SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ ૧૮૧ ભદ્રસૂરિ રચિત સમજવું.) પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્મરૂપ ગુણોની અભિવ્યક્તિ (પ્રકટીકરણ-પ્રકટલાભરૂપ પ્રાપ્તિ) રૂપલક્ષણવાળુંતત્ત્વાર્થ ‘શ્રદ્ધાનસ્વરૂપ જે સમ્યગ્દર્શન તે બોધિ સમજવી. જેનો બીજો પર્યાય-જેનું બીજું નામ વિજ્ઞપ્તિ છે. અર્થાત્ યથાપ્રવૃત્ત આદિકરણમય વ્યાપારરૂપ કારણ જન્ય, પૂર્વોક્ત સ્વરૂપ ગ્રંથિભેદ જન્ય-પદ્માનુપૂર્વીક્રમથી અભિવ્યક્ત-ઉત્પન્ન-પ્રાધાન્યથી ન્યસ્ત પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્યરૂપ ગુણપંચકરૂપ લક્ષણવંત, તત્ત્વાર્થશ્રદ્ધાનસમ્યગ્દર્શનરૂપ, વિજ્ઞપ્તિરૂપ પર્યાય-નામાન્તરવાળી ‘બોધિ' છે. એમ તાત્પર્ય જાણવું. –અભય-ચક્ષુ-માર્ગ-શરણ-બોધિ એ પાંચેય ધર્મોના અધિકારી-હક્કદારનું વર્ણન— पञ्चकमप्येतदपुनर्बन्धकस्य यथोदितस्य, अस्य पुनर्बन्धके स्वरूपेणाभावात् । ભાવાર્થ=આ આત્મધર્મવિશેષરૂપ અભય-ચક્ષુ-માર્ગ-શરણ-બોધિરૂપ પાંચેયનો સમુદાય પણ (આ એક પ્રસ્તુત બોધિની વાત દૂર રહો પરંતુ અભયાદિ પાંચનો સમુદાય પણ એ ‘અપિ'નો અર્થ સમજવો) પૂર્વે કહેલ સ્વરૂપવાળા અપુનર્બંધકરૂપ અધિકારી (જે તીવ્રભાવથી પાપ કરતો નથી, તથા એક પુદ્ગલ પરાવર્ત્તથી વધુ સંસાર જેનો હોતો નથી, વળી ક્ષુદ્રતા વિગેરે ભવાભિનંદીના દોષોનો ક્ષય થવાથી શુક્લ-શુદીપક્ષના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામતા ગુણવાળો-અપુનર્બંધક કહેવાય છે.) ને જ પ્રાપ્ત થાય છે. અને અપુનર્બંધકથી ભિન્ન-અન્ય પુનર્બંધક (અચરમ-એકથી વધારે પુદ્ગલપરાવર્ત્તવર્ણી-જે તીવ્ર ભાવથી પાપ કરે છે. ક્ષુદ્રતા આદિ ભવાભિનંદીના દોષોવાળો-કૃષ્ણપાક્ષિક) નો પ્રાપ્ત થતા નથી. કારણ કે; પુનર્બંધકમાં સ્વરૂપે કરી સ્વસ્વભાવથી અભયાદિપંચકનો અભાવ છે. અર્થાત્ સ્વરૂપાવચ્છેદેન-સ્વસ્વભાવા-(અભયાદિભાવા-) વચ્છેદેન અભયાદિપંચકનો અભાવ છે. ભાવરૂપ અભયાદિ પંચકનો એવો સ્વભાવ છે કે, તે અપુનર્બંધકમાં ઉત્પન્ન થાય છે. પુનર્બંધકમાં ઉત્પન્ન નથી થતા. અર્થાત્-તાત્ત્વિક-ભાવરૂપ અભય આદિનો પુનર્બંધકમાં અભાવ છે અને તાત્વિકભાવરૂપ અભય આદિનો અપુનર્બંધક સદ્ભાવ છે. —હેતુપૂર્વક, ભાવરૂપ અભય આદિની ચર્ચા ૧ તત્ત્વાર્થશ્રદ્ધાન-તત્ત્વ-અર્થોનુ શ્રદ્ધાન અથવા તત્ત્વ કરી અર્થોનું શ્રદ્ધાન, તત્ત્વે કરીને એટલે ભાવથી નક્કી કરેલું એમ અર્થ સમજવો. જીવાદિતત્ત્વો તે જ અર્થો, તેઓનું શ્રદ્ધાન એટલે તેઓ વિષેનું ચોક્કસ જ્ઞાન કરવું. (૧) તત્ત્વે કરીને તત્ત્વરૂપ અર્થોનું શ્રદ્ધાન એવો અર્થ કરવાથી સમ્યગ્દર્શન શબ્દનો અર્થ બરોબર સંપૂર્ણ થાય છે. તત્ત્વે કરીને એટલે હૃદયના ભાવપૂર્વક અર્થાત્ તાવિધ આત્મપરિણતિપૂર્વક તત્ત્વરૂપ અર્થો એટલે સદ્ભૂત અર્થો, તેનું શ્રદ્ધાન. ૨ ભગવાન્ ગોપેન્દ્ર નામક પરિવ્રાજકના શબ્દોમાં ‘બોધિ' વિજ્ઞપ્તિ તરીકે કહેવાય છે. ૩ છેલ્લા પુદ્ગલ પરાવર્તમાં આવેલો ભવ્ય જીવ ‘અપુનબંધક’ થાય છે. એટલે હવે પછી કોઈપણ વખત મિથ્યાત્વમોહનીય કર્મ વિગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ કે ઉત્કૃષ્ટ રસ બંધાશે જ નહીં તેવી આત્મશુદ્ધિવાળો જીવ. ૪ એકથી વધારે પુદ્ગલપરાવર્ત્તમાં રહેલા જીવ ‘પુનર્બંધક' કહેવાય છે. કેમકે; મિથ્યાત્વમોહનીય કર્મ વિગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ કે ઉત્કૃષ્ટ રસ બાંધે છે. આવી આત્માની અશુદ્ધિવાળો જીવ છે. ગુજરાતી અનુવાદક ભવકરસૂરિ આ મસા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy