________________
લલિત-વિસ્તરા
હરિભદ્રસૂરિ રચિત
(‘સ્ફટિક, લાલ છે' આ ભ્રમાત્મક જ્ઞાનમાં જપા-કુસુમાદિના (જાસૂદના ફુલ વિગેરેના) સાન્નિધ્યસામીપ્ય આદિ ઉપાધિરૂપ દોષ, નિમિત્ત છે, તેમ જીવથી જુદા કર્મરૂપ ઉપાધિ દોષરૂપ નિમિત્ત સિવાય, રાગાદિમાં ભ્રાંતિ કલ્પના અસત્-મિથ્યા છે.)
—ત્ક્રાંતિમાં અસત્ કે ચિતિમાત્રના નિમિત્તપણાનું કરાતું સચોટ ખંડન—
न चासदेव निमित्तम्, अतिप्रसङ्गात्, चितिमात्रादेव तु तदभ्युपगमेऽनुपरम इत्यनिर्मोक्षप्रसङ्गः,
ભાવાર્થ-રાગાદિપરૂપ પ્રકૃતભ્રાંતિના પ્રત્યે અસરૂપ (કાંઇ જ નથી-અભાવ-શૂન્ય-અવિદ્યમાનરૂપ) નિમિત્ત ન માની શકાય. કારણ કે, અસદ્-અભાવરૂપ નિમિત્ત-જન્યભ્રાંતિ, કાયમની-નિત્ય સરૂપ થાય કાં તો નિત્ય અસરૂપ થાય ! કારણ કે; આકસ્મિક-હેતુ વગરનું કાર્ય, નિત્યસત્ કે નિત્ય અસપ હોય છે એવો નિયમ છે. માટે ઉપરોક્ત અતિ પ્રસંગ નામનો દોષ આવે છે.
આ
૨૩૪
વળી જીવથી જુદા કર્મરૂપ સહકારીથી રહિત કેવલ ચિતિમાત્ર - ચૈતન્ય (બુદ્ધિ-જ્ઞાન) રૂપ નિમિત્તથી ભ્રાન્તિરૂપ કાર્ય થાય છે અર્થાત્ રાગાદિરૂપ પ્રકૃતભ્રાંતિરૂપ કાર્યના પ્રત્યે કૈવલ ચિતિ ચૈતન્ય ચેતના જ નિમિત્ત છે.
જો ચિતિત્વેન ભ્રાંતિત્વેન કાર્યકારણભાવ માનવામાં આવે તો અર્થાત્ ભ્રાંતિના પ્રત્યે ચિતિ, કારણ છે એમ સ્વીકારવામાં ઉપરોક્ત અતિપ્રસંગ તો નહીં આવે પરંતુ ભ્રાંતિમાત્રનો કદી ઉચ્છેદ-નાશ નહીં થાય. અર્થાત્ ભ્રાંતિ, અવિનાશી (શાશ્વત, નિત્ય) થશે. કારણ કે; અભ્રાંત-યથાર્થ-સત્યજ્ઞાનોમાં પણ ભ્રાંતિના નિમિત્તપણાએ કલ્પેલ ચિતિમાત્રની સત્તા છે.
ગુજરાતી અનુવાદક
તથાચ ચિતિમાત્રરૂપ કારણસત્ત્વ ભ્રાંતિરૂપ કાર્યની સત્તા છે (નિમિત્ત રહે તો નૈમિત્તિક-કાર્યને અવશ્ય રહેવું જ જોઈએ' એવો નિયમ છે. જો આ નિયમ માનવામાં ન આવે તો તે કાર્યનું તે નિમિત્ત પણ ન રહે. જેમ અંકુરોત્પત્તિના પ્રત્યે અગ્નિ. અત એવ ચિતિના સદ્ભાવમાં ભ્રાંતિના ઉચ્છેદનો અભાવ અર્થાત્ ભાંતિ શાશ્વત ઠરે !) એટલે મોક્ષમાં પણ ચિતિમાત્રનો સદ્ભાવ હોઈ ભ્રાંતિ કાયમની થવાથી સંસારોચ્છેદ (મોક્ષ)ના અભાવનો (જિનત્વાભાવનો) પ્રસંગ આવશે અર્થાત્ મોક્ષ કોઇનો થવાનો નહીં અને સંસાર નિત્યશાશ્વત-કાયમનો રહેવાનો એ રૂપ આપત્તિ આવશે !
—ત્ક્રાંતિમાત્રના પ્રત્યે ચિતિમાત્ર, કારણ છે એવા નિયમના સ્વીકારમાં કરાવાતું દોષદર્શન– तथापि तदसत्त्वेऽनुभवबाधा, नहि मृगतृष्णिकादावपि जलाद्यनुभावोऽनुभवाऽऽत्मनाऽप्यसन्नेव,
ભાવાર્થ-માનો કે, ભ્રાંતિમાત્રનું નિમિત્ત ચિતિમાત્ર છે. તો પણ ‘ભ્રાંતિમાત્રનું અસત્ છે-કાંઇ નથી' એમ માનવામાં અનુભવની બાધારૂપ આપત્તિ આવે છે.
આ
ભદ્રંકરસૂરિ મ.સા.