________________
- લલિત-વિખરા . ' હરિભદ્રસર રચિત
" (૨૩૫ ભ્રાંતિમાત્ર, સંવેદનરૂપ અનુભવનો વિષય થતો નથી. કેમકે અસત્ છે. જે જે અસત્ છે તે તે અનુભવગમ્ય નથી થતું એવો નિયમ છે. જેમ અસત હોઈ શશૃંગ આદિ અનુભવમાં નથી તેમ ભ્રાંતિમાત્ર અસત હોવાથી અનુભવમાં શી રીતે આવે ? અર્થાત્ ન જ આવે. આ ઉપરોક્ત અનુભવબાધા રૂપ આપત્તિને ઈષ્ટાપત્તિ રૂપે માની શકો એમ નથી. કારણકે, ભ્રાંતિરૂપજ્ઞાન, અનુભવગમ્ય-સ્વસંવેદ્ય છે. જે જે જ્ઞાનાદિ, સ્વસંવેદ્ય છે તે તે સત્ છે આમ નિયમ હોઈ (“હું ભ્રાંતિમાનું છું” આવા જ્ઞાન આકારથી જ્ઞાનમાં અનુભવમાં-સંવેદનમાં ભ્રાંતિરૂપજ્ઞાન વિષય તરીકે વિદ્યમાન હોઈ ભ્રાંતિરૂપજ્ઞાન, સંવેદનરૂપે સત્
આ અનુભવબાઘાનો વ્યતિરેક (ઉલટ) શૈલીથી પ્રતિવસ્તુ (તાક્શ અન્ય વસ્તુ) ના ઉપન્યાસથી કરાતો વિચાર
એવંચ મિથ્યારૂપમરૂમરીચિકા (રેતાળ જમીન ઉપર ઊભાં સૂર્યકિરણ પડતાં દૂરથી પાણી જેવો ભાસ થાય છે તે મૃગજળ-ઝાંઝવાં) રૂપવિષયવિષયકજ્ઞાનરૂપઅનુભવવૃત્તિ મિથ્યા. રૂપ મૃગજળ આદિ વિષયમાં પણ સત્ય જળની વાત તો દૂર રહો પણ એ અપિ શબ્દનો અર્થ સમજવો) જલ આદિ જ્ઞાનનો અનુભવ, અનુભવાત્મના-જ્ઞાનરૂપે પણ (વિષય રૂપે અસત્ પણ હોઈ શકે પણ એ અપિ શબ્દનો અર્થ લેવો) અસત્ છે જ નહીં અર્થાત્ જ્ઞાનરૂપે જ્ઞાન સત્ જ છે.
સારાંશ-મિથ્યારૂપ વિષય-મરૂમરીચિકા, ચન્દ્રય આદિ રૂપ વિષયવિષયકજ્ઞાનનિષ્ઠ અનુભવ, અનુભવરૂપેજ્ઞાનરૂપે સત્ છે. એવંચ જ્ઞાનોનો અનુભવ કે જ્ઞાનરૂપ અનુભવ, જ્ઞાન રૂપે સત્ છે. પછી ભલેને તે વિષયો મિથ્યા હોય કે સત્ય હોય એ જોવાનું નથી. પરંતુ જ્ઞાનોનો અનુભવ કે જ્ઞાનરૂપ અનુભવ જ્ઞાનરૂપે સત છે અસત્ નથી જ એ અહીં વિચારવાનું છે, અત એવ ભ્રાંતિરૂપજ્ઞાન, અનુભવનો વિષય હોઈ અથવા અનુભવરૂપ હોઇ સત્ છે. અસતું નથી. અન્યથા ભ્રાંતિરૂપજ્ઞાન અનુભવમાં-સ્વસંવેદનમાં આવે જ નહીં અથવા અનુભવરૂપે અનુભવરૂપ થાય જ નહી.
આ પ્રસ્તુત વિષય, સર્વજનને અનુભવ સિદ્ધ છે એમ જાહેર કરી કરાવાતું મૂલમુદ્દાનું સ્પષ્ટીકરણ
आविद्वदङ्गनादिसिद्धमेतत्, न चायं पुरुषमात्रनिमित्तः, सर्वत्र सदाऽभावानुपपत्तेः, नैवं चितिमात्रनिबन्धना रागात्य इति भावनीयम् एवं च तथाभव्यत्वादिसामग्रीसमुद्भूतचरणपरिणामतो रागादिजेतृत्वादिना तात्त्विकजिनादिसिद्धिः २७ ॥
ભાવાર્થ-મૃગજળ આદિમાં જલાદિનું જ્ઞાન, જ્ઞાનરૂપે સતુ છે. આ વિષય, વિદ્વાનથી માંડી ઠેઠ અંગના (સ્ત્રી) સુધી પ્રસિદ્ધ-સિદ્ધ છે અર્થાત્ સર્વજનોને પ્રતીત છે. આ મૃગજલ આદિના અનુભવમાં ચૈતન્યથી (પુરૂષથી) જુદા સૂર્યકિરણાદિની અપેક્ષા વગરનો કેવળ પુરૂષ જ (મૃગજળાદિ જ્ઞાનવાળો પુરૂષજ) નિમિત નથી. જો મૃગજલઆદિ જ્ઞાનમાં કેવળ પુરૂષને જ નિમિત્ત માનવામાં આવે તો સર્વત્ર (બધા ક્ષેત્રમાં કે સર્વદ્રષ્ટાપુરૂષમાં) સદા-સદાકાળ-હંમેશાં મૃગજલ આદિમાં જલજ્ઞાનનો સર્વથા અભાવ થશે જ નહીં એટલું જ નહીં પરંતુ ઉસ્, પુરૂષરૂપ નિમિત્ત નિત્ય હોઈ, તજ્જન્ય, મૃગજળમાં જળજ્ઞાન નિત્ય ઠરશે !
રાતી અનુવાદક -
મકરસૂરિ મને