SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ 'SES વનડિશ નકારક માફક ક (૨૭) વ્યવહારની અસંગતિરૂપ દોષનો પરિહાર થાય છે. તથાહિ-વાસનાભેદના પ્રત્યે પુત્ર આદિના નિમિત્તપણાનું ખંડન થયે છતે પર-વાદી કદાચ આ ઉત્તર આપે કે “એક વ્યક્તિરૂપ દેવદત્ત (દેવદત્ત આદિ)નો વિષય કરીને તે દેવદત્તના પ્રત્યે પિતા-પુત્ર આદિરૂપપણાએ વ્યવસ્થિત થયેલ અનેકોની જે એ પુત્ર આદિ વાસનાપ્રવૃત્તિ છે, તે-પુત્ર આદિ વાસના પ્રત્યે તે અનેકોના પોતાના સંતાન (વાસના)ગત મનસ્કારરૂપ ઉપાદાન કારણભેદ (ભિન્નભિન્ન ઉપાદાન કારણ) મૂલબીજ છે. પરંતુ વ્યવહાર વિષય વસ્તુસ્વભાવભેદ, કારણ નથી (અહીં મનસ્કાર એટલે પૂર્વના જ્ઞાનક્ષણરૂપ મનસ્કાર સમજવો.). ઉત્તરપક્ષ આ તમારો ઉત્તમ, સાચો ઉત્તર નહીં હોવાથી અનુત્તરરૂપ છે. કારણ કે; એક વ્યક્તિરૂપ દેવદત્તમાં, પિતા-પુત્ર વિગેરે રૂપવ્યવહારના કરનારા અનેકોના નિમિત્તપણા-સહકારિપણાનો અભાવ છે. (સ્વભિન્નત્વેસતિ સ્વકાર્યકારિત્વ-સહકારિત્વમ્, યથા દમ્હસ્ય મૃત્તિકાકાર્ય-ઘટકારિત્વમ્, મતલબ કે; તે વ્યવહાર કરનારા અનેકો, તે, એક સહકારીરૂપ પુરૂષવિશેષ-દેવદત્તને પામીને ઉપાદાનનો ભેદ હોવા છતાં પણ તથાવિઘસર્વવાસનાવાળાઓ (પિતા આદિ સર્વવાસનાવાળાઓ) થાય છે. આ તેમનું કથન યુક્તિયુક્ત નથી. કારણ કે; તે સહકારી વિશેષ દેવદત્તવ્યક્તિમાં અનેક વ્યવહારકારકપુત્રાદિને અનુકૂલ-યોગ્ય-અનુરૂપ-પ્રયોજક જેટલી વાસનાઓ કે જેટલા વ્યવહારકર્તાઓ છે તેટલા સ્વભાવની શૂન્યતા (મીઠું) છે. એટલે તે અનેકોનું સહકારિત્વ ઘટી શકતું જ નથી. - પૂર્વપક્ષ અરે ! આતો, નિરંશ-અવિભાગ (નિરવયવ) એક દેવદત્તરૂપ સહકારિવ્યક્તિમાં વ્યવહારકર્તા અનેકોના સ્વસંતાનગત મનસ્કારરૂપ ઉપાદાન ભેદથી અનેક (પુત્રાદિ, વાસના પ્રવૃત્તિ, પ્રત્યક્ષથી દેખાય; છે તો એકમાં અનેકોનું સહકારિત્વ સિદ્ધ યુક્ત જ છે. ઉત્તરપલ=ભાઈસાહેબ ! વ્યવહારઘટનાનો ક્રમ એવો છે કે, જે પ્રકારે વસ્તુનો અભ્યપગમ (નિશ્ચય વિશેષ કે સ્વીકાર) થાય છે. તે જ પ્રકારે વસ્તુનું દર્શન-પ્રત્યક્ષજ્ઞાન, થાય તો જ તથાદર્શનથી જ વ્યવહારની ઘટના બરોબર થઈ શકે છે. એ જ વાતને સુંદર રીતે દર્શાવે છે કે, પ્રસ્તુત વાસનાભેદના પ્રત્યે પ્રત્યક્ષજ્ઞાનરૂપ દર્શનનો વિરોધ છે. કારણ કે, અંભુપગમમાં વિચારની યોજના-સામર્થ્યશક્તિ છે વિચારવાને સારૂ અભ્યપગમ જ યુક્તિયુક્ત, ઉપયોગી છે. દર્શન નહીં. આનો નિષ્કર્ષ એ પ્રાપ્ત થાય છે કે; અભ્યાગમનો પણ (દર્શનનો પણ)એકમાં અનેકસહકારિતાના સ્વીકાર પ્રત્યે વિરોધ છે. અર્થાત, એકમાં અનેક સહકારિતાના સ્વીકાર પ્રત્યે અભ્યપગમ અને દર્શન વિરોધી છે. -વિરોધની ઘટનાવ્યવહારયોગ્ય દવદત્તરૂપ એક વ્યક્તિ-પુરૂષ) રૂપ વસ્તુમાં નિરંશ એક સ્વભાવતાની સાથે અનેક કાકાસાહક VARER રાજરાતી નવા મીડિયા સતી રાણા ના
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy