________________
તિ-વિરા - હરિભદ્રસાર રચિત
{ ૨૦૧ (૩) જેમ ધર્મવિઘાતના અત્યંત અભાવરૂપ સાધ્યના પ્રત્યે (૧) અવંધ્ય પુણ્યબીજત્વ. (૨) અધિકની અનુપપત્તિ સાધન છે. તેમ પાપના ક્ષયનો ભાવ (વિદ્યમાનતા) સાધન છે. તથાતિ-ધર્મવિઘાતક પાપપુંજગંજને સર્વથા-આત્યંતિક રીતે બાળી નાંખેલ છે. અત એવ પાપક્ષયભાવરૂપ સાધનથી, ભગવંતો, ધર્મવિઘાતશૂન્યતાવિશિષ્ટ છે. એમ પÉ પ્રમાણિત થાય છે.
(૪) જેમ ધર્મવિઘાતના અભાવરૂપ સાધ્યના પ્રત્યે (૧) અવંધ્ય પુણ્યબીજત્વ (૨) અધિકની અનુપપત્તિ (૩) પાપક્ષયભાવ સાધન છે. તેમ અહેતુક (હતુરહિત) વિઘાતની અસિદ્ધિ, ચોથો હેતુ છે. તથાતિ-ધર્મવિઘાતક (ધર્મને તોડી પાડનાર-નાશ કરનાર) હેતુઓનો સર્વથા અભાવ હોવાથી અર્થાત્ ધર્મના વિઘાતને કરનાર કારણ-હેતુની આત્યંતિક અસિદ્ધિ (અભાવ કે અસંભવ) હોઈ 'નિત્ય-સદા (સતત-સનાતન-નિરંતર) સત્વ (સત્તા-અસ્તિત્વ-હોવાપણું) આદિ ભાવથી (નિત્ય સત્ત્વ આદિભાવ વિશિષ્ટ) ધર્મ સ્થિત-નિશ્ચિત છે. એટલે હેતુશુન્ય વિઘાતની અસિદ્ધિરૂપ હેતુથી ધર્મવિઘાતનો અભાવ સિદ્ધ થાય છે. તથા ચ નિર્દેતુક વિઘાતની અસિદ્ધિરૂપ સાધનથી ભગવંતો, ધર્મવિઘાતરહિત છે. એમ નક્કી મનાય છે. એવંચ ધર્મને સ્વવશ કરનાર હોઈ, ધર્મોત્તમ પ્રાપ્તિવાળા હોઈ, ઘર્મફલ પરિભોગયુક્ત હોઈ, ધર્મવિઘાતરહિત હોઈ અરિહંતભગવંતો, ધર્મનાયકધર્મના સ્વામીઓ છે.
આ પ્રમાણે શક્રસ્તાવના “ધર્મનાયકરૂપ ૨૨ મા પદની વ્યાખ્યા સમાપ્ત થાય છે. –શક્રસ્તાવના “ધર્મસારથિ'રૂપ ૨૩ મા પદનું વિશિષ્ટ વ્યાખ્યાનतथा-धम्मसारहीणं' इहापि धर्मोऽधिकृत एव, तस्य स्वपरापेक्षया सम्यक्प्रवर्त्तन-पालनदमनयोगतः सारथित्वं ।
१ 'नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसंभवः ॥ १ ॥
અર્થાતુ–જે "વસ્તુનું કાંઈપણ કારણ ન હોય, તેની બે સ્થિતિ છે. યા તો તેનું સદાકાળ અસ્તિત્ત્વ રહેવાનું જેમકે; આપણો આ જીવ. એ જીવ, અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો. અથવા એ વસ્તુનો (નિર્દેતુક વસ્તુનો) સર્વથા સદાકાળને માટે અભાવ જ રહેવાનો જેમકે; આકાશનું ફૂલ કે સસલાનું શીંગડું. આ વસ્તુ માટે કોઈપણ કારણ નથી. એટલે જગતુમાં એવી વસ્તુ ક્યાંય પણ નથી મળતી એવંચ જે વસ્તુ કોઈ વખત થતી હોય, કોઈ વખત ન થતી હોય તે વસ્તુ, કારણજન્ય ગણાય છે. ઘડો કોઈ વખત થાય છે ને કોઈ વખત નથી થતો માટે કારણજન્ય છે અને જે કારણ વગર થતું હોય તે તો સદાકાળ થયા જ કરવાનું કારણ કે; એને પોતાના અસ્તિત્વમાં બીજી કોઈ વસ્તુની જરૂર નથી હોતી કે જેના અભાવમાં એ વસ્તુ અટકી જાય. અથવા તો એ નિષ્કારણનું કદાપિ પણ અસ્તિત્ત્વ નહિ રહેવાનું મતલબ કે; જે તીર્થકરગત ધર્મના પ્રત્યે કોઈપણ વિઘાતક હેતુ નથી, એટલે વિઘાતકકારણમાત્રશૂન્ય, અત એવ વિઘાતકકારણમાત્રશૂન્ય જિનેશ્વરગતધર્મ, સદા અસ્તિત્ત્વવાળો, નિત્ય સત્ત્વવાળો માનવામાં કોઈપણ જાતનો બાધ-વિરોધ નથી. અથવા હેતુશન્યવિઘાત, સર્વથા અસિદ્ધ-નિત્ય અસત્ત્વવાળો-સદાકાળ અસત્ છે. ___२ 'जह सारही सुकुसलो रहं तुरंगे तहा पयट्टेइ ।
जह नवि अवाओ तुरंगमाणं रहस्सावि
છાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મ. સા