર્થ-રહસ્ય-તાત્પર્યભેદમાં જ સત્યભેદ મનાય છે. સ્વતંત્ર અને સ્વચ્છ સિદ્ધાંત છે કે; એક વસ્તુથી કોઈ પણ રીતે સ્વભાવભેદ (માન્યા) સિવાય, અનેક કાર્યનો ઉદય ઉત્પત્તિ છે જ નહીં. આ સિદ્ધાંતની ચર્ચા ઝીણવટ રીતે પહેલાં કરી ચૂકેલ છે. હવે જે ગ્રંથમાં આ વિષયનું નિપુણ નિરૂપણ કરેલ છે ત્યાંનો નાનો નમૂનો ચખાડી, વિસ્તરાર્થીને ત્યાંથી જોઇલેવાની ભલામણ કરી, આ વિષયની પૂર્ણાહૂતિ કરવાની ઇચ્છાથી કહે છે કે, निरूपितमेतदन्यत्र, 'यतः स्वभावतो जातमेकं नान्यत्ततो भवेत् ! कृत्स्नं प्रतीत्य મૂતિમાવત્વાત્તત્ત્વવત્ ॥9॥ अन्यच्चैवंविधं चेति, यदि स्यात्किं विरुध्यते ? । तत्स्वभावस्य कार्त्स्न्येन, हेतुत्वं प्रथमं प्रति' ॥ २ ॥ इत्यादिना ग्रन्थेनेति नेह प्रतन्यते । ગુજરાતી અનુવાદ આ િ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy