SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Cose (૨૯૮) સ્વભાવની અપેક્ષા રાખનાર અનેક સહકારિતાના સ્વીકારનો વિરોઘ છે. જો વ્યવહાર વિષયભૂત વસ્તુમાં નિરંશ એક સ્વભાવતા માનો તો, અનેક સ્વભાવની અપેક્ષા રાખનારી અનેક સહકારિતા ઊડી જાય ! અને અનેક સ્વભાવની અપેક્ષા રાખનાર અનેક સહકારિતા સ્વીકારો તો નિરંશ એક સ્વભાવતા રહી શકે નહીં અત એવ વ્યવહારયોગ્ય વસ્તુનિષ્ઠ નિરંશ એક સ્વભાવતાના પ્રત્યે અનેક સ્વભાવની અપેક્ષા રાખનાર અનેક સહકારિતાનો અસ્વીકાર) પ્રતિબંધક છે. હવે અનેકાંતમાં એકાંતપક્ષદૂષણના પ્રસંગનો પરહાર કરવા સારૂ શાસ્ત્રકાર જણાવે છે કે; અનેકાંતરૂપ એકાનેક સ્વભાવમાં પ્રકૃત વ્યવહારનો વિરોધ (અસંગતિ) આવતો જ નથી. કારણ કે; જે પ્રકારે વસ્તુનો અભ્યપગમ છે તે પ્રકારે જ વસ્તુના પ્રત્યક્ષજ્ઞાનરૂપ દર્શનથી વ્યવહાર ઘટમાન થાય છે. એ જ બાબતને વધુ સ્પષ્ટ કરે છે કે, નિયમ એક અનેક સ્વભાવવાળી વસ્તુમાં પિતૃવાસના નિમિત્ત સ્વભાવતા છે, તે જ પુત્રવાસના નિમિત્ત સ્વભાવતા નથી, પિતૃવાસના નિમિત્ત સ્વભાવતા ભિન્ન છે, અને પુત્રવાસના નિમિત્ત સ્વભાવતા ભિન્ન છે. જો સ્વભાવ ભેદને બિસ્કુલ નહીં માની, પિતૃવાસના નિમિત્ત સ્વભાવતા જ, વસ્તુમાં પુત્રવાસના નિમિત્ત સ્વભાવતારૂપ જ છે. અર્થાત્ સર્વથા વાસનાનિમિત્ત સ્વભાવતાને એક જ રૂપ માનવામાં આવે તો, નીલરૂપ વસ્તુમાં રહેલ નીલવાસનાનિમિત્તસ્વભાવતા જ પીત આદિવાસના નિમિત્ત સ્વભાવતારૂપ થઈ જશે ! અને એ આપત્તિ તમોને ઈષ્ટ નથી. માટે ખૂબ ખૂબ ઉંડા ઉતરી ઝીણવટથી છણાવટ કરી તારવો કે; “એક જ વસ્તુ વિચિત્ર (નાનાવિઘ) વાસનાઓને આધીન બની, વિચિત્ર વ્યવહાર, પ્રવૃત્તિમાં હેતુ છે.” આ વાત કદી તદ્દન સંભવી શકતી નથી એ સાર છે. અન્યથા-વિચિત્રવાસનાઓને આધીન બનેલ એક જ વસ્તુથી વિચિત્ર વ્યવહારની પ્રવૃત્તિ માનો તો, એક વસ્તુથી જ સર્વ વ્યવહારની સિદ્ધિ થઈ જશે તો જગત વિચિત્ર છે' આવી માન્યતા સિદ્ધાંત પણ કેવી રીતે કાયમ રહેશે ! જગત એકરૂપ ભાસે તે તો ઈષ્ટ નથી જ માટે પ્રૌઢ પર્યાલોચન કરો ! પૂર્વપક્ષ ઉપાદાનકારણના ભેદથી નિમિત્તકારણના ભેદથી સર્વથા એક સ્વભાવવાળી એક વસ્તુથી અનેક કાર્યની ઉત્પત્તિના સ્વીકારમાં કશોય બાધ-વિરોધ નહીં આવે. કારણ કે; અમારો માનેલો કારણવિભાગક્રમ આવો છે તે સાંભળો ! (૧) રૂપવિષયક જ્ઞાનજનક સામગ્રી આ પ્રમાણેની છે. ગ રૂપ. મા આલોક-પ્રકાશ રૂ મનસ્કાર (ાળુ મનઃવો ચાપારમે –મનની સુખ તત્પરતા એ અર્થ નહીં લેતાં પરિભાષિત પૂર્વના જ્ઞાનક્ષણરૂપવાસનામનસ્કાર એ અર્થ લેવો) હું ચક્ષુરિન્દ્રિય એ ચાર, રૂપ વિષયકજ્ઞાનમાં કારણો છે. તે ચાર કારણો પૈકી (૧) પૂર્વના જ્ઞાનક્ષણરૂપ મનસ્કાર એ રૂપવિજ્ઞાનને પેદા કરવામાં ઉપાદાન કારણ છે. અને બાકી રૂપવિગેરે ત્રણ (૩) નિમિત્ત કારણો છે. એવી જ રીતે રૂપ, આલોક, ચક્ષુઓના પણ સ્વસ્વપૂર્વના ક્ષણો (પોતપોતાના રૂપ, આલોક, ચક્ષુના પૂર્વના લણો) પોતપોતાના કાર્યને પેદા કરવામાં ઉપાદાન કારણ છે. અને બાકીના કાકાર કરવા રાજકારણ STER વકરમ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy