SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ ઉરિભદ્રસૂરિ રચિત ૨૦૦ (૩) ઉદારૠદ્ધિનો અનુભવ સાધન છે. તેમ (૪) થું તદ્ (ઉદાર ઋદ્ધિનો) આધિપત્યભાવ (સત્તા-વિદ્યમાનતા) એ સાધન છે. તથાહિ ભગવંતોજ, ઉદારૠદ્ધિજનક સંપૂર્ણ પુણ્યરૂપ ધર્મના કે ઉદારૠદ્ધિના અધિપતિ (રાજાઉપરી-માલિક-પાલક-રક્ષક-જનક) હોય છે તે જ આ ઉદાર (અદ્ભુત-અનુપમ-અલૌકીક) ઋદ્ધિ ઉત્પન્ન થાય છે. ઉદાર ૠદ્ધિજનક પુણ્યપતિ કે ઉદારદ્ધિ અધિપતિ તીર્થપતિના અભાવ દરમ્યાન (સ્વતંત્રતાએ) કર્તારૂપ દેવતાઓ હોયે છતે પણ થતી નથી. તથાચ તીર્થંકરોમાં જ ઉદારૠદ્ધિનું આધિપત્ય (અધિપતિપણું-ધણીપણુંઐશ્વર્ય) હોવાથી જ ઉદારદ્ધિના આધિપત્યરૂપ સાધનથી, અરિહંત ભગવંતો, ધર્મફલ પરિભોગરૂપ સાધ્ય વિશિષ્ટ છે. એમ નિર્ણીત થાય છે. નક્કી મનાય છે. –પ્રતિહેતુઓની પ્રરૂપણાપૂર્વક ‘ધર્મવિઘાતરહિતત્વ’ રૂપ (૪) થા મૂલહેતુથી ‘ધર્મનાયકત્વ'રૂપ મૌલિક સાધ્ય સિદ્ધ કરાય છે– —તથા ‘ધર્મનાયક’રૂપ ૨૨ મા પદનો ઉપસંહાર– एवं तद्विघातरहितः अवन्ध्यपुण्य 'बीजत्वात् एतेषां स्वाश्रयपुष्टमेतत्, तथा अधिकानुपपत्तेः' नातो अधिकं पुण्यं, एवं पापक्षयभावात्' निर्दग्धमेतत्, तथाऽहेतुकविधातासिद्धेः सदासत्त्वादिभावेन ४ ॥ एवं धर्म्मस्य नायका धर्म्मनायका इति २२ ॥ ભાવાર્થ=જેમ ભગવાન્ ધર્મને સ્વાધીન કરનાર હોઈ ધર્મનાયક છે. અનેક ધર્મોત્તમ પ્રાપ્તિવાળા હોઈ ધર્મનાયક' છે. યથા ધર્મલ પરિભોગી હોઈ ધર્મનાયક છે. તેમ ‘ધર્મવિઘાત' હોઈ ‘ધર્મનાયક' છે. તથાહિ-(૧) ભગવંતો (પક્ષ) ધર્મવિદ્યાત રહિત છે. (ધર્મના વિઘાતનો-પ્રતિબંધકતત્ત્વનો-વિરોધિતત્ત્વનો અત્યંત અભાવ એ અહીં સાધ્ય છે.) કારણ કે; આ તીર્થંકરો, અવંધ્ય, (અમોઘ-સફલ-અવશ્ય ફલજનક) પુણ્યના બીજમૂલકારણ-આદિકારણ-ઉત્પત્તિ સ્થાન છે. તથાય તીર્થંકરોરૂપ પોતાના આશ્રય-આધારે-આશરે પુષ્ટ-વધેલ આ પુણ્ય છે. અર્થાત્ પુણ્યની પુષ્ટિ (વધવું-મોટું થવું-ઊગવું-પોષણ-વધારો-પુષ્ટતા-ટેકો-વૃદ્ધિવિસ્તાર)ના આશ્રય-આલંબન-(પુષ્ટ આલંબન-મૌલિકકારણ) પ્રભુ છે. અત એવ અવંધ્ય પુણ્ય બીજત્વરૂપ હેતુથી ધર્મના વિઘાતના-વિઘાતકતત્ત્વના આત્યંતિક અભાવરૂપ સાધ્ય વિશિષ્ટ વીતરાગો છે. એમ ચોક્કસ થાય છે. (૨) જેમ ધર્મવિઘાતના અત્યંત અભાવરૂપ સાધ્યનું સાધક અવંધ્ય પુણ્ય બીજત્વ છે. તેમ અધિકની અનુપપત્તિ (અધિકપુણ્યનો અભાવ-અયોગ-અઘટમાનતા) છે. તથાહિ તીર્થંકરગત પુણ્યલક્ષણ ધર્મ, ત્યારે જ હણાય-પરાજિત થાય કે જ્યારે તીર્થંકરગત પુણ્યથી અધિકપુણ્ય, બીજી વ્યક્તિમાં હોય, પરંતુ બીજી બધી વ્યક્તિઓમાં તીર્થંકરસ્થ પુણ્યથી અધિક-ચડીયાતું પુણ્ય છે જ નહીં એટલે તીર્થંકરગત પુણ્યલક્ષણ ધર્મ, કોઈથી હણી શકાતો નથી. માટે જ અધિકપુણ્યના અભાવરૂપ સાધનથી ધર્મવિઘાતના અભાવરૂપ સાધ્ય સિદ્ધ થાય છે. તથાચ તીર્થંકર નામ કર્મરૂપી મહાપુણ્યથી અધિકપુણ્યનો બીજે ઠેકાણે અભાવ હોઈ, તીર્થંકરમાં સદ્ભાવ હોઈ, ધર્મવિઘાતના અભાવવાળા ભગવંતો છે એમ પૂરવાર થાય છે. ગુજરાતી અનુવાદક આ. ભદ્રંકરસૂરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy